ભારતીય મહિલા હૉકી ટીમ પર સૌ આફરીન, વિજેતા ટીમે પણ કર્યાં વખાણ, કહ્યું 'આગામી વર્ષો ઊજળાં'

ઇમેજ સ્રોત, ANNE-CHRISTINE POUJOULAT/AFP via Getty Images
ભારતીય મહિલા હૉકી ટીમ ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચતાંરચતાં રહી ગઈ. કાંસ્યપદક માટે મુકાબલો કરી રહેલી ભારતીય ટીમને બ્રિટન સામે 4-3થી હારનો સામનો કરવો પડ્યો છે.
જોકે, ભારતીય મહિલા હૉકીનું ઐતિહાસિક પ્રદર્શન મનાઈ રહ્યું છે. ભારતની મહિલા હૉકી ટીમે ત્રીજી વખત ઑલિમ્પિકમાં ભાગ લીધો છે. વર્ષ 1980માં પ્રથમ વખત ટીમે ઑલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ 1980 બાદ વર્ષ 2016માં ભારતીય ટીમ રિયો ઑલિમ્પિકમાં ક્વૉલિફાય થઈ હતી.
એ વખતે ટીમનું પ્રદર્શન એટલું ઉત્તમ નહોતું રહ્યું. જોકે, આજે ટીમ પાસે ઇતિહાસ સર્જવાની તક હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હૉકી ટીમનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે તેમને ટીમ પર ગર્વ છે.
વડા પ્રધાને ટ્વીટ કર્યું, "આપણે મહિલા હૉકીમાં કાંસ્યપદક જીતતાંજીતતાં રહી ગયા પણ આ ટીમ નવા ભારતના ઝનૂનને દર્શાવે છે - જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ. વધારે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ટોક્યો ઑલિમ્પિકમાં મહિલા ટીમની સફળતા ભારતની દીકરીઓને હૉકી રમવા અને તેમાં મહારત હાંસલ કરવા માટે પ્રેરિત કરશે."
પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું, "ટોક્યો ઑલિમ્પિકમાં આપણી મહિલા હૉકી ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન હંમેશાં યાદ રહશે. તેણે દરેક મૅચમાં પોતાનું શ્રેષ્ઠ પર્ફૉર્મન્સ આપ્યું છે. ટીમની દરેક ખેલાડીમાં ભારે સાહસ અને કૌશલ્ય છે. ભારતને પોતાની શાનદાર ટીમ પર ગર્વ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તો બીજી તરફ ભારતીય મહિલા હૉકી ટીમના પ્રદર્શનનાં બ્રિટિશ ટીમે પણ વખાણ કર્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રેટ બ્રિટન હૉકીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું છે, "અદ્ભૂત મૅચ અને અદ્ભૂત વિપક્ષી ટીમ. તમે ટોક્યો ઑલિમ્પિકમાં કંઈક ખાસ કર્યું છે. આપનાં આગામી વર્ષો ઊજળાં લાગી રહ્યાં છે."
મહિલા હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિકમાં પોતાના પ્રદર્શન થકી સોશિયલ મીડિયા પર પણ સૌનાં દિલ જીતી લીધાં છે.
લોકો ટીમને પ્રોત્સાહિત કરતાં સંદેશાઓ લખી રહ્યા છે.
અમિત પ્રકાશ નામના યૂઝરે લખ્યું, 'જે મહિલા હૉકી ટીમ ઑલિમ્પિકમાં ક્વૉલિફાય પણ નહોતી કરી શકતી, એ ટીમનું ટોક્યો ઑલિમ્પિકમાં સેમિફાઇનલ અને બાદમાં કાંસ્યપદક માટે રમવું બહુ ગર્વની વાત છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વિકાસ નામના યૂઝરે લખ્યું, 'આ અંત નથી, વિજયનો આરંભ છે. તમે બંધનો તોડીને શાનદાર રમત રમી. ભારતની એ કરોડો મહિલાઓ માટે તમે દરવાજા ખોલી નાખ્યા છે, જે હજુ પણ ચાર દીવાલમાં કેદ છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

શાનદાર રમત

ઇમેજ સ્રોત, Getty Images
રમતની શરૂઆતમાં બ્રિટેને બે ગોલ કરીને પોતાની સરસાઈ બનાવી લીધી હતી પણ પછી ભારતે પણ 3 ગોલ ફટકારી દીધા હતા.
બ્રિટેનની ટીમ આજે ભારે આક્રમક મૂડ સાથે મેદાનમાં ઊતરી હતી. જોકે, 2 ગોલથી પાછળ રહ્યાં બાદ ભારતીય મહિલા હૉકી ટીમ એક તબક્કે 3-2 થી આગળ થઈ ગઈ હતી. એ બાદ બ્રિટને એક ગોલ કરીને 3-3 ગોલની બરાબરી કરી લીધી હતી.
ભારત તરફથી ત્રીજો ગોલ વંદના કટારિયાએ કર્યો હતો.
વંદના કટારિયાના આ ગોલથી જ ભારતને બ્રિટન સામે એક વખત સરસાઈ મળી હતી. જ્યારે ગુરજિતકોરે ભારત માટે સતત બે ગોલ કર્યાં હતા.
જોકે, બાદમાં બ્રિટને ચોથો ગોલ ફટકારી મૅચ પોતાના નામે કરી લીધી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












