You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
T-20 World Cup: ક્રિકેટ વર્લ્ડકપની એ મૅચ જેમાં પાકિસ્તાની ખેલાડી અને પ્રેક્ષકો રડી પડ્યા
- લેેખક, મહમદ સુહૈબ
- પદ, બીબીસી ઉર્દૂ ડૉટકોમ
ભારતીય ક્રિકેટ ટીમે મેલબર્નમાં રમાયેલી ટી-20 મૅચમાં હરીફ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું છે. દિવાળીના એક દિવસ અગાઉ જીતેલી આ મૅચથી ભારતમાં દિવાળીનો માહોલ બેવડાયો છે. આ જીતના હીરો ભારતના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી રહ્યા.
છેલ્લી ઓવરમાં ભારે રસાકસી બાદ ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. વાંચો એ મૅચની કહાણી જેણે ન ફક્ત લોકોનું દિલ તોડ્યું પણ અનેક ખેલાડીઓની જિંદગી બદલી નાખી. આગળનો અહેવાલ મહમદ સુહૈબના શબ્દોમાં.
એ આછા લીલા રંગના શર્ટ પર બનેલા તારાઓથી હું પહેલી વાર કાગળ પર તારા બનાવવાનું શીખ્યો હતો.
એ શર્ટની એક ખાસિયત એ હતી કે એ જેટલું તમારી સાઇઝથી મોટું થાય એટલું વધુ શોભતું હતું અને બીજી ખાસિયત એ કે તેના પર પાકિસ્તાન એવી રીતે લખ્યું હતું, જેમ કે આ એક જ અક્ષર હોય. પણ સૌથી ખાસ બાબત એ કે આ શર્ટ પહેરીને પાકિસ્તાન વર્લ્ડકપ જીતવાનું હતું.
રવિવારે જૂનના તપતા બપોરે અમે ત્રણ વાગ્યાની આસપાસ ટીવી સામે પલાંઠી વાળીને બેસી ગયા. આંખોમાં ચમક રહતી અને દિલમાં વિશ્વાસ.
વિશ્વાસ એટલા માટે કે ચાર દિવસ પહેલાં જ અમે એક ફાસ્ટ બૉલરને આછા નીલા રંગવાળા ડ્રેસવાળા ખેલાડીની વિકેટ ખેરવતા જોયો હતો અને એક 'લેફ્ટી'ને એ ટીમના બૉલરને પછાડતા.
માળિયામાંથી ખાસ 14 ઑગસ્ટે જ ઉપયોગમાં લેવાતો ઝંડો ત્યારે મારા ખભા પર હતો અને હું 'એ' ફાસ્ટ બૉલરની જેમ હાથ ફેલાવીને ઘરના 10 ચક્કર પણ લગાવી ચૂક્યો હતો અને મારા પિતા પાસેથી આ શર્ટ ખરીદવાનો વાયદો પણ લઈ ચૂક્યો હતો.
ત્યાં સુધી ટીમના વિજયનો ભરોસો આવી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભરોસો એટલા માટે કે કેટલાંક અઠવાડિયાં પહેલાં પાકિસ્તાને એ પીળા ડ્રેસવાળી ટીમને હરાવી હતી, અને શું હરાવી હતી!
વસીમ અકરમે વિકેટ લીધી પેવેલિયન તરફની દોટ લગાવવાનું દૃશ્ય જોઈને મને જ નહીં, આખા પાકિસ્તાનને વિશ્વાસ થઈ ગયો હતો કે આ વર્લ્ડકપ અમારો છે.
વિશ્વાસ પોતાની જગ્યાએ પણ એ ટીમ સાથે દિલ પણ જોડાઈ ગયું હતું. નાની ઉંમરનાં બાળકો જ્યારે પોતાની આસપાસ મોજૂદ લોકોને ટીવી પર નજર આવતા 11 ખેલાડીઓને કારણે ખુશ થાય ત્યારે બીજું કરે.
ખેર, સવા ત્રણ વાગ્યે મૅચ શરૂ થઈ અને પછી થોડી વારમાં દૃશ્ય બદલવા લાગ્યું. દિલ તૂટવા લાગ્યું. પાકિસ્તાની બૅટ્સમૅન પેવેલિયન ભેગા થવા લાગ્યા અને શૅન વૉર્નથી નફરત થવા લાગી.
માહોલ જોઈને મારાં માતાપિતાએ કહેવાનું શરૂ કર્યું કે 'હારી ગઈ છે, ટીવી બંધ કરી દો, શું ફાયદો હવે.'
પણ અમે તો એ ફાસ્ટ બૉલરને જોવા માટે બેઠા હતા, જે કોઈ પણ સ્થિતિમાં મૅચનું પરિણામ બદલી શકતો હતો. એટલી સમજ ક્યાં હતી કે 133 રનના સ્કોરનો બચાવ લગભગ અશક્ય હતો.
એટલે ઘરના આંગણામાં ગયા અને લાંબી રનિંગથી છ-સાત બૉલ ફેંક્યા, દિલને થોડી રાહત થઈ તો પાછા ટીવી સામે આવીને બેસી ગયા.
સાડા આઠ વાગ્યે દુનિયા ધૂંધળી દેખાવા લાગી, આંખો આંસુથી ભીંજાઈ ગઈ. પાકિસ્તાન 1999ની વર્લ્ડકપની ફાઇનલ હારી ગયું અને જિંદગીમાં પહેલી વાર દિલ તૂટી ગયું.
હું તો ઠીક એક બાળક હતો અને મોટેરાં પાસેથી એ સાંભળવા મળતું હતું કે હાર-જીત ખેલનાં ભાગ છે, પણ 1999ના વર્લ્ડકપની ફાઇનલની હાર શરમજનક પણ હતી અને અપમાનજનક પણ.
સકલૈન મુસ્તાકે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'ફાઇનલમાં અમારી એટલી ખરાબ હાર થઈ કે અમે રોતાંરોતાં ગ્રાઉન્ડમાંથી પાછા ગયા.' કેટલાક હૈયાધારણ આપે છે કે અમે એકલા નહોતા.
રોતાંરોતાં રાતે સૂઈ ગયા અને સવારે ઊઠ્યા તો મિત્રો, સંબંધીઓ અને દર બીજા 'અંકલે' કંઈ એવા શબ્દો સંભળાવ્યા કે એ નાના એવા મગજમાં ફટાકડા ફોડવા માટે પૂરતા હતા.
'મૅચ ફિક્સ હતી... ફેંકી દીધી... વેચાઈ ગયા... વેચી આવ્યા...'
આજે પણ તમે યૂટ્યૂબ પર 99ના વર્લ્ડકપની સારી યાદો તાજી કરશો તો 'સંદેહજનક' હારના વીડિયો મળશે.
ફાઇનલમાં સૌથી ખરાબ પ્રદર્શન જોનારી એક પેઢીનાં દિલમાંથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઊતરી ગઈ અને ફિક્સિંગના ડાઘ પણ આજ સુધી ભૂંસી શકાયા નથી.
આગામી વર્ષે રજૂ થયેલા જસ્ટિસ કય્યૂમ રિપોર્ટે વધુ એક ધક્કો માર્યો. જોકે 1999ની વર્લ્ડકપ હાર પર સંદેહ બાદ મૅચોની તપાસ માટે બનેલા બંધારી કમિશને તમામ ખેલાડીઓને ફિક્સિંગના આરોપોથી મુક્ત કરી દીધા, પણ કય્યૂમ રિપોર્ટે પાકિસ્તાન ક્રિકેટની જે તસવીર ખેંચી, એ પૂરતી હતી.
એ અંકલ, જેઓ દરેક વાતે ફિક્સિંગ શબ્દનો ઉપયોગ કરતા હતા, એ હવે કય્યૂમ રિપોર્ટ પણ લહેરાવા લાગ્યા.
સૅન્ચુરિયન 2003, સબાઇના પાર્ક 2007, મોહાલી 2011, સિડની 2010, લૉર્ડ્સ 2010, નૉટિંઘમ 2019... આ સૂચિ બહુ લાંબી છે અને ખબર નહીં ક્યારે પૂરી થશે.
ગાલિબ કહે છે, 'મુઝે ક્યા બુરા થા મરના અગર એક બાર હોતા'.
પ્રતિભાશાળી ખેલાડીઓનો સમૂહ
99ની ટીમ માટે દુ:ખ એટલા માટે પણ થાય કે આ ટીમ કોઈ સામાન્ય ટીમ નહોતી. પ્રતિભાશાળી ખેલાડીઓનો એક સમૂહ હતો, જેમાં વકાર યુનૂસ અને મુશ્તાક અહમદ જેવા મુખ્ય બૉલરો પણ મુશ્કેલીથી સ્થાન મેળવી શક્યા હતા.
વર્લ્ડકપ પહેલાં બીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વસીમ અકરમે કહ્યું હતું કે 'પાકિસ્તાનમાં લોકો એ સમજી બેઠા છે કે અમે વર્લ્ડકપ જીતી ચૂક્યા છીએ.'
"મારા માટે એ એક સન્માનની વાત છે કે હું આટલા પ્રતિભાવાન ખેલાડીઓની કપ્તાની કરી રહ્યો છું."
ઉસ્માન સમીઉદ્દીન પોતાના પુસ્તક 'ધ ઑન ક્વાઇટ વન્સ'માં લખે છે, 'જ્યાં વર્ષ 1999 દરમિયાન દેશમાં બહુ તણાવ હતો, ત્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઘણી વાર સારું પ્રદર્શન કર્યું, પણ આ એક સંભવતઃ શાનદાર ટીમની અંતિમ આગની જ્વાળાઓ હતી, જે ધીમી પડી ગઈ.'
તો પછી એ વાત કેવી રીતે માની લેવી કે સઈદ અનવર, અબ્દુલ રઝાક, શોએબ અખ્તર, સકલૈન મુશ્તાક, મહમદ યુસૂફ અને વકાર યુનૂસ જેવા ઉમદા ખેલાડીઓ કોઈ વનડે વર્લ્ડકપ જીતી ન શક્યા.
આ ટીમમાં કોણ નહોતું? એક શાનદાર ઓપનર જેને કૉમેન્ટેટર 'વિશ્વ ક્રિકેટનું સૌથી મનમોહક દૃશ્ય' કહેતા હતા અને લિજેન્ડ સ્પિનર શૅન વૉર્ન આજે પણ તેને પાકિસ્તાનની સૌથી ઉત્તમ 11 ખેલાડીઓની ટીમનો હિસ્સો ગણાવે છે.
એક એવો સ્પિનર જેણે ઑફ સ્પિન બૉલિંગને નવી ગતિ આપી અને 'દૂસરા' નામના બૉલનો પરિચય કરાવ્યો.
લિજેન્ડ બૅટ્સમૅન ઇન્ઝમામ ઉલ હક, ઊભરતા ઑલરાઉન્ડર અબ્દુલ રઝાક અને દુનિયાના ફાસ્ટ બૉલર શોએબ અખ્તર.
એક તરફ યૂસૂફ યોહાનાની બેટિંગ સ્ટાઇલ અને ક્લાસ વખાણવાલાયક હતી, તો બીજી તરફ મોઈન ખાનના મારેલા છગ્ગા પણ લોકો વખાણતા હતા.
અને આ બધાના કૅપ્ટન વિશ્વ ક્રિકેટના ઇતિહાસના સૌથી પ્રસિદ્ધ ડાબોડી બૉલર વસીમ અકરમ હતા.
મહાન ટીમથી સામાન્ય ટીમની સફર
જો તમે આ જ ખેલાડીઓની કારકિર્દી જુઓ તો એક-બે સિવાય મોટા ભાગના એ ન મેળવી શક્યા, જેના તેઓ હકદાર હતા.
આ રીતે જે ખેલાડીઓ, જેમની કારકિર્દીનો અંત શાનદાર હોવો જોઈએ એ ક્યાંક ગૂમ થઈ ગયા અને સાથે જ એ પેઢી પણ, જે તેમનાથી પ્રભાવિત થઈને ક્રિકેટમાં આવવા માગતી હતી.
સઈદ અનવર જેવા ઓપનરની શોધ હજુ પણ ચાલુ છે, આત્મવિશ્વાસની કમી એવી જ છે.
આ બધા માટે 1999ના વર્લ્ડકપની હારને જ ગુનેગાર ઠેરવવું ખોટું હશે, પણ તેમાં કોઈ શંકા નથી કે જો 20 જૂન, 1999ની સાંજે વર્લ્ડકપ વસીમ અકરમે ઉઠાવ્યો હોત તો આવનારાં વર્ષોમાં અહીં ક્રિકેટ સાથે જોડાયેલી વ્યવસ્થા જરૂર મજબૂત થઈ હોત.
એક દશકમાં બે વર્લ્ડકપ જીતવાથી વિશ્વકક્ષાએ પાકિસ્તાનના મહત્ત્વમાં વધારો થાત અને ક્રિકેટના હવાલાથી કરાતા નિર્ણયોમાં તેની વાતનું વજન પડત, પણ તેની જગ્યાએ પાકિસ્તાનના ભાગમાં સ્પૉટ ફિક્સિંગ, ડોપિંગ સ્કૅન્ડલ્સ અને બસ નાલેશી જ આવી.
જ્યારે આ ટીમના મોટા ભાગના ખેલાડીઓએ વર્ષ 2003માં ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે ચોક્કસ રીતે નવી ટીમ એક 'મહાન' ટીમનો વિકલ્પ નહોતી.
એટલું જ નહીં, પાકિસ્તાની ક્રિકેટની પારંપારિક આક્રમક શૈલી પણ ધીમેધીમે ખતમ થતી રહી અને પ્રદર્શન નબળું પડતું ગયું. અમે એક મહાન ટીમમાંથી સામાન્ય ટીમ બની ગયા.
એ સમયે મોટેરાં તરફથી બોલાયેલા કમસે કમ ત્રણ જૂઠ આજે પણ મને યાદ છે.
'એક એ કે આપણે કારગિલનો જંગ ન જીત્યા, ન હાર્યા, બીજું કે સૈન્યસત્તા બહુ સારી સાબિત થશે અને ત્રીજું કે હાર-જીત થતી રહે છે, એ કોઈ મોટી વાત નથી.'
'જો આવું થયું હોત તો'ના દાવા પણ અમારી પેઢી અને પાકિસ્તાનમાં ક્રિકેટના પ્રશંસકોની જીભે કદાચ આ હાર બાદ વધ્યા.
'જો વસીમ અકરમે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ લીધી હોત... જો સઈદ અનવરે બૅટની ગ્રિપ ન બદલી હોત તો... વગેરે વગેરે...'
જો આ વર્લ્ડકપ જીતી જાત તો... કદાચ કંઈ ન બદલાત, 92 બાદ શું બદલાયું હતું, સત્તા? કલ્ચરમાં શું ફેરફાર થયા? હાં, એક પેઢીનું દિલ ના તૂટ્યું હોત. ક્રિકેટથી દિલ ના ઊઠ્યું હોત.
દિલનું શું, દિલ તો માની પણ જાય, પરંતુ જ્યારે બે દશકમાં પાંચ વાર એક જ કરતબ દોહરાવવામાં આવે ત્યારે નિરાશા તો થાય.
લૉર્ડ્સના મેદાનમાં રમાયેલી એ ફાઇનલે ઘટનાઓના એક એવા ક્રમને જન્મ આપ્યો છે, જે આજે પણ અટક્યો નથી.
21મી સદીમાં દાખલ થતા પહેલાં કેટલાક સારા નિર્ણયોના માધ્યમથી ક્રિકેટ જ નહીં, પણ આખા રાષ્ટ્રની દિશા નક્કી કરવાનો મોકો ગુમાવ્યો અને આજે મારા જેવા લોકો એ જ વિચારે છે કે...
જિંદગી જબરે મુસલસલ કી તરહ કાટી હૈજાને કિસ જુર્મ કી પાઈ હૈ સજા યાદ નહીં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો