ભારતની જીડીપીનો વિકાસદર -7.3 ટકા પર પહોંચ્યો, ચોથા ત્રૈમાસિકમાં 1.6 ટકા રહ્યો વિકાસદર

રૂપિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરીથી માર્ચ 2021ના સમયગાળા દરમિયાન ભારતનો વિકાસદર 1.6 ટકા વધ્યો હતો.

કોરોના મહામારીની ભારતના અર્થતંત્ર પર ખરાબ અસર જોવા મળી હતી.

નાણાકીય વર્ષ 2021માં ભારતનો વિકાસદર -7.3 ટકા રહી જે છેલ્લા ચાર દાયકાથી વધારે સમયમાં સૌથી ખરાબ પ્રદર્શન છે.

ભારત સરકારે સોમવારે GDP એટલે કે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટના આંકડા જાહેર કર્યા હતા.

જાન્યુઆરીથી માર્ચ 2021ના ચોથા ત્રૈમાસિકમાં વિકાસદર 1.6 ટકા નોંધાયો.

સમાચાર સંસ્થાએ એનઆઈએ ભારત સરકારેને ટાંકીને લખ્યું હતું કે નાણાંકીય વર્ષ 2019-20ના જીડીપીની સરખામણીએ 2020-21નો જીડીપી -7.3 ટકા રહી, 2019-20માં વિકાસનો દર 4.0 ટકા હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર જાન્યુઆરીથી માર્ચ 2021ના સમયગાળા દરમિયાન ભારતનો વિકાસદર 1.6 ટકા વધ્યો હતો.

ભારતમાં ગત વર્ષે લૉકડાઉનના કારણે જીડીપી માઇનસમાં ગઈ હતી, જે ભારતમાં 2020-21ના પહેલાં ત્રૈમાસિકમાં 24.9 ટકા રહી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં માઇનસ 7.5 ટકા આવ્યો હતો.

જીડીપી અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપીનો આંકડો મહત્ત્વનો હોય છે.

line

જૂહી ચાવલાએ ભારતમાં 5Gના અમલીકરણની સામે કેસ દાખલ કર્યો

જૂહી ચાવલા

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી જૂહી ચાવલા પર્યાવરણ કાર્યકર્તા પણ છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાનો દાવો કરીને તેમણે આ ફરિયાદ દાખલ કરી છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર અભિનેત્રી જૂહી ચાવલાએ 5જી ટેકનૉલૉજીના અમલીકરણની સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

જૂહી ચાવલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે 5જી નેટવર્કથી મનુષ્યો અને ધરતીની ઇકોસિસ્ટમને ગંભીર અને ફરીથી પરિવર્તિત ન કરી શકાય તેવું નુકસાન થશે.

અભિનેત્રી જૂહી ચાવલા પર્યાવરણ કાર્યકર્તા પણ છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાનો દાવો કરીને તેમણે આ ફરિયાદ દાખલ કરી છે.

તેમના કહેવા પ્રમાણે, જો ટેલિકૉમ કંપનીઓને 5જી નેટવર્ક સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી તો ધરતી પર કોઈ પણ માણસ, પ્રાણી, પક્ષી, જીવજંતુ અને કોઈ પણ છોડ આની અસરમાંથી બાકી નહીં રહે. તે તમામ પર 24 કલાક 365 દિવસ રેડિએશનની 100 ગણાથી પણ વધારે અસર જોવા મળશે.

જૂહી ચાવલાએ કરેલા કેસની સુનાવણી આગામી 2 જૂનના રોજ થશે.

line

સેન્ટ્રલ વિસ્ટા : દિલ્હી હાઈકોર્ટે બાંધકામ રોકવાની અરજી ફગાવી દીધી, અરજ કરનારને એક લાખ રૂપિયાનો દંડ કર્યો

સેન્ટ્રલ વિસ્ટા

ઇમેજ સ્રોત, TWITTER/OM BIRLA

દિલ્હી હાઈકોર્ટે નરેન્દ્ર મોદી સરકારના નવા સંસદભવન, રાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાન નિવાસસ્થાનને લગતી સેન્ટ્રલ વિસ્ટા યોજનાનું બાંધકામ અટકાવવા માટેની અરજી ફગાવી દીધી છે.

દિલ્હી હાઈકોર્ટે જાહેરહિતની અરજીને મોટિવેડેટ ગણાવી અને અરજી કરનારને અક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ માટે નવું ઘર અને ઘણી ઑફિસ બનાવાઈ રહી છે. આખા પ્રોજેક્ટની કિંમત અંદાજે 20 હજાર કરોડ રૂપિયા બતાવાઈ રહી છે.

શરૂઆતથી આ પ્રોજેક્ટને લઈને વિવાદ થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2019માં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ત્યારથી આલોચકોનું કહેવું છે કે આટલી મોટી રકમનો ઉપયોગ લોકોની ભલાઈ સાથે જોડાયેલાં કામો માટે કરાઈ શકાતો હતો

ઉલ્લેખનીય છે કે આ યોજના સામે અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે તેના બાંધકામની પરવાનગી આપી હતી.

કોરોનાકાળમાં પણ આ યોજના હેઠળની કામગીરીને આવશ્યક શ્રેણીમાં મૂકવામાં આવી છે અને તેનું કામ ચાલુ છે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેને "આપરાધિક બરબાદી" ગણાવતા પીએમ મોદીને મહામારીને નાથવાની અપીલ કરી છે.

line

હવાઈ મુસાફરી બનશે મોંઘી, મોદી સરકારે ફરીથી લઘુતમ ભાડું વધાર્યું

હવાઇ મુસાફરી ફરી મોંઘી બની

ઇમેજ સ્રોત, ALAMY

ઇમેજ કૅપ્શન, 40 મિનિટની જે ફ્લાઇટના લઘુતમ દર 2300 રૂપિયા હતા તેમાં હવે 13 ટકાનો વધારો કરી તેને 2600 રૂપિયા કરી દેવાયા છે.

એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલોના ભાવ વધી ગયા છે, તો બીજી તરફ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી બનશે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ફ્લાઇટ્સના લઘુત્તમ દરોમાં ફરી એક વાર વધારો કર્યો છે. અને ઍરલાઇન્સને તેની કૂલ ફ્લાઇટ્સના 50 ટકા ક્ષમતા સાથે ઑપરેટ કરવા પણ છુટ આપી છે.

40 મિનિટની જે ફ્લાઇટના લઘુતમ દર 2300 રૂપિયા હતા તેમાં હવે 13 ટકાનો વધારો કરી તેને 2600 રૂપિયા કરી દેવાયા છે.

જ્યારે 40થી 90 મિનિટની ફ્લાઇટના દર જે 2900 રૂપિયા હતા તેને વધારી 3300 રૂપિયા કરી દેવાયા છે.

60થી 90 મિનિટ માટે લઘુ્ત્તમ 4000 રૂપિયા જ્યારે 90થી 120 મિનિટ માટે 4700 રૂપિયા લઘુતમ ભાડુ નક્કી કરાયું છે.

line

મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નૅગેટિવ, પણ હોસ્પિટલમાં દાખલ

મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેહુલ ચોક્સીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર મેહુલ ચોક્સીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નૅગેટિવ આવ્યો છે. પરંતુ તેમને કોઈક કારણસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર તેમની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે તેમને શું તકલીફ થઈ છે તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.

તેમને રોસેઉમાં ડૉમિનિકા ચાઇના ફ્રૅન્ડશિપ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

line

ઇપીએફઓએ નવા લાભ જાહેર કર્યાં, 1લી જૂનથી નિયમ પણ બદલાશે

પીએફના નવા લાભ જાહેર કરાયા

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પીએફના નવા લાભ જાહેર કરાયા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પીએફ લાભકર્તાઓ માટેના નવા લાભ જાહેર કરાયા છે.

‘ઇકૉનૉમિક્સ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઇપીએફઓ અને ઈએસઆઈ સંચાલિત યોજનાઓ હેઠળના વધારાના લાભ જાહેર કરાયા છે.

જેમાં કોરોનાને લીઘે મૃત્યુ પામનારા વીમાધારકના આશ્રિતને પેન્શન તથા ઈપીએફઓ સાથે સંકળાયેલ વીમા યોજનાની કૂલ સમ ઍસ્યોર્ડ રકમ રૂપિયા 6 લાખથી વધારી 7 લાખ કરી દેવાઈ છે.

મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે કર્મચારીઓ કોરોનાને કારણે તણાવમાં છે અને ભયમાં છે. જેથી આ વધારાના લાભ જાહેર કરવામાં આવ્યા છે.

વળી સાથે જ 1લી જૂનથી એક નવો નિયમ પણ જાહેર કરાયો છે. જેમાં કર્મચારીની કંપનીએ ખાતાધારકનું આધાર ફરજિયાત લિંક કરવાનું રહેશે. અને જવાબદારી કંપનીની રહેશે.

જો આમ નહીં કરવામાં આવશે તો ખાતાધારકના ખાતામાં જતું યોગદાન અટકાવી દેવામાં આવશે.

વીડિયો કૅપ્શન, વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?
line

કેદીએ કહ્યું મને કોરોનાકાળમાં જેલમાં સુરક્ષિત લાગે છે, બહાર નહીં જઈશ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મેરઠમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. રાજ્ય સરકારે મેરઠ જેલમાં રહેલા 43 કેદીઓને કોરોનાને પગલે 8 સપ્તાહના ખાસ પેરોલ આપવા માટે મંજૂરી આપી હતી.

પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આશિષ કુમાર નામના કેદીએ ખુદ પેરોલ લેવાથી ઇન્કાર કરી દીધો છે.

કેદીનું કહેવું છે કે તેને કોરોનાકાળમાં બહાર કરતા અંદર વધારે સારુ લાગે છે. સરકારે તેની આ વાત માનીને પેરોલ પરત લઈ લીધા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો