નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના અદાણી-અંબાણી અંગેના આરોપ સામે કેવો પલટવાર કર્યો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ માટે ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી દલીલોનો સંસદમાં જવાબ આપ્યો હતો.

આ દરમિયાન વિપક્ષને લઈને તેઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે કોરોના મહામારી, મોંઘવારી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં કહેવામાં આવેલી વાતોને લઈને વિપક્ષને જવાબ આપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારતનાં પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કહેલી વાતોનો પણ સંદર્ભ આપ્યો હતો. આમ કરીને તેમણે કૉંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.

વડા પ્રધાન મોદીએ સૌથી પહેલા ગાયિકા લતા મંગેશકરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

મોદીએ કૉંગ્રેસ સહિત વિપક્ષ પર કોરોના મહામારી દરમિયાન તેમની સરકારની છબી બગાડવાના પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો અને ઉદ્યમીઓને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીનો પણ આકરો જવાબ આપ્યો.

આ દરમિયાન વચ્ચે-વચ્ચે વિપક્ષ તેમની વાતોનો વિરોધ કરતા નજર આવ્યો અને વડા પ્રધાન તેમને ચૂપ કરાવતા રહ્યા.

'કોરોના દરમિયાન કૉંગ્રેસે હદ વટાવી નાખી'

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી

વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ અને વિપક્ષી દળો પર કટાક્ષ કર્યા હતા. વડા પ્રધાને કહ્યું, "તમારામાંથી ઘણા છે, જેમનો કાંટો 2014માં જ અટકી પડ્યો છે અને ત્યાંથી બહાર જ નથી નીકળી રહ્યો. દેશની જનતા તમને ઓળખી ગઈ છે. કેટલાક લોકો મોડેથી ઓળખ્યા છે, પણ ઓળખી ગયા છે. એવું તો શું કારણ છે કે તમને વિચારી શક્તા નથી."

વડા પ્રધાને કહ્યું કે, "કૉંગ્રેસના વલણને જોઈને લાગે છે કે, આવનારાં 100 વર્ષ સુધી સત્તામાં આવવા માગતા નથી."

તેમણે કહ્યું, "જો તમે એવી તૈયારી કરી જ લીધી છે તો પછી અમે પણ કરી લીધી છે."

ત્યાર બાદ શાયરી કહેતા તેમને જણાવ્યું કે,"જો તેઓ દિવસને રાત કહે તો તરત માની જાઓ, નહીં માનો તો તેઓ દિવસ દરમિયાન નકાબ ઓઢી લેશે. જરૂરત થઈ તો હકીકતને થોડીઘણી મરોડી નાખશે. તેમને અરીસો ન દેખાડશો, તેઓ અરીસો પણ તોડી દેશે."

આ દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને લઈને વડા પ્રધાને કહ્યું, "સદન જેવી પવિત્ર જગ્યા દેશ માટે કામમાં આવવી જોઈએ પરંતુ તે (રાજનૈતિક) દળ માટે કામમાં આવે છે. જવાબ આપવા એ અમારી મજબૂરી બની જાય છે."

વડા પ્રધાને કોરોના મહામારી દરમિયાન વિપક્ષ પર રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું કે ,"કોરોના મહામારીનો ઉપયોગ વિપક્ષે પક્ષ આધારિત રાજનીતિ માટે કર્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે કૉંગ્રેસનું નામ લઈને કહ્યું કે, "મહામારી દરમિયાન કૉંગ્રેસે હદ વટાવી નાખી હતી. કોરોના લૉકડાઉન દરમિયાન કૉંગ્રેસના લોકોએ મહારાષ્ટ્રથી જાણીજોઈને લોકોને જુદાં-જુદાં રાજ્યોમાં આવેલા તેમનાં ગામ-શહેરો તરફ મોકલ્યા હતા."

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર માટે પણ વડા પ્રધાને આવા જ આક્ષેપ કર્યા હતા.

તેમણે કહ્યું, "દિલ્હી સરકારે રાજ્યમાં ગરીબ વિસ્તારોમાં ગાડીઓ ફેરવીને ગરીબોને દિલ્હીથી જવા માટે અડધા રસ્તે છોડી દીધા, શ્રમિકો માટે તકલીફો પેદા કરી."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વડા પ્રધાને કહ્યું કે આ કારણથી પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જ્યાં કોરોના મહામારીનો પ્રકોપ ઓછો હતો, ત્યાં પણ તે ઝડપથી પ્રસરવા લાગી હતી.

તેમણે કહ્યું, "કેટલાક લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોરોના વાઇરસ મોદીની છબીને ચપેટમાં લેશે. કોરોનાએ તેમના ધૈર્યની કસોટી લીધી છે."

"તમે લોકો બીજાને નીચા દેખાડવા માટે અવારનવાર મહાત્મા ગાંધીનું નામ લો છો. જો મોદી 'વોકલ ફૉર લોકલ' કહે છે તો જે મહાત્મા ગાંધીના આદર્શોની વાત કરો છો, તો આ અભિયાનમાં જોડાવાથી તમારું શું જાય છે. તેનું નેતૃત્વ તમે લોકો કરો, શું જાય છે."

અર્થતંત્રમાં ડબલ એ વૅરિયન્ટ પર જવાબ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા ડબલ એ વૅરિયન્ટ અંગેના નિવેદન પર નામ લીધા વગર વડા પ્રધાને કહ્યું, "કેટલાક લોકો ઉદ્યમીઓને ડરાવે છે. તેઓ કહે છે આ ઉદ્યમી લોકો કોરોના વાઇરસના વૅરિયન્ટ છે. આ શું છે?"

"60થી 80નાં દાયકામાં આ જ વાતો નહેરુ-ઇંદિરા માટે કહેવામાં આવતી હતી. તમે પણ એ જ ભાષા બોલી રહ્યા છો. પંચિંગ બૅગ બદલાયું છે, આદત બદલાઈ નથી."

આ ઉપરાંત મોંઘવારીની વાત કરતા તેમણે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કહેલી કેટલીક વાતોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વડા પ્રધાને કહ્યું હતું કે,"કૉંગ્રેસ સરકારનાં અંતિમ વર્ષોમાં તત્કાલિન નાણામંત્રીએ બેશરમીથી કહી દીધું હતું કે, મોંઘવારી ઘટાડવા માટે અલાદીનનાં ચિરાગની આશા ન રાખશો."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "મોંઘવારી એ દેશના લોકો સાથે જોડાયેલો મુદ્દો છે. અમારી સરકારે તેને સૂચકતાથી હૅન્ડલ કરવાનો પ્રયાસ કર્યો છે. મોંઘવારી નિયંત્રણને નાણાકીય પૉલિસીનું પ્રાથમિક લક્ષ્ય બનાવવામાં આવ્યું છે."

જવાહરલાલ નહેરુની વાતને ટાંકીને તેમણે કહ્યું હતું કે, "મોંઘવારી પર નહેરુજીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું હતું એ હું જણાવી રહ્યો છું - 'ક્યારેક કોરિયામાં લડાઈ પણ આપણને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે વસ્તુઓની કિંમત વધી જાય છે અને તે નિયંત્રણ બહાર જતી રહે છે.' દેશની સામે દેશના પહેલા વડા પ્રધાન હાથ અધ્ધર કરી દે છે."

રાષ્ટ્ર શબ્દ પર પલટવાર

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આ સદનનું એમ કહીને અપમાન કરવામાં આવ્યું કે સંવિધાનમાં રાષ્ટ્ર શબ્દ આવતો નથી. સંવિધાનની પ્રસ્તાવનામાં રાષ્ટ્ર ન આવે તે શક્ય જ નથી. કૉંગ્રેસ તેનું અપમાન કેમ કરી રહી છે."

"રાષ્ટ્ર કોઈ સત્તા કે સરકારની વ્યવસ્થા નથી. અમારા માટે રાષ્ટ્ર એક જીવિત આત્મા છે અને તેનાંથી હજારો વર્ષથી દેશવાસીઓ જોડાયેલા છે અને તેની સાથે ઝઝૂમી રહ્યા છે. "

તેમણે કૉંગ્રેસ પર 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે,"વિભાજનકારી માનસિકતા તેમનાં ડીએનએમાં ઘૂસી ગઈ છે. અંગ્રેજો ચાલ્યા ગયા, પરંતુ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કૉંગ્રેસે પોતાનું ચરિત્ર બનાવી લીધું."

"આ માટે જ કૉંગ્રેસ હાલમાં ટુકડે-ટુકડે ગૅન્ગની લીડર બની ગઈ છે."

અંતમાં વડા પ્રધાન મોદીએ સદનમાં પોતાની વાત કહેવાની તક આપવા બદલ અને સાંભળવા બદલ આભાર માન્યો હતો.

line

'વડા પ્રધાન ઇચ્છતા હતા કે બેરોજગાર સ્થળાંતરિત કામદારો થાળી વગાડે'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રાજ્યસભામાં વિરોધપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખારગેએ ટ્વીટ કરીને કહ્યું કે,"પીએમ મોદીજી, તમે ઇચ્છતા હતા કે ગરીબ, બેરોજગાર સ્થળાંતરિત કામદારો થાળી વગાડે. કૉંગ્રેસ પાર્ટીએ તેમને ઘરે પહોંચવા માટે ટિકિટ આપી, પણ તમને તેનાંથી પણ સમસ્યા છે. રાહુલ ગાંધીજીએ આ વાત ટાંકી હતી કે તમે 'રાજા' છો જે પ્રજાને ભૂલી ગયા છો."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

કૉંગ્રેસમાંથી બે વખત ચૂંટાઈ આવેલા સાંસદ ગૌરવ ગોગોઈએ ટ્વીટ કર્યું હતું કે, "લાગે છે કે વડા પ્રધાન મોદી રાહુલ ગાંધીની સ્પીચથી વિચલિત થઈ ગયા છે. બેરોજગારી, અસમાનતા, ભાવવધારો અને ચીન પર ધ્યાન આપવાની જગ્યાએ તેમણે પોતાના ભાષણમાં કૉંગ્રેસ પર વ્યક્તિગત પ્રહારો પર ધ્યાન આપ્યું. માનનીય પીએમ, અમારા પર પ્રહારો કરો પણ પૅટ્રોલનો ભાવ ઘટાડો, રોજગારી પેદા કરો અને ઘૃણા દૂર કરો."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને સ્થળાંતરિત શ્રમિકો અંગે વડા પ્રધાન મોદીએ કરેલી ટિપ્પણીને ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ સંસદમાં આપેલા ભાષણનાં અંશ અને અરવિંદ કેજરીવાલની વીડિયો ક્લિપને સાથે રાખીને એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "પીએમ મોદીએ કોરોનાને લઈને લાદવામાં આવેલા નબળા લૉકડાઉનમાં શ્રમિકોનાં સ્થળાંતરને લઈને જે નિવેદન આપ્યું, તે તદ્દન ખોટું છે. દેશને તેઓ થોડા લાગણીશીલ રહે તેવી આશા છે પણ તેમને લોકોની યાતનાની નહીં, પરંતુ ગંદી રાજનીતિની પડી છે."

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો