ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે?
ગુજરાતમાં એક ડિસેમ્બર 2021ના રોજ કોરોનાના 45 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બુધવારે 29 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોનાના નવા 548 કેસ નોંધાયા છે અને ઓમિક્રૉન વૅરિયન્ટના નવા 19 કેસ નોંધાયા છે.
એક દિવસ અગાઉ 28 ડિસેમ્બરે કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર મહિનાના 29 દિવસોમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 45થી વધીને 548 સુધી પહોંચી ગઈ છે. જે છેલ્લા ઘણા સમયથી લગભગ સ્થિર હતી.
કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં આ જ પ્રકારે કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.
ત્યારે હવે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઓમિક્રૉન વૅરિયન્ટ આવ્યા બાદ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે?

ઓમિક્રૉન વૅરિયન્ટ : લોકલ ટ્રાન્સમિશનથી કૉમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ?

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ વાઇરસ કે તેના વૅરિયન્ટ મુખ્ય બે રીતે પ્રસરે છે, લોકલ ટ્રાન્સમિશન અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન.
કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ થતાં સંક્રમણને લોકલ ટ્રાન્સમિશન કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર પ્રસરતા સંક્રમણને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય છે.
IMRCના ડિરેક્ટર ડૉ. કમલેશ સરકારે એપ્રિલ 2020માં બીબીસીના ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “કૉમ્યુનિટી ટ્રાન્સમિશન અને લોકલ ટ્રાન્સમિશનમાં ફેર એ છે કે વધારે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો હોય તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય."
"નાના વર્તુળમાં ઓછા લોકો વચ્ચે લોકલ ટ્રાન્સમિશનથી વાઇરસનો ચેપ ફેલાતો હોય છે.”
ગુજરાતમાં 4 ડિસેમ્બરે કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો.
જેના 25 દિવસ બાદ એટલે કે 29 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 97 પર પહોંચી છે. જે પૈકી 41 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.
રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેટલાક કેસ એવા છે કે જેઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હતા.
આ પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસો લોકલ ટ્રાન્સમિશન અથવા તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે ફેલાયેલા હોઈ શકે.

દેશ અને દુનિયામાં શું છે પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના કેસોની વધી રહેલી સંખ્યાને જાણકારોએ ત્રીજી લહેરની શરૂઆત ગણાવે છે.
બુધવારે ભારતમાં કોરોનાના 9,195 કેસ સામે આવ્યા હતા. જે મંગળવારની સરખામણીએ 44 ટકા વધુ છે.
સરકારી આંકડા પ્રમાણે દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 781 પર પહોંચી છે. જે પૈકી સૌથી વધુ 238 સંક્રમિતો દિલ્હીમાં નોંધાયા છે. જ્યારે 167 કેસો સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે.
ભારતમાં હાલ કોરોનાનાં ઍક્ટિવ કેસની સંખ્યા 77 હજારથી વધારે થઈ ગઈ છે.
તામિલનાડુ, બિહાર, દિલ્હી સહિત મોટાભાગનાં રાજ્યો દ્વારા પ્રતિબંધો લાદવાની સાથે સઘન ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સારવાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
અમેરિકામાં હાલ કોરોનાની બીજી લહેર કરતાં પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે.
ધ ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકામાં રજાઓ વચ્ચે પણ ઓમિક્રૉનના કારણે કોરોના કેસોની સંખ્યા વધી રહી છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે અમેરિકામાં રોજ અઢી લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં 28 ડિસેમ્બરના રોજ અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે.
28 ડિસેમ્બરના રોજ અમેરિકામાં નવા 3,80,751 કેસ નોંધાયા હતા. આ અગાઉ સૌથી વધુ દૈનિક કેસ (2,26,316) 11 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયા હતા.
યુરોપમાં વધી રહેલા ઓમિક્રૉન વૅરિયન્ટના કેસો વચ્ચે મંગળવારે ફ્રાન્સમાં સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે.
ગ્રીસ, પોર્ટુગલ અને ઇંગ્લૅન્ડમાં પણ મંગળવારે રેકર્ડબ્રેક કેસો નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની સાપ્તાહિક કોરોના અપડેટ અનુસાર ગત અઠવાડિયે યુરોપમાં કોરોનાના કેસોની સંખ્યામાં 57 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
જ્યારે આફ્રિકન દેશોમાં 19થી 28 ડિસેમ્બર દરમિયાન 2,74,342 કેસ નોંધાયા હતા, જે તેની પહેલાના અઠવાડિયાની સરખામણીએ 7 ટકા વધુ છે.

સરકાર શું કરી રહી છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ગત ગુરુવારે હાઈ-લેવલ બેઠક યોજી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસોને નિવારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવામાં આવી હતી અને નાતાલ તેમજ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાત સહિત સમગ્ર દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં આ પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોને શોધી કાઢવા માટે ગુજરાત બાયોટેક્નૉલૉજી રિસર્ચ સૅન્ટર દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓના સેમ્પલોનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાતનાં મોટાં શહેરોની સરકારી હૉસ્પિટલોમાં ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને 766 પલંગની સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ ઉપરાંત તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષના યુવાઓને કોરોનાની રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












