દીપિકા કુમારી : ટોક્યો ઑલિમ્પિકમાં મેડલની આશા જીવિત, અમેરિકન ખેલાડીને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યાં

ઇમેજ સ્રોત, Handout
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી અમેરિકાનાં ખેલાડીને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે.
તીરંદાજીની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં ભારતનાં ખેલાડી દીપિકા કુમારી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે.
તેમણે પહેલાં રાઉન્ડમાં ભૂતાનનાં ભુ કર્માને 6-0થી હરાવ્યાં હતાં. ત્યારબાદ બીજા રાઉન્ડમાં અમેરિકાનાં જેનિફર મુસિનો-ફર્નાન્ડિઝને 6-4થી હરાવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
દીપિકા કુમારીની આગામી ગેમ હવે 30 જુલાઈએ રમાશે. તેમની સામે કોણ રમશે તે નક્કી થવાનું બાકી છે.
જૂન મહિનામાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારી પેરિસમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ (સ્ટેજ 3) માં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રૅન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચ્યાં હતાં.
આની પહેલાં તેમણે મિક્સ્ડ રાઉન્ડ અને મહિલા ટીમ રિકર્વ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
દીપિકાએ માત્ર પાંચ કલાકમાં આ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
દીપિકા આની પહેલા માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ નંબર વન ખેલાડી બની ગયાં હતાં. અત્યાર સુધી વિશ્વ કપ પ્રતિયોગિતામાં નવ ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને સાત બ્રૉન્ઝ મેડલ જીતનાર દીપિકાની નજર હવે ઓલિમ્પિક મેડલ પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઑટો રિક્ષામાં જન્મ

ઇમેજ સ્રોત, DIWAKAR PRASAD/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ઝારખંડના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ લેનાર 27 વર્ષનાં દીપિકાએ છેલ્લા 14 વર્ષમાં એક લાંબી સફર કાપી છે.
તીરંદાજી શીખવા માટે જ્યારે તેમણે ઘર છોડ્યું ત્યારે તેમના મનમાં માત્ર એટલો સંતોષ હતો કે તેમનાં જવાથી પરિવાર પર બોજ ઘટશે.
પરંતુ આજે દીપિકાએ પોતાના દમ પર પરિવારને આર્થિક અને સામાજિક મજબૂતી પ્રદાન કરી છે.
દીપિકાના પિતા શિવનારાયણ મહેતો એક ઑટો-રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરે છે
તો તેમનાં માતા ગીતા મહેતો એક મેડિકલ કૉલેજમાં ગ્રૂપ ડી કર્મચારી તરીકે કામ કરે છે.
ઓલિમ્પિક મહાસંઘે એક શૉર્ટ ફિલ્મ બનાવી છે જેમાં દીપિકા અને તેમના પરિવારે દીપિકાની સફર સાથે સંકળાયેલા પડકારોનો ઉલ્લેખ કર્યો છે.
દીપિકાના પિતા શિવ નારાયણ કહે છે, "જ્યારે દીપિકાનો જન્મ થયો ત્યારે અમારી આર્થિક હાલત બહુ ખરાબ હતી. અમે બહુ ગરીબ હતા. મારી પત્ની 500 રૂપિયા મહિનાનો પગાર મેળવતાં હતાં. અને મારી નાનકડી દુકાન હતી."
આ ફિલ્મમાં દીપિકા કહે છે કે તેમનો જન્મ એક ચાલતી ઑટો-રિક્ષામાં થયો હતો કારણકે તેમનાં માતા હૉસ્પિટલ નહોતાં પહોચી શક્યાં.
જ્યારે તેઓ ઓલિમ્પિક ગેમ્સમાં રમવા ગયાં હતાં ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી.

14 વર્ષની ઉંમરે તેમણે તીર-ઘનુષ ઉપાડ્યાં

કહેવાય છે કે જીવનમાં ઘણું ખરું સંયોગવશ થાય છે.
14 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ધનુષ-બાણ ઉઠાવનારાં દીપિકાનો તીરંદાજીમાં પ્રવેશ સંયોગવશ થયો હતો. તેમને વાંસના ધનુષ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી હતી.
દીપિકા કહે છે કે તેઓ તેમની તીરંદાજી પ્રત્યે એટલાં દીવાનાં હતાં કે તેમણે આ રમતને પસંદ નહોતી કરી પરંતુ આ રમતે તેમને પસંદ કર્યાં હતાં.
તીરંજાદીની દુનિયામાં પોતાના પ્રવેશની કહાણી અંગે દીપિકા કહે છે, વર્ષ 2007માં જ્યારે અમે નાનીનાં ઘરે ગયાં હતાં ત્યારે ત્યાં મારાં મામાની પુત્રીએ કહ્યું હતું કે તેમને ત્યાં અર્જુન આર્ચરી એકૅડમી છે.
જ્યારે તેણે આ કહ્યું કે "ત્યાં બધું ફ્રી છે, કિટ મળે છે, ભોજન પણ મળે છે. તો મેં કહ્યું કે સારી વાત છે, હું ત્યાં જતી રહીશ તો પરિવાર પર બોજ ઓછો થઈ જશે. કારણ કે તે સમયે આર્થિક સંકટ ઘણું વધારે હતું."
જ્યારે દીપિકાએ આ વાત પિતાને કહી તો તેમને હતાશાભર્યો જવાબ મળ્યો.
દીપિકા કહે છે, "રાંચી એક બહુ નાની અને રૂઢીવાદી જગ્યા છે. મેં જ્યારે પિતાને કહ્યું કે મને આર્ચરી શીખવા જવું છે તો તેમણે ના પાડી દીધી."

પડકારોની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
દીપિકાના પિતાએ કહ્યું કે તેમનો સમાજ છોકરીઓને ઘરથી આટલી દૂર મોકલવું યોગ્ય નથી માનતો.
તેઓ કહે છે, "નાનકડી પુત્રીને કોઈ પણ જો 200 કિલોમિટર દૂર મોકલી દે તો લોકો કહે છે કે પુત્રીને ખવડાવી નહોતા શકતા એટલે દૂર મોકલી દીધી. "
પરંતુ દીપિકા આખરે રાંચીથી લગભગ 200 કિલોમિટર દૂર સ્થિત ખરસાવાં આર્ચરી એકૅડમી સુધી પહોંચી ગયાં.
તેઓ ખૂબ દુબળાં હતાં એટલે તેમને પહેલાં તો એકૅડમીમાં પ્રવેશ ન મળ્યો. દીપિકાએ તેમની પાસે ત્રણ મહિનાનો સમય માગ્યો અને પોતાની જાતને સાબિત કરી બતાવી.
એકૅડમીમાં દીપિકાનું જીવન પડકારોથી ભરેલું હતું.
તેઓ કહે છે કે, શરૂઆતમાં હું ઘણી રોમાંચિત હતી , બધું નવું-નવું હતું. પરંતુ થોડા સમય બાદ મારી સામે કેટલીક સમસ્યાઓ આવવા લાગી જેનાથી હું નિરાશ થઈ ગઈ.
"એકૅડમીમાં બાથરૂમ નહોતો. સ્નાન માટે નદીએ જવું પડતું અને રાત્રે જંગલી હાથી આવી જતા. એટલે રાત્રે વૉશરૂમ જવા માટે બહાર જવાની ના પાડવામાં આવી હતી પરંતુ ધીમે-ધીમે જ્યારે તીરંદાજીમાં મજા આવવા લાગી તો એ બધી મુશ્કેલી નાની લાગવા લાગી."
"ધીમે-ધીમે તીરંદાજીને પ્રેમ કરવા લાગી ."

જ્યારે 'દ્રોણાચાર્ચ' મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
દીપિકાની શરૂઆત જિલ્લા સ્તરની પ્રતિસ્પર્ધાઓથી થઈ.
ઇનામમાં ક્યારેક એક સો, 250 કે 500 રૂપિયા મળતા પરંતુ દીપિકા માટે આ રૂપિયા મહત્ત્વપૂર્ણ હતા.
આ દરમિયાન 2008માં જૂનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપના ટ્રાયલ દરમિયાન દીપિકાની મુલાકાત ધર્મેન્દ્ર તિવારી સાથે થઈ જેઓ ટાટા આર્ચરી એકૅડમીમાં કોચ હતા.
દીપિકા કહે છે, "ધર્મેન્દ્ર સરે મને સિલેક્ટ કરી અને મને ખરસાવાંની ટાટા આર્ચરી એકૅડમી લઈ આવ્યા. મને એ જગ્યા ખૂબ પસંદ પડી અને મેં પ્રાર્થના કરી કે જીવનભર માટે હું અહીંજ રહું અને મારી પ્રાર્થના પૂરી થઈ."
ધર્મેન્દ્ર તિવારી દીપિકાના કોચ છે. દુનિયાનાં નંબર વન તીરંદાજ બનવાથી દીપિકાનો અનુભવ મજેદાર છે
એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે વર્ષ 2012માં તેઓ દુનિયાનાં નંબર વન તીરંદાજ બની ગયાં ત્યારે તેમને વર્લ્ડ રૅંકિંગ વિશે ખબર પણ નહોતી. પછી કોચે તેમને આ વિશે સમજાવ્યું.

ઓલિમ્પિક મેડલ ચૂકી ગયાં

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ત્યાર બાદ દીપિકાનાં જીવનમાં એક ઝટકો આવ્યો જ્યારે ઓલિમ્પિકમાં બ્રિટનના ખેલાડી એમી ઑલિવર સામે તેઓ 6-2થી હારી ગયાં.
દીપિકા કહે છે કે તે તેમનાં જીવનનો સૌથી તણાવભર્યો સમય હતો. મૅચ પછી દીપિકાએ બીબીસી સંવાદદાતા પંકજ પ્રિયદર્શી સાથે વાતચીતમાં આ વાત કહી હતી.
દીપિકાએ કહ્યું હતું. મૅચ વખતે હવા વધારે જોરથી ચાલી રહી હતી. અને મેં પહેલાં આવી હવાનો અનુભવ કરેલો હતો. હવાથી હું કન્ફ્યૂઝ થઈ ગઈ હતી અને જ્યારે સુધી હું સ્થિતિ સમજી શકી ત્યાર સુધી મૅચ પૂરી થઈ ગઈ."
વર્લ્ડ નંબર વન હોવાનાં દબાણ વિશે તેમણે કહ્યું ,"ના, આ બે અલગ વસ્તુઓ છે. મેં આટલી બધી સારી ગેમ રમી છે એટલે નંબર વન બની છું પરંતુ ઓલિમ્પિક એક ગેમ છે. આમાં મારવું અલગ વાત છે. તમે અંદર જઈને જુઓ ખેલાડીઓ કેવી રીતે મારે છે. હું પ્રથમ વખત આનો સામનો કરી રહી છું અને આ મારી પ્રથમ ઓલિમ્પિક ગેમ છે. મારી ઉપર દબાણ નહોતું, મારે બસ સારું પ્રદર્શન કરવાનું હતું."
પછી એક ઇન્ટરવ્યૂમાં તેમણે માન્યુ હતું કે ઓલિમ્પકમાં દબાણ હતું અને તેમની તબિયત ખરાબ હતી.
રિયો ઓલિમ્પિકમાં પણ દીપિકાને હતાશા મળી. ત્યારે દીપિકા ફરી ટોક્યો ઓલિમ્પકમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. વર્ષ 2012ની જેમ ઓલિમ્પિક પહેલાં તેઓ ફરી નંબર વન બન્યાં છે.
ગત 13 વર્ષમાં દીપિકાએ ગોલ્ડ મેડલ જિત્યા છે, પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી છે અને તીરંદાજ અતાનુ દાસ સાથે લગ્ન પણ થયાં છે.
ખરસાવાંની ટાટા આર્ચરી એકૅડમી સહિત આખા ભારતમાં બાળકો દીપિકા કુમારીને એક રોલ મૉડલના રૂપમાં જુએ છે.
ત્રણ ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે દીપિકાની એક મહિલાના રૂપમાં લાંબી સફર રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













