નરેન્દ્ર મોદી : પ્રજાસત્તાક દિનની ઉજવણી વખતે વડા પ્રધાન મોદીએ પહેરેલી 'બ્રહ્મકમળ ટોપી'ની કેમ ચર્ચા થઈ રહી છે?
73મા પ્રજાસત્તાક દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ટોપી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ટોપી પહેરી તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કેટલાક લોકોએ પુષ્ટિ કરી કે વડા પ્રધાનની ટોપીનો સંબંધ ઉત્તરાખંડ સાથે છે.

ઇમેજ સ્રોત, @BJP
તેને બ્રહ્મકમળ ટોપી કહેવામાં આવે છે. બ્રહ્મકમળ ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે પણ આ ટોપી પહેરી હતી. અજય ભટ્ટ ઉત્તરાખંડના નૈનીતાલથી લોકસભા સાંસદ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સફેદ કુર્તો, જૅકેટ, ઉત્તરાખંડી ટોપી અને મણિપુરી સ્ટોલમાં જોવા મળ્યા.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાના રાજ્યની વિરાસત અપનાવવા માટે આભાર વ્યક્ત કર્યો.
પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું, ''આજે 73મા પ્રજાસત્તા દિનના અવસર પર માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ બ્રહ્મકમળથી સુસજ્જિત દેવભૂમિ ઉત્તરાખંડની ટોપી ધારણ કરીને અમારા રાજ્યની સંસ્કૃતિ તથા પરંપરાને ગૌરવ આપ્યું છે. હું ઉત્તરાખંડની સવા કરોડ જનતા તરફથી માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાર્દિક આભાર પ્રકટ કરું છું. ''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મણિપુરના મંત્રી વિશ્વજીત સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું, ''આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા પ્રજાસત્તા દિનના અવસર પર મણિપુરી સ્ટોલ 'લીરમ ફી' લઈને અમારું ગૌરવ વધાર્યું છે. આ રાજ્યની પરંપરા પ્રત્યે વડા પ્રધાન મોદીનો આદર ભાવ છે. ''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે વડા પ્રધાન મોદી અનેક વખત આ પ્રકારના સ્ટોલમાં દેખાય છે. પૂર્વોત્તર રાજ્યોમાં જ્યારે પણ વડા પ્રધાન મોદી જાય છે ત્યારે ત્યાંની પરંપરાનું ખાસ ધ્યાન રાખે છે.
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિનના અવસર પર વડા પ્રધાન મોદી રંગીન સાફમાં દેખાતા હોય છે. પરંતુ આ વખત ઉત્તરાખંડી ટોપીમાં દેખાયા. 72મા પ્રજાસત્તાક દિન પર વડા પ્રધાન મોદી લાલ પાઘમાં દેખાયા હતા. આ પાઘડીવડા પ્રધાનને ગુજરાતના જામનગરના શાહી પરિવાર તરફથી ઉપહાર સ્વરૂપ મળી હતી.
ત્યાં 2020માં વડા પ્રધાન કેસરિયા પાઘડીમાં દેખાયા હતા. લાલ કિલ્લાથી પ્રથમ વખત 2014માં વડા પ્રધાન મોદીએ દેશને સંબોધિત કરતા જોધપુર પાઘડી પહેરી હતી.

ગેરકાયદે અમેરિકા જવા માગતા છ ગુજરાતીઓનું તુર્કીમાં અપહરણ?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા. મૃતકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતી વખતે કાતિલ ઠંડીનો ભોગ બનીને મૃત્યુને ભેટ્યા હતા અને તેઓ ગુજરાતી હોવાનું અહેવાલો દાવો કરી રહ્યા છે.
આ દરમિયાન ગેરકાયદેસર રીતે તુર્કી થઈને અમેરિકા જવા નીકળેલા છ ગુજરાતીઓનું તુર્કીમાં જ અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ ગાંધીનગર પોલીસને ટાંકીને લખ્યું છે કે ગાંધીનગરના કલોલ તાલુકાના વતની બે પરિવારના કુલ છ સભ્યો તુર્કી થઈને ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા હતા પણ ઇસ્તંબૂલમાં માનવતસ્કરોએ તેમનું અપહરણ કરીને ખંડણી માગી છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર પોલીસનાં સૂત્રોએ અખબારને જણાવ્યું હતું કે આ બે પરિવારો પૈકી એક પરિવારમાં તેજસ પટેલ, તેમનાં પત્ની અલ્કાબહેન અને પુત્ર દિવ્યનો સમાવેશ થાય છે. જ્યારે બીજા પરિવારમાં સુરેશ પટેલ, તેમનાં પત્ની શોભાબહેન અને પુત્રી ફોરમનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોએ અખબારને એમ પણ કહ્યું હતું કે ઇસ્તંબૂલ ખાતેના ભારતીય દૂતાવાસમાં આ ઘટનાને લઈને ભોગ બનનારાઓના પરિવાર અને મિત્રો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે.

'ગુજરાતની નગરપાલિકાઓમાં 95 ટકા મિલકતો ગેરકાયેદસર છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજ્યની 34 લાખ શંકાસ્પદ મિલકતોમાંથી 95 ટકા મિલકતો પૈકી નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકામાંની 95 ટકા મિલકતો પાસે 'બિલ્ડીંગ યુઝ'(બીયુ)ની પરવાનગી નથી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રાજ્યની તમામ ઇમારતો ફરજિયાતપણે બીયુ પરમિશન લે તે માટે કુલ આઠ હજાર જેટલી મિલકતો પર સરવે હાથ ધરવામાં આવ્યો છે. આ સરવે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ જશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટની ટકોર બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે જીઆરયુડીએ ઍક્ટ હોવા છતાં ઘણી ઇમારતો પાસે બીયુ પરમિશન કેમ નથી? સત્ય તો એ છે કે નગરપાલિકાઓમાં લોકો પરમિશન લેવા આગળ આવતા જ નથી.

ગુજરાતમાં 15 લાખથી વધારે નવા મતદાતાઓ નોંધાયા : ચૂંટણીપંચ
અત્યાર સુધી ગુજરાતમાં 4.84 કરોડ મતદાતાઓ હતા. જે કુલ વસતીના 66.3 ટકા હતા. જોકે, આ વર્ષે નવા 15 લાખથી વધારે મતદાતાઓ નોંધાયા છે, જેમાં 18-19 વર્ષના 6.5 લાખ મતદાતાઓ હોવાનું જાણવા મળ્યું છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે મંગળવારે રાષ્ટ્રીય મતદારદિવસના એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણીઅધિકારી અનુપમ આનંદે રાજ્યમાં મતદાતાઓ અંગેના આંકડા રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "40 ટકા ફર્સ્ટ ટાઇમ વોટરો મતદારયાદીમાં નોંધાઈ ચૂક્યા છે, પરંતુ અન્ય 60 ટકા હજુ પણ બાકી છે.
અત્યાર સુધી રાજ્યમાં કુલ 10-10.5 લાખ મતદાતાઓની નોંધણી થઈ ચૂકી છે. જ્યારે 16 લાખ મતદાતાઓની નોંધણી બાકી છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












