આધારને વોટર આઈડી સાથે લિંક કરવાના બિલ પર હોબાળો કેમ, આનાથી શું બદલાશે?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

મંગળવારે, રાજ્યસભામાં ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે આધારને વોટર આઈડી સાથે જોડવામાં આવશે. વિપક્ષના ભારે વિરોધ છતાં આ સુધારેલું બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરી દેવામાં આવ્યું છે.

આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, AFP

સોમવારે કાયદામંત્રી કિરણ રિજિજુ દ્વારા ચૂંટણી અધિનિયમ (સુધારો) બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. માત્ર 20 મિનિટમાં, આ બિલને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ બપોરે 2 : 47 વાગ્યે રજૂ કરવામાં આવ્યું હતું અને 3 : 10 વાગ્યે પસાર થઈ ગયું હતું.

વિપક્ષની માગ હતી કે આ બિલને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે, જ્યાં મત-ઓળખપત્ર સાથે આધારને જોડવું એ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ગોપનીયતાનો ભંગ કરે છે કે કેમ એની તપાસ કરવામાં આવે.

પરંતુ વિરોધના સૂરો વચ્ચે આ બિલ બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે અને હવે રાષ્ટ્રપતિની સહી સાથે સંશોધિત કાયદો બની જશે.

line

આ બિલ શું છે?

આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ 2021 હેઠળ, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 માં 'ચૂંટણી સુધારણા' લાવવા માટે કેટલાક સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આમાં, કુલ ચાર સુધારા સૂચવવામાં આવ્યા છે, જેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ છે આધાર સાથે વોટર આઈડીને જોડવું.

અત્યારે સૌ પહેલાં કોઈ પણ વ્યક્તિ મતદારયાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટેની અરજી લઈને ચૂંટણી નોંધણી-અધિકારી પાસે જાય છે. હવે ચૂંટણીઅધિકારી વ્યક્તિ પાસેથી તેની ઓળખ ચકાસવા માટે આધાર માંગી શકે છે.

નામ પહેલાંથી જ મતદારયાદીમાં હોય તો પણ અધિકારી વ્યક્તિની નોંધણીની ખરાઈ કરવા માટે આધાર નંબર માંગી શકે છે.

જોકે, જો કોઈ વ્યક્તિ આધાર નહીં આપે તો તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં નહીં આવે અને તે વ્યક્તિ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય દસ્તાવેજો અથવા ઓળખપત્ર રજૂ કરી શકે છે.

એટલે કે હવે આધાર મત-ઓળખપત્ર સાથે લિંક થઈ જશે. જેથી તમારી મતદાર યાદીમાં તમારી ઓળખની ખરાઈ તમારી બાયૉમેટ્રિક વિગતો પરથી કરી શકાય.

આ સિવાય બીજો સુધારો મતદાનમથકોનાં પરિસર સાથે સંબંધિત છે. હવે આ પરિસરનો ઉપયોગ મતગણતરી, મતદાન-મશીન અને મતદાન સંબંધિત સામગ્રી રાખવા માટે અને સુરક્ષાદળો અને જવાનોના આવાસ માટે થઈ શકશે.

ત્રીજા સુધારામાં મતદારયાદીમાં નામ નોંધાવવા માટેની લાયકાતની તારીખમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

હાલમાં, કોઈ પણ વર્ષની 1 જાન્યુઆરી પછી 18 વર્ષની વયની થતી હોય તો તે વ્યક્તિએ મતદારયાદીમાં નામ સામેલ કરાવવા માટે આગામી વર્ષની 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડે છે.

હવે મતદારયાદીમાં નામ સામેલ કરવા માટે વર્ષમાં ચાર તારીખો નક્કી કરવામાં આવી છે- 1 જાન્યુઆરી (જે પહેલાં હતી), 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઑક્ટોબર. એટલે કે વર્ષમાં ચાર વખત લોકો મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરી શકશે.

ચોથો સુધારો લિંગ-તટસ્થ શબ્દમાં કરવામાં આવેલા ફેરફારને લગતો છે. સુધારામાં 'પત્ની' શબ્દને બદલે 'જીવનસાથી' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

નવા બિલમાં આ ચાર સુધારા કરવામાં આવ્યા છે. તેમાંથી પહેલો સુધારો એટલે કે મતદાર ઓળખપત્ર સાથે આધાર લિંક કરવાની જોગવાઈ સૌથી મહત્ત્વની છે અને વિરોધપક્ષો અને સામાજિક કાર્યકરો તેનો વિરોધ કરી રહ્યા છે.

line

વિપક્ષનો વિરોધ કેમ?

આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, LOKSABHATV

વિપક્ષનું માનવું છે કે આ બિલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની જરૂર હોઈ, તેને સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે. જેથી ત્યાં તેનાં દરેક પાસાંની ગંભીરતાથી વિગતવાર ચર્ચા કરવામાં આવે.

આ સાથે બિલને જે રીતે પસાર કરવામાં આવ્યું છે તેના પર પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

વિપક્ષો અને કાર્યકરો માને છે કે આવા મહત્ત્વપૂર્ણ બિલને ધ્વનિ મતથી પસાર કરવું યોગ્ય નથી.

આ ધ્વનિ મત પણ જ્યારે વિરોધપક્ષોના સાંસદો વેલમાં ઊભા રહીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે લેવાયો હતો.

લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલ સામે સખત વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે, "અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. તેને સંબંધિત સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરવામાં આવે જેથી તે તેની તપાસ કરી શકે. કારણ કે આ બિલ લોકોની ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે."

"આનાથી સામૂહિક 'ડિસફ્રેન્ચાઇઝમૅન્ટ' એટલે કે મોટા પાયે યાદીમાંથી મતદારોનાં નામ ગાયબ થઈ શકે છે, તેથી અમે તેને સ્થાયી સમિતિમાં મોકલવાની માંગ કરી રહ્યા છીએ."

બીજી તરફ કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે ગૃહમાં આ બિલનો વિરોધ કરતાં કહ્યું, "આધાર એ વ્યક્તિના રહેઠાણનો પુરાવો છે નાગરિકતાનો નહીં અને આપણા દેશમાં માત્ર નાગરિકોને જ મત આપવાનો અધિકાર છે. "

"જો તમે કોઈ પાસેથી મતદાર કાર્ડ માટે આધાર માંગશો તો કોઈ બિન-નાગરિકને પણ મતદાનનો અધિકાર મળી જવાનું જોખમ રહે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ બિલને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન ગણાવતાં કહ્યું કે "આ બિલ આ ગૃહની કાનૂની ક્ષમતાની બહાર છે અને પુટ્ટસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. "

"મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવાથી પુટ્ટસ્વામી કેસમાં વ્યાખ્યાયિત કરાયેલ ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે."

line

સુધારા પાછળ સરકારનો તર્ક

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

લોકસભામાં બિલ રજૂ કરતાં કિરણ રિજિજુએ કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના આધાર અંગેના ચુકાદાને અનુરૂપ છે.

નવા સંશોધનમાં જેની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે તેવા વિવિધ ચૂંટણીસુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. "

આ બિલમાં એક જોગવાઈ હેઠળ મતદારયાદીમાં નવા અરજદાર પાસેથી ઓળખના પુરાવા તરીકે આધાર નંબર માંગી શકાય છે. જોકે તે સ્વૈચ્છિક છે, જો વ્યક્તિ આધાર ન આપવા માગતી હોય તો બીજું ઓળખપત્રક આપી શકે છે.

આધારને મતદારયાદી સાથે લિંક કરવાથી ચૂંટણી ડેટાબેઝની મોટી સમસ્યા હલ થશે. તેનાથી ડેટાનું ડુપ્લિકેશન ઘટશે. ઘણીવાર એક જ વ્યક્તિનું નામ એકથી વધું સ્થળોની મતદાર યાદીમાં જોવા મળે છે.

સરકારનું કહેવું છે કે આ બિલ અચાનક લાવવામાં આવ્યું નથી, પરંતુ ભૂતકાળમાં વિરોધપક્ષો દ્વારા તેના પર ચર્ચા કરવામાં આવી છે.

line

'મોટા પાયા પર મતદારોનાં નામ કાઢી નાખવાનો ડર'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સરકાર ભલે કહેતી હોય કે આ સુધારો સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર છે અને તેનાથી ભવિષ્યમાં મતદાર ડેટાબેઝમાં સુધારો થશે, પરંતુ નિષ્ણાતો આ અંગે સરકારથી અલગ મત ધરાવે છે.

બીબીસી સાથે વાત કરતાં ઍસોસિયેશન ઑફ ડેમૉક્રેટિક રિફોર્મના વડા મેજર જનરલ અનિલ વર્મા કહે છે, "મતદાર યાદીમાં ડુપ્લિકેશનની સમસ્યા છે તે વાત ખરી છે. પરંતુ આ બિલને અચાનક લાવવું અને તેને બંને ગૃહોમાં પસાર કરવું એ મુશ્કેલીમાં વધારો કરે એવું છે. જેની સાથે હું સંમત નથી."

"સૌથી મોટો ખતરો સામૂહિક ડિફ્રેંચાઈઝમૅન્ટ અર્થાત્ કે મોટા સ્તરે મતદારયાદીમાંથી સામાન્ય લોકોનાં નામ હઠી જાય એનો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આધાર પર ચુકાદો આપ્યો ત્યારે મતદાર ઓળખપત્ર અને આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું નહોતું. કારણ કે સરકારે તો તેને વર્ષ 2015થી જ લિંક કરવાનું શરૂ કરી દીધું હતું, જે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બંધ થઈ ગયું હતું. યુઆઈડીએઆઈએ પોતે સ્વીકાર્યું છે કે આધારના ડેટાબેઝમાં ભારે ખામીઓ છે.

વિપક્ષના નેતા અધીર રંજને પણ સામૂહિક નિષ્કાસન અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જનરલ અનિલ વર્મા તેને ઉદાહરણ સાથે સમજાવે છે, "વર્ષ 2018માં આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ચૂંટણીઓ યોજાઈ હતી અને અહી મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું કામ પહેલાથી શરૂ થઈ ગયું હતું. પરંતુ જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે બંને રાજ્યોમાં લગભગ 50 લાખ લોકોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ હતાં અને તેઓ મતદાન કરી શક્યા ન હતા.''

તે જ વર્ષે, તેલંગાણાના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે આ લિંકિંગ માટે એક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બની શકે કે તેના કારણે મતદારોનાં નામ ગાયબ થઈ ગયાં હોય.

line

'બિલ કોર્ટના નિર્ણયને અનુરૂપ નથી'

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

બીબીસી સાથે વાત કરતાં જાણીતા વકીલ અને 'ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન'ના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અપાર ગુપ્તા કહે છે, "કાનૂનમંત્રીનો ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ પુટ્ટસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુરૂપ હોવાનો મત ખોટો છે. સરકારે તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા આપ્યા નથી."

"સરકાર કહી રહી છે કે આ બિલ લાવવાનો હેતુ મતદાર યાદીને વધુ સારી અને સચોટ બનાવવાનો છે, પરંતુ આ માટે, રહેઠાણના પુરાવા એવા આધારને નાગરિકતાના પુરાવા તરીકે તૈયાર કરાયેલા મતદાન ઓળખપત્ર સાથે જોડી રહી છે. આ બંનેને જોડવાથી ખામીયુક્ત ડેટાબેઝ તૈયાર થશે.''

"આપણે ભૂતકાળમાં જોયું છે કે જે રાજ્યોમાં ચૂંટણીમાં તેને લિંક કરવામાં આવ્યાં ત્યાં કેવા પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. તેલંગાણાની ચૂંટણીમાં મતદાર-ઓળખપત્ર સાથે આધાર લિંક કરવાથી લાખો લોકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયાં હતાં અને તેઓ તેમના મત આપવાના અધિકારનો પણ ઉપયોગ નહોતા કરી શક્યા."

line

'મતદારોની રાજકીય પ્રોફાઇલિંગનો ડર'

આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક નિષ્ણાતો માને છે કે જો આધાર અને મતદાર-ઓળખપત્રને જોડવામાં આવે તો શક્ય છે કે રાજકીય પક્ષો મતદારોની પ્રોફાઇલિંગ કરે.

જેમ કે તેઓ કયા પ્રદેશમાંથી આવે છે, ધર્મ, જાતિ અને તેઓ કયા પક્ષ તરફ વલણ ધરાવે છે વગેરે. તેનાથી પક્ષોને તેમના ચૂંટણી આયોજનમાં મદદ મળશે.

અપાર ગુપ્તા ભૂતકાળની આવી જ એક ઘટના વિશે કહે છે, "પુડુચેરીમાં આ આધાર અને મતદાર ઓળખપત્રના જોડાણને કારણે રાજકીય પ્રોફાઇલિંગ પણ સામે આવી હતી, જે પછી મદ્રાસ હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો."

તમને જણાવી દઈએ કે, પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો ડેટા લીક થયો હતો અને પક્ષોએ વૉટ્સઍપ ગ્રૂપમાં જોડાવા માટે મતદારોના એ નંબર પર લિંક મોકલવાનું શરૂ કરી દીધું હતું.

એ પછી, મદ્રાસ હાઈકોર્ટે યુઆઈડીએઆઈને છ અઠવાડિયાંનો સમય આપીને બધું સરખુ કરવા કહ્યું હતું.

અપાર ગુપ્તાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે આધારનો ઉપયોગ લાભકારી યોજનાઓ માટે કરવો અને તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત રાખવો.

આધાર અધિનિયમમાં પણ તેને મફત રૅશન આપવા જેવી લોકકલ્યાણકારી સેવાઓ માટે જ બતાવવામાં આવ્યો છે.

જનરલ અનિલ વર્મા અપાર ગુપ્તા સાથે સહમત થતાં કહે છે, "સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બૅન્ક એકાઉન્ટ અથવા મોબાઇલ નંબર સાથે આધાર લિંક કરવું ફરજિયાત નથી, જ્યારે સરકારની એવી મંશા હતી."

"વર્ષ 2019માં, એવું જાણવા મળ્યું હતું કે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં સાત કરોડ મતદારોનો ડેટા લીક થયો હતો અને તેલુગુ દેશમ્ પાર્ટીએ આ ડેટાનો ઉપયોગ કરીને રાજકીય પ્રોફાઇલિંગ કર્યું હતું અને ચૂંટણીરણનીતિ તૈયાર કરી હતી. હવે લિંક થવાથી ચૂંટણીપંચ પાસે જે ડેટાબેઝ રહેશે તેને રાજકીય પક્ષો સરળતાથી મેળવી લેશે.''

line

'તેની ચૂંટણી પર અસર પડશે'

આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

અપાર ગુપ્તા માને છે કે જો ભૂતકાળનાં ઉદાહરણને જોવા જઈએ અને જો યાદીમાંથી મતદારોનાં નામ ગાયબ થશે તો તેની અસર આગામી ચૂંટણીઓ પર પડશે.

તેઓ કહે છે, "મતદારયાદીમાં મતદારોની નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે તો, મતદારો માટે નોંધણી કરાવવાનું મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો નોંધણી કરાવી શકતા નથી."

"વર્ષ 2019 માં નેશનલ ઇકૉનૉમિક સર્વેનો અહેવાલ દર્શાવે છે કે આધાર સાથે જોડાયેલી યોજનાઓ, રૅશન અને પીડીએસના લાભોથી ઓછામાં ઓછા 12 ટકા પાત્ર લાભાર્થીઓ વંચિત રહી જાય છે."

"કલ્પના કરો કે લઘુમતીઓ સહિત ગરીબ અને સામાજિક રીતે પછાત લોકો આ નવી જોગવાઈ પ્રમાણે મતદાન ન કરી શકે, તો તેની કોઈ પણ રાજ્ય, વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીને અસર થાય. સામાન્ય રીતે, વિજેતા ઉમેદવાર અને બીજા નંબરે આવેલા ઉમેદવાર વચ્ચે મતોનો તફાવત માત્ર 2-4% જેટલો જ હોય છે, જો લાખો લોકોનાં નામ ચૂંટણીયાદીમાંથી બાકાત કરવામાં આવે તો તેની અસર દેશ અને રાજ્યની ચૂંટણીઓ પર ચોક્કસ પડશે.''

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો