Budget 2022 : બજેટમાં તમારા ફાયદાનું શું? નાણામંત્રીએ કઈ-કઈ જાહેરાતો કરી?

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2022-2023 રજૂ કર્યું. તેમનું ભાષણ લગભગ બે કલાક ચાલ્યું.

બજેટની મુખ્ય વાતો પર નજર કરીએ તો બજેટમાં વ્યક્તિગત કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો તથા ડિજિટલ રૂપિયા અંગે જાહેરાત કરવામાં આવી હતી.

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, DD News

ઇમેજ કૅપ્શન, બજેટ ભાષણની શરૂઆતમાં નાણામંત્રીએ કહ્યું કે તેમની સરકાર વિકાસ અને ગરીબોના ભલા માટે પ્રતિબદ્ધ છે.

નાણામંત્રી દ્વારા વ્યક્તિગત કરના દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. નવો કોઈ કર લાગુ નથી કરવામાં આવ્યો કે કોઈ નવી રાહત નથી આપવામાં આવી.

કૉંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ટ્વિટર ઉપર લખ્યું, "મહામારીના સમયમાં પગારમાં ઘટાડા તથા મોંઘવારીને કારણે પીડાતા પગારદાર વર્ગ તથા મધ્યમ વર્ગ માટે રાહતની અપેક્ષા રાખવામાં આવતી હતી. પરંતુ નાણામંત્રી તથા વડા પ્રધાને સીધા કરવેરાની બાબતમાં નિરાશ કર્યા છે. આ ભારતના પગારદાર તથા મધ્યમવર્ગ સાથે દગો છે."

બજેટ ભાષણની શરૂઆતમાં નાણામંત્રીએ કહ્યું કે તેમની સરકાર વિકાસ અને ગરીબોના ભલા માટે પ્રતિબદ્ધ છે.

નિર્મલા સીતારમણે ઍર ઇન્ડિયાને તાતા પાસે જવા તથા ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના આઈપીઓ જલદી લાવવાની વાતને પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી.

તેમણે કહ્યું કે તેમની સરકાર સમાવેશી વિકાસના પથ પર આગળ વધી રહી છે.

તેમણે કહ્યું કે આ વર્ષે ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિના દરનો અંદાજ નવ ટકાથી ઉપર છે અને આ દુનિયાના મહાકાય અર્થતંત્રોથી પણ વધારે છે.

નાણાકીય વર્ષ 2025-26 સુધી રાજસ્વ ઘટ જીડીપીના 4.5 ટકા સુધી પહોંચવાની વાત હતી. 2022-23માં રાજસ્વ ઘટ જીડીપીના 6.4 ટકા રહેવાનું અનુમાન છે.

2021-22માં સંધોશિત રાજસ્વ ઘટ જીડીપીના 6.9 ટકા રહેવાની વાત કહેવામાં આવી હતી. 2022-23માં કુલ ખર્ચ 39.45 ટ્રિલિયન રૂપિયા હશે.

line

નાણામંત્રીની મુખ્ય જાહેરાતો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

  • ચાલુ નાણાકીય વર્ષથી દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બ્લૉક-ચેઇન તથા અન્ય ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો બહાર પાડવામાં આવશે. જેનાથી દેશના અર્થતંત્રને બળ મળશે.
  • વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટના (બિટકૉઇન તથા અન્ય કરન્સી) વેચાણ પરથી થતી આવક પર 30 ટકા કર લાગશે.
  • તેને ભેટ આપવા પર પણ ટૅકસ લાગશે. ડિજિટલ ઍસેટના વેચાણમાંથી થતાં નુકસાનને માત્ર વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટથી થયેલા નુકસાન સામે ઍડજસ્ટ કરી શકાશે.
  • ખેડૂતોને વધારાની આવક થાય તથા પરાળ બાળવાને કારણે થતાં પ્રદૂષણમાંથી મુક્તિ મળે તે માટે તાપવિદ્યુત મથકોમાં પરાળના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે
  • સશસ્ત્ર બળોની 68 ટકા સાધનખરીદી ભારતમાંથી કરવામાં આવશે. ડીઆરડીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને ખાનગી કંપનીઓ અલગ-અલગ પ્લૅટફૉર્મ વિકસાવી શકશે.
  • કેન-બેતવા નદીઓના જોડાણ માટે રૂ. 44 હજાર 605 કરોડની ફાળવણી. પંજાલ-દમણગંગા, અને પાર-તાપી સહિત નદીઓના જોડાણના પાંચ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટને સરકારની મંજૂરી. લાભાર્થીઓ વચ્ચે સહમતિ થયે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે.
  • સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનના સ્થાને નવો કાયદો લાવવામાં આવશે. જે ઉદ્યોગો તથા ઉદ્યોગહબને વિકસાવવામાં મદદ કરશે. વર્તમાન ઉદ્યોગો તથા એસઈઝેડને પણ આવરી લેવામાં આવશે. નિકાસને વધારવા માટે આમ કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રિક વ્હીકલનો વ્યાપ વધારવા માટે બૅટરીઓમાં સમાનતા લાવવામાં આવશે. જેથી કરીને બૅટરીને ચાર્જ કરવાના બદલે તેને બદલવાની કામગીરી સરળતાથી કરી શકાય.
  • ચાલુ વર્ષથી નાગરિકોને ચીપવાળા ઈ-પાસપૉર્ટ પણ ઇસ્યુ થશે, જેથી વિદેશયાત્રા સુગમ બને.
  • વન ક્લાસ, વન ચેનલ' દ્વારા 'પીએમ ઈવિદ્યા'નો વિસ્તાર કરવામાં આવશે. આના દ્વારા 12 ચેનલની સંખ્યા વધીને 200 થશે.
  • આઝાદીનાં 100 વર્ષ માટેના બજેટ માટેની રૂપરેખા આ બજેટમાં રજૂ કરવામાં આવી છે. સાથે જ ઉમેર્યું હતુ કે લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશનનું જાહેર ભરણું 'ટૂંક સમયમાં' આવશે.
line

યુવાનો, ઉદ્યોગો અને રોજગાર સંબંધિત જાહેરાતો

નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર

ઇમેજ સ્રોત, Hindustan Times

  • સ્કિલિંગ પ્રોગ્રામને નવું રૂપ આપવામાં આવશે. યુવાનોમાં સ્કિલિંગ, અપસ્કિલિંગ તથા રિસ્કિલિંગ માટે દેશમાં પૉર્ટલ લૉન્ચ કરવામાં આવશે.
  • મૅક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓનું સર્જન થશે.
  • 5-જી મોબાઇલ સેવા લૉન્ચ કરવા માટે ચાલુ વર્ષે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.
  • આત્મનિર્ભર ભારત અંતર્ગત આગામી વર્ષોમાં 16 લાખ નોકરીઓ આપવામાં આવશે.
  • નાના અને મધ્યમ ઉદ્યોગોની ઇમરજન્સી લાઇન ગૅરંટી સ્કીમનું કવરેજ રૂપિયા પાંચ લાખ કરોડ કરવામાં આવ્યું. આ યોજના માર્ચ-2023 સુધી લંબાવવામાં આવી. તેને હૉસ્પિટાલિટી સૅક્ટરમાં વિસ્તારવામાં આવશે
  • ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ તથા અસીમ જેવાં પૉર્ટલોને ઇન્ટરલિન્ક કરવામાં આવશે, જેથી કરીને તેનો વિસ્તાર કરી શકાય.
  • 'પીએમ ગતિશક્તિ' દ્વારા રસ્તા, પૉર્ટ, રેલવે, ઍરપૉર્ટ, માસ ટ્રાન્સપૉર્ટ, વૉટરવે અને લૉજિસ્ટિક વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેના કારણે સામાન અને લોકોનું પરિહવહન ઝડપી બનાવવામાં આવશે, જેથી કરીને આર્થિકગતિ વધે.
  • સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'વન સ્ટેશન, વન પ્રોડક્ટ'ની વિભાવનાને વિકસાવવામાં આવશે. આ સિવાય દેશમાં 100 કાર્ગૉ ટર્મિનલ વિકસાવવામાં આવશે.
  • આગામી ત્રણ વર્ષ દરમિયાન 400 નવી વંદે ભારત ટ્રેન વિકસાવવા તથા ઉત્પાદિત કરવામાં આવશે.
  • રૂપિયા બે લાખ 37 હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની ખરીદી કરવામાં આવશે.
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો