You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ચાલુ, પણ તમામ પડકારો માટે તૈયારઃ વાયુ સેનાપ્રમુખ - BBC Top News
ભારતીય વાયુ સેનાના પ્રમુખ ઍર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ રવિવારે હૈદરાબાદમાં કહ્યું કે, પૂર્વ લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ચાલુ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, "તણાવ હજુ પણ ચાલુ છે. પૂર્વ લદ્દાખમાં કેટલીક જગ્યાઓ પર સૈન્યની ટુકડીઓ પાછી હઠી છે, પરંતુ અત્યાર સુધી સંપૂર્ણ રીતે પાછળ હઠવાનું બાકી છે."
તેમણે વધુમાં કહ્યું કે, "હું આ વિષય પર વિસ્તારમાં વાત નથી કરવા માંગતો, પરંતુ આટલું કહેવું યોગ્ય છે કે અમે આ ક્ષેત્રમાં તૈનાત છીએ અને અહીં ઉદ્ભવી શકે તેવા તમામ પડકારો માટે તૈયાર છીએ."
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ ક્ષેત્રમાં સેનાના જવાનોની ઉપસ્થિતિ ગત વર્ષનાં એપ્રિલ મહિના જેટલી જ છે.
તમિલનાડુમાં થયેલી હૅલિકૉપ્ટર દુર્ઘટના અંગે તેમણે કહ્યું,"કોર્ટ ઑફ ઇન્કવાયરી ચાલી રહી છે. વરિષ્ઠ અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. આ દુર્ઘટના ખરેખર ક્યા કારણોસર ઘટી છે, તે તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સામે આવશે."
ભારતીય વાયુ સેના પ્રમુખ ઍર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ રવિવારે હૈદરાબાદમાં કહ્યું કે, પૂર્વ લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ ચાલુ છે.
Marriageable age : '18 વર્ષે વ્યક્તિ જાતીય સંબંધો અને લિવ-ઇન પાર્ટનરશિપ માટે સંમતિ આપી શકે પણ લગ્ન ન કરી શકે?' : ઓવૈસી
હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મહિલાઓ માટે લગ્નની લઘુતમ કાયદેસર વય વધારવાની દરખાસ્ત પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ટ્વીટનો મારો કરતાં ઓવૈસીએ કહ્યું કે મહિલાઓ માટે લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર પાસેથી "સામાન્ય અપેક્ષિત પિતૃત્વવાદ છે".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે અભિપ્રાય આપ્યો કે "છોકરા અને છોકરીઓ બંનેને 18 વર્ષની ઉંમરે કાયદેસર રીતે લગ્ન કરવાની મંજૂરી હોવી જોઈએ. આ વયને અન્ય તમામ હેતુઓ માટે કાયદા દ્વારા પુખ્ત વય તરીકે ગણવામાં આવે છે."
ઓવૈસીએ ટ્વીટ કર્યું હતું, "તેઓ જાતીય સંબંધો અને લિવ-ઇન પાર્ટનરશિપ માટે સંમતિ આપી શકે છે પરંતુ તેમનાં જીવનસાથી પસંદ કરી શકતાં નથી? એકદમ વિચિત્ર."
તેમણે ટ્વીટમાં સવાલ કર્યો કે '18 વર્ષની વયે પુરુષો અને મહિલાઓ વડા પ્રધાન, સાંસદો અને ધારાસભ્યો ચૂંટી શકે પરંતુ લગ્ન ન કરી શકે?'
તેમણે દલીલ કરી હતી કે યુ.એસ.નાં ઘણાં રાજ્યોમાં લગ્નની વય 14 વર્ષ અને યુકે અને કૅનેડામાં 16 વર્ષની છે અને આ રાષ્ટ્રોએ યુવાનોના માનવ વિકાસમાં સુધારો કર્યો છે જેથી તેઓ "મનસ્વીપણે વય પ્રતિબંધોને બદલે સચેત નિર્ણયો લઈ શકે."
ઓવૈસીએ લખ્યું છે કે ''તેનાથી વિપરીત, મોદી સરકાર મોહલ્લા અંકલની જેમ વર્તે છે. આપણે શું ખાઈએ છીએ, ક્યારે લગ્ન કરીએ છીએ, આપણે કયા ભગવાનની પૂજા કરીએ છીએ, વગેરે નક્કી કરે છે."
તેમણે ઉમેર્યું, "યુવાનો સાથે કાયમ માટે બાળકો તરીકેનો વર્તાવ કરવાનું બંધ કરવાનો આ સમય છે. તેમને પોતાના માટે વિચારવા અને નિર્ણય લેવાનો અવકાશ આપવો જોઈએ."
પંજાબ ચૂંટણીમાં ભાજપ-કૅપ્ટનનું ગઠબંધન
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે કહ્યું કે ભાજપ કૅપ્ટન અમરિંદરસિંહની પંજાબ લોક કૉંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. નવી દિલ્હીમાં પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી સાથેની બેઠક બાદ તેમણે આ જાહેરાત કરી હતી.
કઈ પાર્ટીને ભાગે કેટલી સીટો જશે અને મુખ્ય મંત્રીનો ચહેરો કોણ હશે તેવા પ્રશ્નોના જવાબ ભાજપ પ્રભારીએ 'ટૂંક સમયમાં આપીશું' કહીને તેમણે કહ્યુ હતું કે "અમારી કૉંગ્રેસ, અકાલી કે AAPથી કોઈ સ્પર્ધા નથી. અમે 101 ટકા જીતીશું,"
ગઠબંધન પર મહોર લગાવ્યા પછી તરત જ કૅપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે તેઓ મંગળવારે તેમના ગૃહ જિલ્લા પટિયાલાના રાજપુરા ખાતે એક રેલીનું આયોજન કરીને ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે. ત્યારબાદ કૅપ્ટન લુધિયાણામાં રેલી કરશે.
પંજાબમાં ભાજપના ગઠબંધનના ત્રીજા સાથી એસ.એસ. ઢીંડસા છે. બેઠકોના સમીકરણ વિશે કૅપ્ટન અમરિંદરસિંહે કહ્યું, 'અમે ત્રણ પક્ષો જીતી શકાય તેવા ઉમેદવારો ક્યા રાખી શકીએ તે વિચાર સાથે હું એક યાદી બનાવીશ અને પછી ફરી બેઠક કરીશું.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો