You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રનૌત : 'પદ્મશ્રી તો ખૂબ નાનો લાગે, મૅડમને 'ભારતરત્ન' આપી દો'- સોશિયલ
એક ખાનગી ચૅનલના કાર્યક્રમ દરમિયાન બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક વિવાદિત નિવેદન આપી દીધું હતું. કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે "દેશને અસલી સ્વતંત્રતા વર્ષ 2014માં મળી છે."
તેમના પ્રમાણે, "1947માં ભારતને સ્વતંત્રતા નહીં ભીખ મળી હતી."
કંગના રનૌતના આ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે.
રાજકીય નેતાઓથી માંડીને કલાકારો અને સામાન્ય જનતા લોકો કંગના રનૌત વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યા છે.
કંગનાના નિવેદન પર લોકોની પ્રતિક્રિયા
કંગના રનૌતના આ નિવેદન પર ફિલ્મમૅકર વિનોદ કાપરીએ કહ્યું છે, "સન્માનિત નરેન્દ્ર મોદીજી. હવે સરકારની આ મનપસંદ અભિનેત્રીએ કહી જ દીધું છે કે ભારતને સ્વતંત્રતા તમને સત્તા મળ્યા બાદ 2014માં મળી છે, તો હવે એ સાથે મોદી સરકાર આ મનપસંદ અભિનેત્રીને 'ભારતરત્ન' પણ આપી જ દે. મૅડમના ટેલેન્ટની આગળ "પદ્મશ્રી" તો ખૂબ નાનો લાગી રહ્યો છે."
આ તરફ એનસીપીના નેતા નવાબ મલિકે કંગના રનૌતને મળેલા પદ્મશ્રીને પરત લેવાની માગ કરી છે.
તેમણે કહ્યું, "અમે કંગના રનૌતના નિવેદનની નિંદા કરીએ છીએ. તેમણે આપણા સ્વતંત્રતાસેનાનીઓનું અપમાન કર્યું છે. કેન્દ્રએ કંગના રનૌત પાસેથી પદ્મશ્રી પરત લઈ લેવો જોઈએ અને તેમની ધરપકડ કરવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસના ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે, "કંગના રનૌતે સ્વતંત્રતાસેનાનીઓનું, બંધારણનું અપમાન કર્યું છે. અમારી માગ છે કે તેમની પાસેથી તાત્કાલિક ધોરણે પદ્મશ્રી પરત લેવામાં આવે."
લેખિકા સબા નક્વીએ ટ્વીટ કરીને કહ્યું, "દેશભક્તિ મામલે કંગના રનૌતનું જે સ્ટાન્ડર્ડ છે તેના માટે તેમની પાસેથી રાષ્ટ્રીય સન્માન પરત લઈ લેવું જોઈએ. તેઓ પબ્લિસિટી માટે કંઈ પણ કરે છે અને તેમણે નેશનલ મુવમેન્ટના હીરોનું અપમાન કર્યું છે."
સુધીરન કુલકર્ણી નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "કંગના રનૌતે વધુ એક કારણ આપી દીધું છે જેના માટે ભાજપને 2024માં ઉખાડીને ફેંકી દેવો જોઈએ. જેમને 1947માં ભારતની સિદ્ધિનો કોઈ ગર્વ નથી અને તેઓ એવું માને છે કે સ્વતંત્રતા 2014માં મળી, તેમને મહાન દેશ ચલાવવાનો કોઈ અધિકાર નથી."
કેટલાક લોકો રમૂજી ટ્વીટ કરીને કંગનાની મજાક પણ ઉડાવી રહ્યા છે.
અમોલ ગુપ્તાએ આ ટ્વીટ કરીને કંગના અને તેમના નિવેદનની મજાક ઉડાવી હતી.
તો બૉબી નામના ટ્વિટર યૂઝર લખે છે, "જો કંગના સમયને પાછળ કરી શકતાં હોત તો આવું થતું."
બેસુરા તાનસેન નામના ટ્વિટર હેન્ડલ પરથી આવું ટ્વીટ કરાયું છે.
રાહુલ અગ્રવાલ નામના ટ્વિટર યૂઝરે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરનો ઉપયોગ કરી મજાક કરી હતી.
રોશન હદતે કાર્ટૂનના માધ્યમથી મજાક કરતાં કહ્યું, "તો શું હવે 15 ઑગસ્ટને બદલે 26 મેના રોજ સ્વતંત્રતાદિવસ ઊજવવા લાગીએ?"
કંગના રનૌત અને વિવાદ
17 વર્ષની ઉંમરે 'ગૅંગસ્ટર' જેવી ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારાં કંગના રનૌતે ક્વીન અને તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મોથી બોલીવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.
ત્રણ નેશનલ ઍવૉર્ડ સહિત કૉમર્શિયલ ફિલ્મોમાં તેમની કારકિર્દી સારી રહી છે.
તેઓ નેપોટિઝમથી માંડીને બોલીવૂડ માફિયા જેવા મુદ્દે વાતો કરતાં રહ્યાં છે.
કંગનાએ ગત વર્ષે પોતાના ટ્વીટમાં મુંબઈની સરખામણી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સાથે કરી હતી, જેના પર ખૂબ હોબાળો થયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની વિચારધારાનો તેઓ ખુલ્લેઆમ સમર્થન કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો