વિજય રૂપાણીનું રાજીનામું : રાજકીય ભવિષ્ય શું હશે? હવે કયું પદ મળી શકે?

છેલ્લા અઢી દાયકાથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. વિજય રૂપાણી પછી એમની મુખ્ય મંત્રીની ખુરશી પર કોણ બેસશે, એ સવાલની સાથે જ બીજો સવાલ પુછાઈ રહ્યો છે કે વિજય રૂપાણીનું હવે શું થશે?

આ અગાઉ ગુજરાતમાં પાટીદારોના આંદોલન પછી ભાજપ સરકાર પર દબાણ હતું, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું.

એ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે નીતિન પટેલ સહિત અનેક નામો ચર્ચામાં હોવા છતાં વિજય રૂપાણીની પસંદગી કરી હતી.

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Vijay Rupani FB

વિજય રૂપાણી નરેન્દ્ર મોદીના નિકટના નેતા રહ્યા છે અને તેમના પર સતત આરોપ લાગતો રહ્યો છે કે તેમની સરકારનું રિમોટકંટ્રોલ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે છે.

2022માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એ પહેલાં ગુજરાતમાં મુખ્ય મંત્રીના પરિવર્તનની અટકળો ચાલી રહી હતી અને આખરે એ અટકળોનો અંત આવ્યો છે.

line

વિજય રૂપાણીને કેમ હઠાવાયા?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે ભાજપને કદાચ એવું લાગ્યું છે કે રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી જીતી શકાશે નહીં.

તેઓ કહે છે કે વિજય રૂપાણી એક સરળ વ્યક્તિ છે અને તેમના પર એવા કોઈ આરોપ પણ નહોતા કે તેમણે રાજીનામું આપવું પડે.

જગદીશ આચાર્ય માને છે કે આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી ગુજરાતમાં થઈ અને પાટીદારોનો એક વર્ગ આપ સાથે જોડાયો તેને જોતાં ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે.

તેઓ કહે છે કે, "ભાજપે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તા સાચવી રાખવી હોય તો પાટીદારોને ખુશ રાખવા પડે."

"અત્યારે પ્રદેશના પ્રમુખ અને મુખ્ય મંત્રી બંને પદે કોઈ પાટીદાર નથી. એટલે વિજય રૂપાણીના હાથમાંથી મુખ્ય મંત્રીનું પદ ગયું છે."

વરિષ્ઠ પત્રકાર ડૉ. ધીમંત પુરોહિત જણાવે છે કે "વિજય રૂપાણીને જે કારણે ગુજરાતના મુખ્ય મંત્રીના પદ પરથી હઠાવાયા, તેનાથી સમજી શકાય કે આગળ શું થઈ શકે છે."

પુરોહિત ઉમેરે છે કે, "કહેવાય છે કે વિજય રૂપાણી બહુ સારા માણસ છે, પરંતુ મુખ્ય મંત્રી તરીકે સારા માણસની જ નહીં એક સારા વહીવટકર્તાની પણ જરૂર હોય છે."

"તેમના કાર્યકાળ વિશે એ વાત ચર્ચામાં હંમેશાં રહી કે તેમનું સરકારી અધિકારીઓ, મંત્રાલયો, પાર્ટી અને કાર્યકરો કોઈના પર નિયંત્રણ નહોતું."

પુરોહિત પણ કહે છે કે ગુજરાતમાં રૂપાણીની પકડ જે રીતે ઢીલી હતી અને તેમણે ખુરશી ગુમાવી તેને જોતાં એમ નથી લાગતું કે તેમને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ મળી શકશે.

ભાજપ પર નજર રાખતાં દિલ્હીમાં સ્થિત રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી આ વાતથી સહમત નથી.

line

વિજય રૂપાણી માટે આગળ શું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બે વખત ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂકેલા અને નરેન્દ્ર મોદીના નિકટના વિજય રૂપાણીનું રાજકીય ભવિષ્ય શું હોઈ શકે છે?

શું વિજય રૂપાણીને ગુજરાત ભાજપના સંગઠનમાં કોઈ જવાબદારી સોંપવામાં આવશે કે પછી તેમને કેન્દ્ર સરકારમાં કોઈ પદ આપવામાં આવશે?

નીરજા ચૌધરી કહે છે કે, "વિજય રૂપાણી ભલે ગુજરાતમાં પોતાની જાતને એક સશક્ત વહીવટકર્તા સાબિત ન કરી શક્યા હોય, પણ રાજ્યમાં શાસન ચલાવવું અને કેન્દ્રમાં મંત્રાલય ચલાવવું એ અલગઅલગ વાતો છે."

"તેમને ફેસ-સેવિંગ માટે પાર્ટી કેન્દ્ર સરકારમાં જગ્યા આપી શકે છે, કારણ કે ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના મજબૂત નેતૃત્વ હેઠળ સીધું કામ કરવાનું આવે."

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે "વિજય રૂપાણીને ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકેનો અનુભવ છે, તેને જોતાં બની શકે કે તેમને કેન્દ્ર સરકારમાં કોઈ જવાબદારી સોંપવામાં આવે."

તેઓ માને છે કે "વિજય રૂપાણીને ગુજરાત ભાજપના સંગઠનમાં કોઈ જવાબદારી સોંપવામાં આવે તો એ રસ્તો સરળ તો નહીં જ રહે."

આનું કારણ જણાવતાં જગદીશ આચાર્ય કહે છે કે "રાજકીય રીતે અનુભવી માણસ છે, પરંતુ રાજકોટની બહાર તેમને બહુ સમર્થન મળતું હોય એવું નથી."

જગદીશ આચાર્ય કહે છે કે "ભાજપની જે સ્ટાઇલ છે, તેમાં ક્યારે શું થાય એ કહી ન શકાય. વિજય રૂપાણીને શું જવાબદારી સોંપાશે, એ અંગે ભાજપ સરપ્રાઇઝ આપે તો આશ્ચર્ય ન થવું જોઈએ."

રૂપાણીને ભાજપમાં ગુજરાતની બહાર રાષ્ટ્રીય સ્તરે કોઈ જવાબદારી સોંપવામાં આવી શકે?

જગદીશ આચાર્ય આ સવાલના જવાબમાં કહે છે કે, "એક રીતે જોઈએ તો ગોરધન ઝડફિયાને બિહાર રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ શું થયું? આ પ્રકારની જવાબદારીથી નેતાઓને મોટો રાજકીય લાભ દેખાતો નથી હોતો."

line

વિજય રૂપાણીને રાજ્યપાલનું પદ મળી શકે?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Vijay Rupani FB

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણી

ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે પણ આ રીતે જ ચૂંટણીના એક વર્ષ પહેલાં મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું આપ્યું હતું, જોકે ત્યાર બાદ તેમની નિમણૂક રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી.

જગદીશ આચાર્ય કહે છે કે "રાજ્યપાલ તરીકે વિજય રૂપાણીને કોઈ રાજ્યમાં મોકલવામાં આવે, તે માટે તેમની ઉંમર નાની છે."

"રાજ્યપાલ બન્યા પછી રાજકીય કારકિર્દીમાં કંઈ બચે નહીં, એટલે તેમને રાજ્યપાલ બનાવે, તેની સંભાવના ઓછી લાગે છે."

જોકે આચાર્ય એવું પણ માને છે કે વિજય રૂપાણીએ જે રીતે શાંતિથી પદ છોડી દીધું, તેના બદલામાં તેમને ભાજપ પુરસ્કારરૂપે ફેસ-સેવિંગ માટે કેન્દ્ર સરકારમાં કોઈ પદ આપી શકે છે.

બીજી તરફ ધીમંત પુરોહિતે માને છે કે ફેસ-સેવિંગ માટે હવે વિજય રૂપાણીને ભાજપની કેન્દ્રીય ટીમમાં જગ્યા અપાઈ શકે છે.

વિજય રૂપાણીએ પણ પત્રકારપરિષદમાં કહ્યું છે કે પાર્ટી સંગઠનમાં જવાબદારી સોંપાવમાં આવશે, તો તેઓ સ્વીકારશે.

ધીમંત પુરોહિત કહે છે કે "ગુજરાત ભાજપમાં તો વિજય રૂપાણીનું ત્યાં સુધી સ્થાન મજબૂત નથી દેખાતું, જ્યાં સુધી સી. આર. પાટીલ પ્રદેશપ્રમુખના પદ પર છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો