You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીડીપીમાં ઘટાડો અનુમાન કરતાં ઓછો, શું મોદી સરકારે ખુશ થવું જોઈએ?
- લેેખક, આલોક જોશી
- પદ, બીબીસી ગુજરાતી માટી
શ્વાસ રોકીને જેની રાહ જોવાઈ રહી હતી એ સમાચાર આવી ગયા છે.
ગત વર્ષે ભારતની જીડીપીમાં ઘટાડો જેટલી આશંકા હતી તેના કરતા ઓછો રહ્યો અને વર્ષના ચોથા ત્રૈમાસિકમાં જેટલા સુધારનો અંદાજ હતો તેના કરતા સારા આંકડા સામે આવ્યા છે.
પરંતુ આ જીડીપીના મોર્ચા પર છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધારે સમયનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
આંકડા પર નજર રાખનાર અર્થશાસ્ત્રીઓ હવે ચેનનો શ્વાસ લઈ રહ્યા છે. કારણ છે નાણાકીય વર્ષ 2020-21 માટે જ્યાં લગભગ આઠ ટકાનો ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો ત્યાં આ આંકડો 7.3 ટકા પર જ રોકાઈ રહ્યો.
અને તે વર્ષના ચોથા ત્રૈમાસિકમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે જ્યાં 1.3 ટકા વધવાનો અંદાજ હતો ત્યાં 1.6 ટકાનો ઉછાળો આવ્યો છે.
વર્ષના પ્રથમ બે ત્રૈમાસિકમાં જબરદસ્ત ઘટાડા પછી ત્રીજા ત્રૈમાસિક એટલે ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ભારતની જીડીપીમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.
0.4 ટકાના આ ઉછાળો ઉત્સાહજનક તો નહોતો પરંતુ એટલો સંતોષ જરૂર આપે છે કે સતત ત્રણ ત્રૈમાસિક મંદીમાં નહોતા વીત્યા.
હવે સંશોધિત અનુમાનમાં આ આંકડો 0.5 ટકા થઈ ગયો છે. એટલે થોડો વધારે સારો. અને આજ ભારતના અર્થતંત્રનું મંદીમાંથી નીકળવાનો ઔપચારિક ઇશારો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશાનું કિરણ કે ચિંતાના આસાર
મોટાભાગના જાણકારોને આશા એ જ હતી કે ફેબ્રુઆરી 2021માં કોરોનાની બીજી લહેર શરૂ થવા છતાં છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ત્રૈમાસિક એટલે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પણ અર્થતંત્રમાં થોડો સુધાર દેખાયો હતો.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું નાઉકાસ્ટિંગ મૉડલ એટલે ભવિષ્યવાણી સિવાય વર્તમાનની હાલત દાખવનારા ગણિતના હિસાબથી આ દરમિયાન જીડીપીમાં 1.3 ટકાનો ઉછાળો બઢત દેખાવી જોઈતી હતી.
જાહેર છે કે તસવીર વધારે સારી દેખાઈ રહી છે. પરંતુ આ જ આંકડાઓમાં ગંભીર ચિંતાના આસાર પણ દેખાય છે.
ખાસ કરીને ચોથા ત્રિમાસિકમાં જે ગ્રોથ રેટ દેખાઈ રહ્યો છે તે પરેશાન કરનારો છે.
યાદ રાખો કે છેલ્લા વર્ષે માર્ચમાં લગાવવામાં આવેલ લૉકડાઉન જૂનમાં ખતમ થઈ ગયું હતું અને જુલાઈમાં અનલૉક શરૂ થયું હતું જેનાથી ફરીથી કામ-ધંધા પણ શરૂ થઈ ગયા હતા.
ડિસેમ્બર આવતા સુધીમાં લગભગ બધું ખૂલી ગયું હતું. કોરોનાની બીજી લહેરનું નામોનિશાન નહોતું અને પરિસ્થિતિ સામાન્ય થવા ચાલી હતી. કમ સે કમ એવું માનવામાં આવી રહ્યું હતું કે બધું બરાબર છે.
એવામાં આ ત્રિમાસિક માટે માત્ર 11.6 ટકાનો ગ્રોથ બતાવે છે કે અર્થતંત્રની હાલત નાજુક છે.
મામૂલી તેજી
બીજી બાજુ જીડીપીનો આંકડાની જાહેરાત થાય તેના થોડાક જ સમય પહેલા સરકાર તરફથી એ જાહેરાત કરવામાં આવી કે વર્ષ 2020-21માં દેશના ફિઝિકલ ડૅફિસિટ એટલે કે સરકારી ખજાનામાં ખોટ 9.3 ટકા થઈ ગઈ હતી.
જોકે આનાથી પહેલાં આપવામાં આવેલા 9.5 ટકાના અનુમાનથી થોડું ઓછું રહ્યું, આ પણ સામાન્ય રાહતની વાત છે.
બીજી બાજુ અર્થવ્યવસ્થા માટે મહત્વના આઠ સેક્ટરમાં ઉત્પાદનનો આંક ગત મહિને એટલે એપ્રિલમાં 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
પરંતુ આનું કારણ ભારે તેજી નહીં પરંતુ તેના ગત વર્ષે આ દરમિયાન દેશમાં લાગેલું લૉકડાઉન હતું, જેના કારણે તમામ વસ્તુઓ ઠપ હતી.
અને ચિંતાના સમાચાર એ પણ છે કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એટલે સરકાર સિવાય સામાન્ય લોકો અને પ્રાઇવેટ કંપનીઓ તરફથી થનારા ખર્ચમાં અંદાજે આઠ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આની સામે સરકારનો ખર્ચ જરૂર વધ્યો છે પરંતુ તે પણ અંદાજે એક લાખ 80 હજાર કરોડ રૂપિયા જ છે.
પરંતુ આ તો જૂની વાતોનો હિસાબ છે. આ પછીની તસવીર તો ખતરનાક જોવા મળી રહી છે અને આમાં સુધારો થવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.
જોકે હાલ પણ એવા સમાચાર દેખાઈ રહ્યા છે કે મહામારી છતાંય ભારત ચાલુ નાણાંકીય વર્ષમાં ઘણો આકરો ગ્રોથ દેખાડીને દુનિયાને ચોંકાવી શકે છે. પરંતુ આવી ભવિષ્યવાણી કરનારાઓના અનુમાન ધીમે-ધીમે બદલતા જઈ રહ્યા છે.
બાર્કલેઝે 2021-22 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન બીજી વખત ઘટાડીને 11 થી 9.2 ટકા કરી દીધું છે. અને આની સાથે જે તેણે ભયાનક સ્થિતિની પણ કલ્પના કરી છે. એટલે જો કોરોના વાઇરસની ત્રીજી લહેર આવવાનો ડર સાચો સાબિત થયો ત્યારે. બાર્કલેઝના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સ્થિતિમાં ભારતનો જીડીપી વધવાની ઝડપ અને પડીને આ નાણાંકીય વર્ષમાં સાત દશાંશ સાત ટકા જ રહી શકે છે.
બાર્કલેઝે હિસાબ લગાવ્યો છે કે મે મહિનામાં દર એક અઠવાડિયાના લૉકડાઉનથી આર્થિક ગતિવિધિને આઠ અરબ ડૉલરનો ઝટકો લાગી રહ્યો છે, એટલે દર અઠવાડિયે 58 હજાર કરોડ રૂપિયા. એપ્રિલમાં આ આંક 5.3 અરબ ડૉલર હતો. એટલે અંદાજે 38 હજાર કરોડ રૂપિયા અને આ પણ બાર્કલેઝના તે જૂના અનુમાનથી ઘણો વધારે હતો કે એક અઠવાડિયાના લૉકડાઉનનો અર્થ સાડા ત્રણ અરબ ડૉલરનું નુકસાન.
એટલે ત્યારે દર અઠવાડિયે 25 હજાર કરોડ રૂપિયા. તેમનું કહેવું છે કે મેમાં તો નુકસાન એટલું જ રહી શકે છે પરંતુ જો ક્યાંક જૂનમાં પણ લૉકડાઉનની સ્થિતિ આવી તો દર અઠવાડિયે થનારું નુકસાન હજુ વધી શકે છે.
આ આશંકા હવે માત્ર આશંકા જ નથી. દેશના અનેક રાજ્યોમાં લૉકડાઉન જૂનમાં જ ચાલતું રહેશે એ જાહેરાત થઈ ગઈ છે. એવામાં જીડીપી સુધરશે કેવી રીતે?આ સવાલનો જવાબ હરીફરીને ત્યાં જ જે વર્ષ પહેલાં બતાવ્યો હતો તે જ કે સરકારે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડશે. લોકોના ખિસ્સામાં પૈસા નાખવા પડશે અને રોજગાર બચાવવા અથવા નવા રોજગાર પેદા કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ બનાવવા પડશે અને તે ઉદ્યોગોને સહારો આપવો પડશે જેમના પર મંદીની માર પડી છે અને જ્યાં લોકોની રોજીરોટી પર ખતરો વધ્યો છે.
લૉકડાઉનથી થતું નુકસાન
સીઆઈઆઈના પ્રેસિડેન્ટ ઉદય કોટક સરકારને પૂછી ચૂક્યા છે કે હવે નહીં તો ક્યારે.
કેન્દ્રીય બૅન્ક આરબીઆઈ પાસે પણ માગ કરી ચૂક્યા છે કે જે લોકો દેવાના હપ્તા નથી ભરી રહ્યા તેમને રાહત આપવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે.
સીએમઆઈઆઈના સર્વે દેખાડી રહ્યા છે કે દેશમાં 97 ટકા લોકોની કમાણી વધવાની જગ્યાએ વર્ષમાં ઘટી ગઈ છે.
અને આ એક વર્ષમાં દેશની લિસ્ટેડ કંપનીઓનો નફો 57 ટકા વધી ગયો છે. આનું પરિણામ છે કે કંપનીઓનો કુલ નફો દેશના જીડીપીનો 2.63 ટકા થઈ ગયો છે જે દસ વર્ષમાં સૌથી ઉંચો છે.
આ નફાનું કારણ વેચાણ અથવા વેપાર વધવો નથી પરંતુ ખર્ચમાં ઘટ આવવી છે.
નફામાં આ ઉછાળા છતાં ખાનગી ક્ષેત્ર નવા પ્રોજેક્ટ લગાવવા અથવા નવા રોકાણ કરવાની સ્થિતિમાં નથી કારણ કે કારખાના બે તૃતિયાંશ ક્ષમતા પર કામ કરી રહ્યા છે.
એવામાં એક માત્ર આશા સરકાર પાસે જ છે. જે દેવું લઈને વહેંચે, નોટ છાપીને વહેંચે અથવા કોઈ બીજો રસ્તો નીકાળે. પરંતુ ઇકોનૉમીના ખાડાથી નીકાળવાનું કામ હવે તેની જ ક્ષમતાનું કામ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો