You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરપ્રદેશ ચૂંટણી : પ્રિયંકા ગાંધીનો યોગી આદિત્યનાથ સામે મહિલા મોરચો, કૉંગ્રેસ 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે
- લેેખક, અનંત ઝણાણે
- પદ, લખનૌથી બીબીસી માટે
કૉંગ્રેસનાં મહાસચિવ અને ઉત્તર પ્રદેશની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનો ચહેરો બની રહેલાં પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં 40 ટકા ટિકિટો મહિલાઓને આપવાનું એલાન કર્યું છે.
લખનૌમાં પાર્ટીની ઑફિસમાં પત્રકારપરિષદમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "અમારી પહેલી પ્રતિજ્ઞા હતી કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મહિલાઓ સંપૂર્ણ ભાગીદાર બનશે."
મંગળવારે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસના સોશિયલ મીડિયા પર પણ આ એલાનનો સંકેત આપ્યો.
યુપી કૉંગ્રેસે ટ્વિટ કર્યું, "હાં, વો ભારત કી નારી હૈ, જુલમ-અત્યાચાર પર ભારી હૈ."
એ સાથે જ કૉંગ્રેસે "લડકીહુંલડસકતીહું" અને "40KiShakti" નામે નવા હૅશટેગ પણ જાહેર કર્યાં.
યુપી કૉંગ્રેસની ઑફિસ પર પણ 'લડકી હું લડ સકતી હું'ના પોસ્ટર જોવાં મળ્યાં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દાયકાથી રાજ્યમાં કૉંગ્રેસ પાર્ટીની ભાજપ, સપા, બસપા જેવી જ્ઞાતિ આધારિત વૉટબૅન્ક નથી.
વિશ્લેષકોનું માનવું છે કે આ કમીને દૂર કરવા માટે પ્રિયંકા ગાંધીએ સાહસિક પગલું ભર્યું છે અને તેઓ કૉંગ્રેસ માટે મહિલા વૉટબૅન્ક ઊભી કરવાની કોશિશ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પ્રિયંકા ગાંધી ખૂબ સક્રિય છે અને આક્રમક અભિગમ દાખવી રહ્યાં છે.
તાજેતરમાં લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાખવાને મુદ્દે તેમણે કેન્દ્રીયમંત્રી અજય મિશ્રના પુત્રની ધરપકડ માટે આંદોલન કર્યું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્રમાં એક મોટી ચૂંટણીસભા કરી તેમને પણ પડકાર ફેંક્યો છે.
કૉંગ્રેસને ફાયદો થશે?
યુપીના રાજકારણ પર નજર રાખનારા લોકોનું માનવું છે કે આ બધાને લીધે કદાચ એક હદ સુધી પ્રિયંકા ગાંધીની રાજકીય છબિ વિપક્ષના અન્ય નેતાઓ કરતાં વધુ ઊપસી છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આનાથી કૉંગ્રેસને યુપીમાં કોઈ ફાયદો થશે ખરો?
શરત પ્રધાન કહે છે, "પ્રિયંકા પાસે સંગઠન નથી, પણ તેઓ એકલાં ચાલી નીકળ્યાં છે. જેની પાસે કૅડર છે, તેઓ ઘરમાં બેઠા છે. અખિલેશ યાદવે પોતાને ઘરની બહાર કોર્ટ અરેસ્ટ કરાવીને ઔપચારિકતા નિભાવી છે."
"ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટી પાસે મજબૂત સંગઠન નથી, પરંતુ જો સંગઠન હોત તો પ્રિયંકાના એક સપ્તાહની મહેનતની અસર કદાચ કંઈક અલગ જ હોત."
ભાજપ પર શું અસર થશે?
પ્રિયંકા ગાંધીને ગત એક સપ્તાહમાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મહત્ત્વ મળ્યું છે, ખાસ કરીને મીડિયાથી અને રાજ્ય પ્રશાસનથી પણ. એવામાં એક સવાલ એ થઈ રહ્યો છે કે શું તેમની સક્રિયતાનો લાભ ભાજપને તો નહીં મળે ને, કેમ કે એ માનવામાં આવે છે કે કૉંગ્રેસ મજબૂત થશે તો એ સમાજવાદી પાર્ટીના જ મત કાપશે.
કૉંગ્રેસની વોટબૅન્ક જો વધશે તો એ ભાજપમાં ભંગાણને કારણે નહીં પણ ભાજપના વિરોધીઓના મત કપાવાને કારણે વધશે. ભાજપના વોટરોમાં કોઈ ભંગાણ પડે એવી શક્યતા બહુ ઓછી છે.
આ અંગે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધી કહે છે, "બની શકે કે ભાજપની એ રણનીતિ હોય કે મતદારોમાં વિભાજન પેદા કરાય. પરંતુ અમારી પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે કે વાસ્તવિક સ્તરે મજબૂતી હાંસલ કરવામાં આવે."
"વર્તમાન સમયમાં ભાજપને કોઈ પડકાર મળી રહ્યો હોય તો એ માત્ર સમાજવાદી પાર્ટી જ છે. તમે પંચાયત ચૂંટણીનાં પરિણામો જોઈ લો."
પ્રિયંકા ગાંધીની સક્રિયતાને અબ્દુલ હફીઝ ગાંધી બહુ મહત્ત્વ આપતા નથી.
તેઓ કહે છે, "લોકો તેમની રાજકીય સક્રિયતા અંગે જાણે છે, તે દિલ્હીથી આવે છે અને કેટલાક દિવસોમાં ફરી પાછી જતી રહે છે, તમે છેલ્લાં બે વર્ષની તેમની નિષ્ક્રિયતા જોઈ લો. આમ પણ તેમની સક્રિયતાની બહુ અસર થશે તો એ શહેરી ક્ષેત્રની સીટો પર જ થશે."
પ્રિયંકા ગાંધી આમ પણ છેલ્લાં વર્ષોમાં બહુ સક્રિય રહ્યાં નથી, પરંતુ તેમને પણ ખબર છે કે હવે બહુ મોડું કરાય તેમ નથી.
2024માં નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે તેમણે પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કોઈ પણ ભાગે મજબૂત કરવી પડશે. એટલા માટે તેઓ એક સ્ટ્રીટ ફાઇટર જેવી છબિ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો