EPF, LPG, GST અને બૅન્કમાં આ ફેરફાર, તમારી જિંદગીને શું ફરક પડશે?
દેશમાં આજથી બૅન્ક અને જીએસટી સંબંધી કેટલાક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. એક પ્રમુખ બૅન્કે બચત ખાતામાં વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી હતી.
ત્યારે કેટલીક બૅન્કો ચેક ક્લિયરન્સના નિયમોમાં પણ ફેરફાર કરશે. કેટલીક બૅન્કો આ ફેરફારોને પહેલાંથી જ લાગુ કરી ચૂકી છે.
નવા મહિનાની શરૂઆતમાં રાંધણ ગૅસના ભાવમાં ફેરફારો આવવાની સંભાવના પણ કેટલાક નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
એક સપ્ટેમ્બરથી અમલમાં આવનાર આ ફેરફારોની અસર તમારા ખિસ્સાં પર પણ પડી શકે છે.
પીએનબીના વ્યાજદરમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
દેશની બીજી સૌથી મોટી બૅન્ક પીએનબી બુધવારથી બચતખાતાના વ્યાજદરમાં પરિવર્તન કરવા જઈ રહી છે.
પંજાબ નેશનલ બૅન્ક પોતાના સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને એક સપ્ટેમ્બરથી ઓછું વ્યાજ આપશે. એક સપ્ટેમ્બરથી સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર ઘટીને 2.9 ટકા થઈ જશે. અત્યારે સેવિંગ એકાઉન્ટમાં ત્રણ ટકા વ્યાજ મળશે.
નવા વ્યાજદર નવા અને જૂના ખાતા બંને પર લાગુ થશે. બૅન્કે પોતાની વેબસાઇટ પર આની માહિતી આપી છે.
આ ઉપરાંત કેટલીક બૅન્ક ચેક ક્લિયર કરવા માટે નવા નિયમો લાગુ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝર્વ બૅન્કે બૅન્કોને કહ્યું છે કે તેઓ સપ્ટેમ્બર સુધી દરેક શાખામાં ઇમેજ આધારિત ચેક ટ્રાંન્જેશન સિસ્ટમ લાગુ કરશે. આનાથી ચેક ક્લિયર કરવામાં ઓછો સમય લાગશે.

ઈપીએફ ખાતાધારકો માટે મહત્ત્વપૂર્ણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક સપ્ટેમ્બરની તારીખ એ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે જેમની પાસે ઈપીએફ (કર્મચારી ભવિષ્ય નિધિ) ખાતું છે.
પીએફ ખાતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએનને આધારથી જોડવાની છેલ્લી તારીખ એક સપ્ટેમ્બર જ છે.
આની પહેલાં આ માટે છેલ્લી તારીખ એક જૂન રાખવામાં આવી હતી જેને ત્રણ મહિના સુધી લંબવવામાં આવી હતી.
આ પરિવર્તનથી કર્મચારીના ખાતામાં રકમ નાખવામાં મુશ્કેલી થશે ત્યારે ખાતાધારકોને પણ પૈસા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જીએસટીમાં પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
જીએસટી નેટવર્કે એક સપ્ટેમ્બરથી થનારા પરિવર્તન વિશે માહિતી આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ જે વેપારીઓએ જીએસટીઆર-3બી રિટર્ન દાખલ નથી કર્યું તેઓ એક સપ્ટેમ્બર બુધવારથી જીએસટીઆર-1 ફૉર્મ નહીં ભરી શકે.
પીટીઆઈએ જીએસટી નેટવર્ક મારફતે જણાવ્યું છે કે એક સપ્ટેમ્બરથી સેન્ટ્રલ જીએસટીના નિયમ 59(6) લાગુ થઈ જશે. આની હેઠળ જ જીએસટીઆર-1 પર રોક લગાવવામાં આવશે.
વેપારીઓએ કોઈ પણ એક મહિનાનું જીએસટીઆર-1 તેના આગલે મહિનાના 11માં દિવસ સુધી ભરવાનું હોય છે . જીએસટીઆર-3બી મારફતે વેપારીઓ ટૅક્સ ભરે છે. આને આગલા મહિને 20થી 24 દિવસ સુધી દાખલ કરવાનું હોય છે.

રાંધણ ગૅસના ભાવમાં પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોની નજર રાંધણ ગૅસના ભાવ ઉપર પણ છે. દરેક મહિનાની પ્રથમ તારીખે રાંધણ ગૅસના ભાવ નક્કી થતા હોય છે.
જૂનમાં સમીક્ષા દરમિયાન રાંધણ ગૅસના ભાવ નહોતા વધ્યા પરંતુ જુલાઈ અને ઑગસ્ટમાં ભાવ વધ્યા હતા. ઘરેલુ અને વ્યવસાયિક બંને સિલિંડરોના ભાવ વધ્યા હતા.
રાંધણ ગૅસના ભાવની સીધી અસર લોકોના ખિસ્સાં પર પડે છે. બંને મહિનાઓમાં પ્રતિ સિલિંડર ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.
રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા 14 કિલોગ્રામના સિલિંડરનો ભાવ 859.50 રૂપિયા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













