Monsoon 2021: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, પાણીની ઘટ કેટલી ઓછી થઈ? શું છે આગાહી?

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ગુરુવારે પણ મેઘરાજાએ સમગ્ર ગુજરાત ઉપર હેત વરસાવ્યું હતું.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. અગાઉ કોરા રહી ગયેલા કચ્છમાં પણ મેઘરાજાએ ઍન્ટ્રી કરી છે.

વરસાદ

ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગર જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, ડાંગ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ગુરુવારે સવારે (અગાઉના 24 કલાકની સ્થિતિ મુજબ) રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને માત્ર 25 તાલુકા જ મેઘરાજાની મહેરથી વંચિત રહેવા પામ્યા હતા. રાજ્યના માત્ર બે તાલુકામાં 125 મીમી કરતાં ઓછો વરસાદ પડ્યો છે.

હજુ રાજ્યમાં કુલ જરૂરિયાતના 56.51 ટકા જ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્રમાં 61 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 56, ઉત્તર ગુજરાતમાં 43, પૂર્વ ગુજરાતમાં 48 ટકા વરસાદ પડ્યો છે.

line

આગામી પાંચ દિવસ કેવી સ્થિતિ?

વસાદ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાનવિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા, દમણ, દાદરા નગરહવેલી તેમજ સૌરાષ્ટ્ર તથા દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

આ દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

line

વરસાદની કુલ ઘટની ભરપાઈ થઈ જશે : નીતિન પટેલ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વિરમગામ ખાતે એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રૉડ્યૂસ માર્કેટિંગ કમિટી)નું ખાતમૂહુર્ત કરતી વખતે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં વરસાદ નહીં પડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હવે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને નર્મદા ડૅમની જળસપાટી ધીમે-ધીમે વધી રહી છે.

જેના કારણે આ યોજના પર આધારિત ગુજરાતના ચાર કરોડ નાગરિકોને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી નહીં થાય.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં પડનારા વરસાદથી રાજ્યની વરસાદની કુલ ઘટની ભરપાઈ થઈ જશે.

line

ગુજરાતમાં ભારે વરસાદનું કારણ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતના હવામાનવિભાગના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહના પ્રારંભમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી લૉ-પ્રેસર સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ગુરુવારે મધ્યપ્રદેશ તથા પૂર્વ રાજસ્થાન ઉપર સ્થાયી થઈ છે.

જેને પગલે ગુરુવારથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને રવિવાર સુધી આવી જ સ્થિતિ રહેશે.

આને જ પગલે હવામાનવિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોના લોકોને સુરક્ષિત રહેવા માટે 'રેડ વૉર્નિંગ' જાહેર કરાઈ હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો