રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલાયું, હવેથી 'મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર' - TOP NEWS

ભારતમાં રાજીવ ગાંધી ખેલરત્ન ઍવોર્ડનું નામ બદલીને હૉકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના નામ પર 'મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર' કરી દેવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
પીએમ મોદીએ કહ્યું, "દેશને ગૌરવ અપાવનારી ક્ષણો વચ્ચે, ઘણા દેશવાસીઓની વિનંતી પણ સામે આવી હતી જેમાં ખેલરત્ન ઍવોર્ડનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવું જોઈએ એવો મત હતો."
"લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હવે તેને મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જય હિન્દ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું, "ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના મહાન પ્રયાસોથી આપણે બધા અભિભૂત છીએ. ખાસ કરીને હૉકીમાં દર્શાવવામાં આવેલી ઇચ્છાશક્તિથી. વિજય તરફ દર્શાવેલો ઉત્સાહ એ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે મોટી પ્રેરણા છે."
નોંધનીય છે કે વર્ષ 1991માં રાજીવ ગાંધીના નામે ખેલરત્ન ઍવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી.

મહારાષ્ટ્રમાં OBC અનામતનો ઉકેલ ન આવે ત્યાં સુધી સ્થાનિકસ્વરાજની ચૂંટણી નહીં - ભાજપ

ઇમેજ સ્રોત, Chandrakant Patil Facebook
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ ચંદ્રકાત પાટીલે એક નિવેદનમાં કહ્યું કે અન્ય પછાતવર્ગ (ઓબીસી)ની અનામત મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી ભાજપ રાજ્ય સરકારને સ્થાનિકસ્વરાજ ચૂંટણીઓ યોજવા નહીં દે.
અત્રે નોંધવું કે આ વર્ષે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં સંબંધિત સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી માટેની અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને મળીને કુલ અનામત બેઠકોના 50 ટકાથી વધુ ન થઈ જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ન્યૂઝ 18'ના અહેવાલ મુજબ પાટીલે કહ્યું, "ભાજપ પ્રદેશ યુનિટ મહાવિકાસ અઘાડી સરકારને ત્યાં સુધી સ્થાનિક ચૂંટણી નહીં યોજવા દઈએ, જ્યાં સુધી ઓબીસી અનામતના મુદ્દાનો ઉકેલ ન આવે. આ સરકારની એ ઇચ્છા છે કે ઓબીસી સમુદાય રાજકીય અનામત ગુમાવી દે."
બીજી તરફ ભાજપ અને રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઠબંધનના સવાલ પર પાટીલે કહ્યું, "ભાજપ-મનસેના ગઠબંધનની કોઈ સંભાવના નથી, કેમ કે અન્ય રાજ્યો વિશે તેમના વિચારો અમારા માટે અસ્વીકાર્ય છે."
"મતભેદ છતાં, એકબીજાને મળવું એટલે જરૂરી છે આથી હું રાજ ઠાકરેને આજે મળીશ."

પેગાસસ જાસૂસીના આરોપ સાચા હોય તો બાબત ગંભીર છે : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અરજદારોની દલીલો સાંભળ્યા પછી કહ્યું કે આ રિપોર્ટ સાચા હોય તો આ આરોપો ખૂબ જ ગંભીર છે.
જોકે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ આ કેસની સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે કપિલ સિબ્બલને સવાલ કર્યો કે આ બાબત એટલી જ ગંભીર હોય તો બે વર્ષ સુધી તમે ક્યાં હતા? અને આ મુદ્દો અત્યારે જ કેમ ઊઠયો છે?
સુપ્રીમ કોર્ટે હાલ આ મુદ્દે સુનાવણી મંગળવાર પર મુલતવી રાખી છે. પેગાસસ જાસૂસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ છે.
પેગાસસ જાસૂસીકાંડની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસની માગણી કરાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં નેતાઓ, ઍક્ટિવિસ્ટ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન. રામ તથા શશિકુમાર દ્વારા અરજીઓ દાખલ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટે બધા જ અરજદારોને તેમની અરજીઓની નકલ કેન્દ્રને આપવા જણાવ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












