You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી?
ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે હજુ આગામી દિવસોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.
સારા વરસાદને લઈ નદી-નાળાં તેમજ ડૅમમાં નવાં નીરની આવક થઈ છે. રાજ્યમાં વરસાદની ઘટ હતી, એમાં પણ થોડી રાહત થઈ છે.
ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યાં સારો વરસાદ થતાં ખેડૂતોને રાહત મળી છે.
હજુ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે, રાજ્યમાં ચાર દિવસ મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે.
આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ જ સમયગાળા દરમિયાન સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો