ગુજરાત : આદિવાસી વિસ્તારોમાં 'દાપું અને દાવો' મહિલા પરના અત્યાચારનું મુખ્ય કારણ છે?

ઇમેજ સ્રોત, VIRAL VIDEO/DAKSHESH SHAH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દાહોદ જિલ્લાના ખજૂરી ગામમાં એક પરિણીત આદિવાસી મહિલાને બીજા પુરુષ સાથે કથિત સંબંધ રાખવા બદલ જાહેરમાં માર મારીને નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના બની છે.
આ કેસમાં પોલીસે વાઇરલ વીડિયોને આધારે જાતે કૉમ્બિંગ કરીને 19 લોકો સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે તમામ 19 લોકોની ધરપકડ કરી છે.
દાહોદ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં આદિવાસી મહિલા પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે. બે દાહોદ અને એક છોટાઉદેપુરમાં બની હતી.
આ કેસની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કાનન દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પાસે મહિલાને માર મારી એના પતિ દ્વારા નિર્વસ્ત્ર કરવાનો વીડિયો આવ્યો છે. અમે જાતે કૉમ્બિંગ કરીને 19 લોકો સામે ગુનો નોંધીને 19 લોકોની ઘરપકડ કરી છે. જેમાંથી ચાર અપરાધી સગીર છે."
"અમે પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ અને એ ટ્રૉમામાં છે પણ કાઉન્સેલિંગ બાદ એમણે ઘણી માહિતી આપી છે."
આદિવાસી વિસ્તારમાં આવી અનેક ઘટનાઓ બને છે. મોટા ભાગે આવી ઘટના પાછળ આદિવાસીઓમાં લગ્ન સમયે અપાતા દાપું અને લગ્નેતર સંબંધમાં થતા દાવાની રકમ માનવામાં આવે છે.
આ તારણ છે આદિવાસી મહિલાઓ માટે કામ કરતી સંસ્થા આનંદીનું.

દાપું અને દાવો શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પંચમહાલ જિલ્લામાં ઘણા સમયથી આદિવાસી મહિલાઓ માટે કામ કરતી આનંદી સંસ્થામાં કો-ઑર્ડિનેટર નીતાબહેન હાર્ડિકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પંચમહાલ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં મહિલા પર અત્યાચારની ઘટનાઓ વધુ બની રહી છે, પણ બહુ ઓછી પ્રકાશમાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "મહિલાઓ આ અત્યાચારને સરળતાથી સ્વીકારી લે છે અને ફરિયાદ કરવા આગળ આવતી નથી."
તેમના મતે, આ વિસ્તારમાં આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચારનું એક કારણ દાપું અને દાવાની પ્રથા છે.
તેઓ આદિવાસી પરંપરાને સમજાવતાં કહે છે, "આદિવાસી વિસ્તારમાં લગ્ન સમયે છોકરાએ છોકરીનાં માતાપિતાને દહેજ આપવાની જે પ્રથા છે જેને દાપું કહે છે."
"આ દાપું આપ્યા પછી જ લગ્ન થાય છે અને લગ્ન પછી જો કોઈ મહિલાને લગ્નેતર સંબંધ હોય તો મહિલાના પતિને મહિલાનાં માતાપિતા અથવા એના પ્રેમીએ પંચાયત નક્કી કરે એટલી રકમ દાવા પેટે ચૂકવવી પડે છે."
"આ દાવો પંચાયત કહે એટલે ફરજિયાત ચૂકવવો પડે છે, જો એમ ના થાય તો મહિલાને સજા કરાય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નીતાબહેન કહે છે કે "સરળ ભાષામાં કહીએ તો અન્ય સમાજમાં છોકરીવાળાને લગ્ન સમયે દહેજ આપવું પડે છે એમ આદિવાસી સમાજમાં છોકરાએ લગ્ન કરતી વખતે દહેજ આપવું પડે જેને 'દાપું' કહેવાય છે."
"દાહોદના ખજૂરી ગામનો કિસ્સો કોઈએ વીડિયો બનાવીને વાઇરલ કર્યો એટલે બહાર આવ્યો. થોડા દિવસ પહેલાં આવી જ રીતે લગ્નેતર સંબંધ રાખનાર એક આદિવાસી મહિલાને છ મહિનાનો ગર્ભ હતો અને એના પતિને ખબર પડી તો એને જાહેરમાં માર મારવામાં આવ્યો. એનું મુંડન કર્યું અને એને નિર્વસ્ત્ર કરવાના હતા, કારણ કે એનો પ્રેમી કે એનાં માતાપિતા દાવાની રકમ ભરી શકે એમ નહોતાં, જોકે કોઈ આદિવાસીભાઈએ પોલીસને ફોન કર્યો અને એ બચી ગઈ."
તેઓ વધુમાં કહે છે, "અમારી સંસ્થાને ખબર પડી એટલે અમે એને ગોધરાની હૉસ્પિટલમાં દાખલ કરાવી. એને એનિમિક હોવાને કારણે એને ખાસ સપ્લિમૅન્ટ વિટામિન્સ વગેરે આપ્યા છે અને એને સુરક્ષિત સ્થળે રાખી છે."

પંચાયતના નિયમો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જાણીતા સમાજશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિદ્યુત જોશી પણ નીતાબહેનની વાતને સમર્થન આપે છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "આદિવાસી મહિલાઓમાં અત્યાચારનું પ્રમાણ વધુ છે, કારણ કે એમના સમાજનાં બંધારણ અને નિયમો પંચાયત નક્કી કરે છે. એની ઉપરવટ કોઈ જઈ શકતું નથી."
"આદિવાસી મહિલાઓ વર્ષોથી આ સહન કરે છે પણ અવાજ નથી ઉઠાવતી. હવે શિક્ષણ વધ્યું છે અને મોબાઇલ ફોન વગેરે વધવાને કારણે આવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે."
નીતાબહેન કહે છે કે "ઘણી વાર કોઈ કુંવારી છોકરી છોકરા સાથે ભાગી જાય તો એને શોધીને પકડી લાવવામાં આવે છે. જો એનો પ્રેમી દાપું ન આપી શકે અને બીજો કોઈ વધુ દાપું આપે એની સાથે પરણાવી દેવાય છે. આ અંગે પોલીસ પણ આગળ નથી આવતી અને સામાજિક ડરથી મહિલાઓ અમારા કાઉન્સેલિંગ પછી પણ ફરિયાદ કરવા નથી આવતી."

'મહિલાઓ ફરિયાદ કરતાં ડરે છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતની અલગઅલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરી ચૂકેલા અને આદિવાસી વિસ્તારોમાં ફરજ બજાવનાર પૂર્વ એ.સી.પી. દીપક વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આદિવાસી વિસ્તારમાં આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર કરવાનું વર્ષોથી ચાલે છે."
"આ સમાજમાં દાપું આપ્યા વગર લગ્ન કરનાર છોકરી અને છોકરાને પકડી લાવીને સજા આપવામાં આવતી હતી જે આજે પણ ચાલે છે.
"ઘણી વાર ગામ છોડીને ભાગી ગયેલાં છોકરો અને છોકરી મજૂરી કરીને દાપુંની રકમ ભેગી કરીને આવે ત્યારે એમના છોકરા પણ પરણવાની ઉંમરના થયા હોય છે."
"અમે એવા કિસ્સા પણ જોયા છે કે જેમાં બાપ અને દીકરાના એક જ મંડપમાં લગ્ન થયાં હોય. આદિવાસી સમાજ લગ્નેતર સંબંધ મામલે વધુ સંવેદનશીલ છે."
દીપક વ્યાસ એક ભૂતકાળનો કિસ્સો યાદ કરે છે, "2014માં એક આદિવાસી મહિલા પર અત્યાચાર થયો અને એને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો, પણ નિર્વસ્ત્ર નહોતી કરી."
"એવિડન્સના આધારે કેસ દાખલ કરી પંચાયતના સભ્ય સહિત 12 લોકોને સજા અપાવી હતી, પરંતુ આદિવાસી સમાજમાં લગ્ન સમયનું દાપું અને લગ્નેતર સંબંધને કારણે થતા દાવાના પૈસા મહિલા પર અત્યાચારનું મુખ્ય કારણ બને છે."
તેમના મતે દાહોદના ગામમાં લગ્નેતર સંબંધ રાખનાર મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવા પાછળનું કારણ દાવાની રકમ પણ હોઈ શકે.

મહિલા પરના અત્યાચારમાં દાપું અને દાવો કારણભૂત?

ઇમેજ સ્રોત, Getty Images
કાનન દેસાઈ લાંબા સમય સુધી અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ પીડિત મહિલાને મજૂરીકામ દરમિયાન સાથે કામ કરનાર સાથે પ્રેમ થયો અને પતિને છોડીને એના અવિવાહિત પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એના ગામલોકો એને પકડીને પ્રેમી સાથે લઈ આવ્યાં હતાં."
"ટ્રૉમામાં હોવાથી એણે અમને શરૂઆતમાં આ વાત નહોતી કરી, પણ કાઉન્સેલિંગ પછી વાત કરી કે સામાજિક રીતે સમાધાન માટે બંનેને પકડીને ખજૂરી ગામે લાવ્યા હતા, જ્યાં એના અવિવાહિત પ્રેમીને માર મારવામાં આવ્યો. ત્યારબાદ એનાં માતાપિતાને જાણ કરવામાં આવી હતી અને પછી આ ઘટના બની હતી."
આ કેસમાં આદિવાસી સમાજનાં દાપું અને દાવાનો રિવાજ કારણભૂત છે કે નહીં એ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરતા કાનન દેસાઈએ કહ્યું કે હજુ તપાસ ચાલી રહી છે.
"મહિલાનું કાઉન્સેલિંગ પતે એટલે કોઈ નિર્ણય પર પહોંચી શકાશે. આ પરિણીતાનો પ્રેમી ઘટના બાદ ભાગી ગયો હતો. એ હવે પોલીસ સમક્ષ હાજર થયો છે."

જવાબદારો સામે શું પગલાં લેવાશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
દાહોદના ખજૂરી ગામની આ ઘટના અંગે રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ઘટના ગંભીર છે. આ અંગે અમે જરૂરી પગલાં ભરવાં માંગીએ છીએ.
"આ કેસમાં તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. પીડિત મહિલાની મદદ કરવામાં આવી રહી છે. સમાજમાં એક દાખલો બેસે એવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."
"ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં મહિલામાં જાગૃતિ આવે એટલા માટે ખાસ ગ્રામસુરક્ષા સમિતિઓ બનાવીને હ્યુમન બિહેવિયર ચેન્જ માટે કાર્યવાહી કરવાના આદેશ પણ કલેક્ટરને આપવામાં આવ્યા છે."
તો ગુજરાત મહિલા પંચનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આદિવાસી વિસ્તારોમાં અમારી નારી અદાલત ચાલે છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં તમામ નારી અદાલતમાં આદિવાસી બહેનોને રાખવામાં આવી છે."
તેઓ વધુમાં કહે છે, "આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધા વધુ છે, અહીં મહિલાના ઘરમાં કોઈ બીમાર પડે તો એને 'ડાકણ' ગણીને માર મારવામાં આવે છે. મહિલાને આવી રીતે નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવાના કેસને ગંભીર ગણી આરોપીને બક્ષવામાં ના આવે એનું પૂરું ધ્યાન રખાશે."
આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચાર પાછળ દાપું અને દાવાની પ્રથા અંગે ગુજરાત મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાએ કહ્યું કે આ અંગે તપાસ કરવા પોલીસને કહ્યું છે. મહિલાનું કાઉન્સેલિંગ પૂરું થયા બાદ પંચાયત કેટલી જવાબદાર છે એ જોઈ આગળ કાર્યવાહી કરવામાં આવશે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો