બે દાયકા બાદ ભારતની તાલિબાન સાથે વાતચીત, શું ચર્ચા થઈ? - Top News

દોહાની રાજધાની કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ તાલિબાનના રાજકીય વડા શેર મોહમ્મદ અબ્બાસને મળ્યાં હતા અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી હતી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુલાકાત માટે તાલિબાને આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ ભારત અને તાલિબાનના પ્રતિનિધિ કતારની રાજધાની દોહામાં ભારતીય દૂતાવાસમાં મળ્યાં હતા.

બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશવાપસી અંગે ચર્ચા થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત ભારત આવવા માગતા અફઘાની નાગરિકો ખાસ કરીને લઘુમતી સમુદાય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રાજદૂત મિત્તલે તાલિબાનના નેતા સાથેની મુલાકાતમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બન્ને પ્રતિનિધિઓ એ વાતે સંમત થયા કે અફઘાનિસ્તાન કદી પણ તેની જમીનનો ઉપયોગ ભારતની સામે નહીં થવા દેવાશે.

ઉલ્લેખનીય છે કે ભારતની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આ અંગે પ્રસ્તાવ પસાર થયો હતો. આ પ્રસ્તાવ પર ચીન અને રશિયાએ મતદાન કર્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર, 1999ના રોજ ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન આઈસી 814નું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને કંદહાર લઈ જવામાં આવ્યું હતું ત્યારે તાલિબાન સાથે ભારતીય અધિકારીઓની મોટી વાતચીત થઈ હતી અને એ ઘટનાક્રમ સાત દિવસ ચાલ્યો હતો.

અપહરણકર્તાઓ સાથે વાતચીતમાં તાલિબાને મધ્યસ્થી કરી હતી. જોકે, ભારતની કમાન્ડો ઍક્શનની મંજૂરીને તાલિબાને ફગાવી દીધી હતી. એ વખતના ભારતના વિદેશમંત્રી જસવંતસિંહે બે વાર કંદહારની મુલાકાત લીધી હતી.

એક વખત તેઓ વાતચીત કરવા કંદહાર ગયા હતા. અપહરણકર્તાઓની માગણી અનુસાર ભારતીય જેલોમાં પૂરાયેલા ઉગ્રવાદીઓ મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક જરગર અને અહમદ ઉમર સઈદ શેખને છોડીને કંદહાર ઍરપૉર્ટ લઈ જવાયા ત્યારે જસવંત સિંહ બીજી વખત ત્યાં ગયા હતા.

line

2021-22ના પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપી 20 ટકા વધ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-2022ના પ્રથમ કવાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરી દીધા છે. એપ્રિલથી જૂન, 2021માં જીડીપીનો વિકાસદર 20.1 ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી કોરોના લૉકડાઉનને પગલે માઇનસ 24.4 ટકા રહ્યો હતો.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર આરબીઆઈએ એપ્રિલથી જૂન, 2021ના સમયગાળામાં જીડીપી 21.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2021-2022ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી 32.38 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે નાણાકીય વર્ષ 2021-2022ના પ્રથમ કવાર્ટરમાં 6.95 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એટલે કે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 20.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

કોરોના વાઇરસની બીજી ઘાતક લહેર બાદ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે.

વીડિયો કૅપ્શન, તાપી જીલ્લામાં વેદાંતાના પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને રદ કરવાની માગ

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આંશિક લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. જોકે, ગયા વર્ષની જેમ સંપૂર્ણ લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું ન હતું.

નાણાકીય વર્ષ 2020-2021ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ 24.4 ટકા, બીજા કવાર્ટરમાં 7.5 ટકા, ત્રીજા કવાર્ટરમાં 0.4 ટકા જ્યારે ચોથા કવાર્ટરમાં 1.6 ટકા રહ્યો હતો. 2021-2022ના સમગ્ર વર્ષનો જીડીપી માઇનસ 7.3 ટકા રહ્યો હતો.

અર્થવ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ તો ભારતે ચાર વર્ષ અગાઉ નોંધાવેલું પરફૉર્મન્સ હાલ જોવા મળી રહ્યું છે. એટલે કે જેટલું આઉટપુટ 2017-18માં આપ્યું હતું તેટલું જ આ વખતે આપ્યું છે. કેમ કે કોરોનાકાળમાં અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો