હૉકી સેમિફાઇનલ ટોક્યો ઑલિમ્પિક : કરોડો લોકોનું દિલ જીતનારી ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલ હારી

પ્રથમ હાફમાં બેઉ ટીમો 1-1 ગોલ બરોબરી પર રહી હતી. જોકે, એ પછી આર્જેન્ટિનાએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને લીડ મેળી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રથમ હાફમાં બેઉ ટીમો 1-1 ગોલ બરોબરી પર રહી હતી. જોકે, એ પછી આર્જેન્ટિનાએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને લીડ મેળી હતી.

ટોક્યો ઑલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ભારતની મહિલા હૉકી ટીમનો આર્જેન્ટિના સામેની સેમિફાઇનલમાં 2-1થી પરાજય થયો છે અને એ સાથે જ ફાઇનલમાં પ્રવેશવાનું સપનું રોળાઈ ગયું છે.

પ્રથમ હાફમાં બંને ટીમો 1-1 ગોલ કરીને બરોબરી પર રહી હતી. જોકે, એ પછી આર્જેન્ટિનાએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને લીડ મેળી હતી.

છેલ્લા ક્વાર્ટરમાં ભારતે આક્રમણ મજબૂત કર્યું હતું પરંતુ બરોબરી માટે 1 ગોલની ઘટ પૂરી કરી શક્યું ન હતું.

વિશ્વની નંબર 2 ટીમ એવી આર્જેન્ટિના સામે ભારતે મજબૂત રમત દાખવી હતી પણ આખરે એનો પરાજય થયો હતો.

હવે ભારતની મહિલા ટીમ કાંસ્ચ પદક માટે બ્રિટન સામે મૅચ રમશે.

line

પ્રથમ ક્વાર્ટરમાં 1-0થી આગળ હતી ટીમ

ટીમ હોકી

ઇમેજ સ્રોત, @HockeyIndia

ઇમેજ કૅપ્શન, ક્વાર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ગોલ કરતું રોકવામાં સુશીલા ચાનુએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

સેમિફાઇનલ મૅચની શરૂઆતથી જ ભારતીય ટીમ આક્રામક હતી અને બીજી મિનિટમાં જ ટીમ આર્જેન્ટિના કરતા આગળ નીકળી ગઈ હતી. ભારત તરફથી પેનલ્ટી કૉર્નર પર ગુરજીત કૌરે ગોલ કર્યો.

ત્યાર બાદ આર્જેન્ટિનાની ટીમ સતત ભારતીય ગોલ પર સતત હાવી થવા લાગી.

આર્જેન્ટિના સાતમી મિનિટે પેનલ્ટી કૉર્નર મળવા છતાં ગોલ ન કરી શક્યું. ત્યાર બાદ 12 મી મિનિટે એક વખત ફરી આર્જેન્ટિનાએ સારો મૂવ લીધો પરંતુ ભારતીય ડિફેન્ડર સુશીલા ચાનુએ તેને નિષ્ફળ કરી દીધો.

ક્વાર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ગોલ કરતું રોકવામાં સુશીલા ચાનુએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

line

બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ સરસાઈ મેળવી

આર્જેન્ટિનાની ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિશ્વની નંબર 2 ટીમ એવી આર્જેન્ટિના સામે ભારતે મજબૂત રમત દાખવી હતી પણ આખરે એનો પરાજય થયો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 1-0થી આગળ રહી હતી પરંતુ બીજા ક્વાર્ટરમાં રમત શરૂ થતાની સાથે જ આર્જેન્ટિનાએ ઝડપથી મૂવ કરવાનું શરૂ કર્યું. ત્રીજી મિનિટે આર્જેન્ટિનાને પેનલ્ટી કૉર્નર મળતા તેણે ગોલ કરીને મૅચમાં સરસાઈ મેળવી હતી.

ત્યાર બાદ બંને ટીમોએ એક બીજાના ડી પર હુમલો કર્યો. ભારતીય મહિલા ખેલાડીઓ મૅચની 24મી અને 25મી મિનિટમાં સતત બે પેનલ્ટી કૉર્નર મળવા છતાં ગોલ ન કરી શક્યાં.

આગલી જ મિનિટે ફીલ્ડ ઍમ્પાયરે આર્જેન્ટિનાની વિરુદ્ધ એક વધારે પેનલ્ટી કૉર્નર આપ્યો પરંતુ રિવ્યૂમાં થર્ડ ઍમ્પાયરે તેને રદ કરી દીધો.

આર્જેન્ટિનાની ટીમનો બીજો ગોલ ત્રીજા ક્વાર્ટરમાં થયો. મૅચની 41મી મિનિટે આર્જેન્ટિનાની ટીમને બે પેનલ્ટી કૉર્નર મળ્યા.

બીજા પેનલ્ટી કૉર્નર પર આર્જેન્ટિનાની ટીમ ગોલ કરવામાં સફળ રહી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ 2-1 ની લીડ લીધી ત્યાર બાદ ભારતીય ટીમે પ્રયાસ કર્યા પરંતુ ગોલ ન કરી શકી.

ત્રીજું ક્વાર્ટર પૂરું થયું ત્યાર બાદ આર્જેન્ટિનાની ટીમ 2-1થી આગળ થઈ ગઈ હતી અને મૅચના અંત સુધી આગળ જ રહી.

line

સેમિફાઇનલ સુધીની શાનદાર સફર

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ટોક્યોમાં ભારતની મહિલા હૉકી ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ભારતીય મહિલા હૉકી ટીમે પોતાની ત્રણ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો આ પછી ટીમના ડચ કોચ શૉર્ડ મારિને ટીમની ટીકા કરી.

તેમણે અહીં સુધી કહી દીધું કે ટીમ એ કરી રહી છે કે જેની ટીમ મૅનેજમેન્ટ તેમને ના પાડી રહ્યું છે. ખેલાડીઓ વ્યક્તિગત રીતે રમે છે, ટીમ તરીકે નહીં.

એવામાં જ્યારે તમામને આશંકા થવા લાગી કે ભારતીય મહિલા ટીમ આ વખતે રિયો ઑલિમ્પિકની જેમ જ છેલ્લાં ક્રમે રહેશે, ત્યારે ખેલાડીઓએ કમાલ કરી છે.

ભારતીય ટીમ પહેલાં આયરલૅન્ડને હરાવ્યું અને પછી સાઉથ આફ્રિકાની ટીમને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી.

ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઑસ્ટ્રેલિયાની સામે જોરદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બીજી બાજુ આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0થી હરાવ્યું હતું. જ્યારે ન્યૂઝિલૅન્ડે સામે તેની હાર થઈ હતી. આ પછી ઑસ્ટ્રેલિયાની સામે પણ આર્જેન્ટિના હારી ગયું. આમ ભારતની જેમ આર્જેન્ટિનાએ પણ હારથી જ શરૂઆત કરી હતી.

પરંતુ આર્જેન્ટિનાએ જર્મનીને જે રીતે હરાવ્યું છે તેનાથી ખ્યાલ આવે છે કે ટીમનાં ફૉરવર્ડ ખેલાડીઓ કંઈક વધારે જ આક્રમકતાથી રમી રહ્યાં છે. એટલું જ નહીં, આર્જેન્ટિનાની ટીમમાં વિજય માટેની ભૂખ જોવા મળે છે કારણ કે રિયો ઑલિમ્પિકમાં આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર થઈ ગઈ હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો