જ્યારે અમિત ચાવડાએ કર્યો હતો વિજય રૂપાણીના રાજીનામાનો ઇશારો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાજ્યની રાજનીતિમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા સાથે હલચલ મચી ગઈ છે.
શુક્રવારે અમિત શાહની ગુજરાતની મુલાકાત બાદ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સરદારધામના વર્ચ્યુઅલ ઉદ્ઘાટનમાં હાજરી આપનાર વિજય રૂપાણી ગણતરીના કલાકમાં જ રાજભવન પહોંચ્યા અને રાજીનામું આપી દીધું.
વિજય રૂપાણીએ રાજીનામું આપતાં કહ્યું કે, "હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા એક પાર્ટીના કાર્યકરને ગુજરાતના મુખ્ય મંત્રીપદની મહત્ત્વની કામગીરી સોંપી. મુખ્ય મંત્રી દરમિયાન મારા કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું."

ઇમેજ સ્રોત, Amit Chavda FB
તો શું ચૂંટણી અગાઉ રાજીનામું આપવા અંગે સંગઠનનું દબાણ હતું એ સવાલ બાબતે વિજય રૂપાણીએ પત્રકારપરિષદમાં કહ્યું કે, "મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. સંગઠન સામે કોઈ તકરાર નથી. સંગઠન સર્વોપરી છે."
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, "ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીનું રાજીનામું એ એક રિમોટ કન્ટ્રોલ રાજકારણ ખતમ થાય છે. બે રિમોટથી ચાલતી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજીનામુ ધરી દીધું છે અને તેઓ બલિનો બકરો બની ગયા છે."
"કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા અને બેરોજગારીને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. સી.આર.પાટીલ ગુનેગાર સરકાર ચલાવશે."
એમણે આખી સરકાર બરખાસ્ત કરી નવો જનાદેશ લાવવો જોઈએ એવી માગણી પણ કરી.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, "ગુજરાતમાં ભાજપની નિષ્ફળતાનું ઠીકરું વિજય રૂપાણી પર ફોડવામાં આવ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'વિજય રૂપાણી જાય છે' એવી ચર્ચા ગુજરાતમાં તેમની નાટ્યાત્મક રીતે મુખ્ય મંત્રીપદે નિયુક્તિ થઈ ત્યારથી અનેક વાર થઈ ચૂકી છે.
જોકે, આ વખત વિજય રૂપાણીના રાજીનામાનો તખ્તો ઘડાઈ રહ્યો છે એનો મજબૂત ઇશારો અન્ય કોઈએ નહીં પરંતુ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મહિના અગાઉ જ આપી દીધો હતો.

અમિત ચાવડાનો રૂપાણીના રાજીનામાનો ઇશારો

ઇમેજ સ્રોત, TWITTER/CMO GUJARAT
ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બનાવાની શરૂઆત આમ તો સી. આર. પાટીલની ભાજપના અધ્યક્ષપદે નિમણૂકથી જ થઈ ગઈ હતી, પરંતુ વિજય રૂપાણી મુખ્ય મંત્રીપદે પાંચ વર્ષ પૂર્ણ કરે તે અગાઉ ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુભવી રત્નાકરની નિમણૂક કરવામાં આવી હતી.
વરિષ્ઠ નેતા અને આગામી મુખ્ય મંત્રી તરીકે પણ જેમનું નામ લેવાય છે તે ભીખુભાઈ દલસાણિયાએ રત્નાકરને અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી તરફ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીવાળી સરકારને પાંચ વર્ષ થવા પર સરકારે સુશાસનદિવસની ઉજવણી જાહેર કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું, "પાંચ વર્ષ, આપણી સરકારના - સૌના સાથ, સૌના વિકાસનાં." સાથે જ ટ્વીટમાં શૅર કરાયેલી તસવીરમાં વિવિધ દિવસો ઉજવવાની જાણકારી પણ સામેલ હતી.
આ ઉજવણીમાં વિકાસદિવસ, શહેરી સુખાકારી, મહિલાઓ અને રોજગાર સહિત અનેક બાબતોની થીમ રાખવામાં આવી હતી.
આની સમાંતર કૉંગ્રેસે પણ અલગઅલગ મુદ્દાઓ પર 1થી 9 ઑગસ્ટ સુધી કાર્યક્રમો આપ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એ વખતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ભીખુભાઈને મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે.
અમિત ચાવડાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "વારંવાર લોકો કહી રહ્યા છે કે મુખ્ય મંત્રી બદલાય છે, તો આ કદાચ બદલાવના ભાગરૂપે ઉજવણી થતી હોય એવું લાગે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એમણે કહ્યું હતું કે "ભાજપનું શાસન તો પચીસ વર્ષથી ચાલે છે, શું પાંચ વર્ષમાં વિજયભાઈના શાસનમાં કામ થયું છે એવી ઉજવણી કરવા માગો છો? શું આનંદીબહેન કે નરેન્દ્ર મોદીના શાસનમાં કામ નહોતું થયું એવું સાબિત કરવા માગો છો?"
એમણે એમ પણ કહ્યું હતું કે "હવે વિજયભાઈને ઉજવણી સાથે માનસન્માનથી વિદાય આપવાનો પ્રસંગ છે એ તો એમની પાર્ટીનો વિષય છે."
અમિત ચાવડાએ એમ પણ કહ્યું હતું કે "મંદી, મોંઘવારી અને કોરોનાથી ત્રસ્ત પ્રજાના પૈસે સરકાર તાયફાઓ કરવા જઈ રહી છે."
અમિત ચાવડાએ કહ્યું હતું કે, "ગુજરાતના ખેડૂતોને 90 હજાર કરોડનું દેવું થઈ ગયું હોય, કોરોનામાં લોકો પથારી, દવાઓ માટે ભટક્યાં અને બે લાખ લોકો મૃત્યુ પામ્યાં ત્યારે સરકારે શરમ કરવાની હોય, શેની ઉજવણી?"
એ સમયે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એમની ઘડીઓ ગણાઈ રહી છે, માટે આવાં નિવેદનો કરે છે.
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ સુશાસનદિવસની તમામ ઉજવણીઓમાં ભાગ લીધો અને અને રાજીનામું આપ્યું એના ગણતરીના કલાક અગાઉ તેઓ અમદાવાદમાં સરદારધામના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો