ઇઝરાયલી હુમલામાં બરબાદ થઈ ગયું ગાઝા, હજુ 'ખાતમો બોલાવવા' સૈન્ય કટિબદ્ધ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ જારી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગાઝામાં થઈ રહેલા સંઘર્ષમાં વિરામની માગનું સમર્થન કર્યું એના થોડા જ કલાકોમાં રૉકેટ હુમલા ફરી શરૂ થઈ ગયા છે.

દક્ષિણ ઇઝરાયલમાં થયેલા રૉકેટ હુમલામાં દસ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મેગન ડેવિડ ઍડમ ઍમ્બ્યુલન્સ સેવા દ્વારા આપવામાં આવી છે.

આ દસ લોકો પૈકી ચારને ગંભીર ઈજા થઈ છે. જોકે સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે આ હુમલામાં બે મોત થયાં છે.

'ધ હારેટ્સ' અખબાર પ્રમાણે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ દ્વારા 50 રૉકેટ ફાયર કરવામાં આવ્યાં હતાં. જેનાથી રહેણાક વિસ્તારમાં નુકસાન થયું છે.

line

'ગાઝાને સેંકડો ટાર્ગેટ અમારા નિશાના પર'

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ ક્યારે અટકશે?

મંગળવારે મળસકે ઇઝરાયલી સેના દ્વારા પણ ઍરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં ગાઝાની બે ઇમારતોને ઘણું નુકસાન થયું હતું.

આ સાથે જ ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેઓ હમાસની ટનલોનો ખાતમો બોલાવશે.

ઇઝરાયલના સંરક્ષણમંત્રી બેની ગેન્ટ્સનું કહેવું છે કે ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સના નિશાના પર ગાઝાના સેંકડો ટાર્ગેટ છે.

તેમણે કહ્યું, "આઈડીએફના હમાસ પર હુમલા કરવાના અનેક પ્લાન છે અને આ લડાઈ ત્યાં સુધી નહીં અટકે, જ્યાં સુધી પૂર્ણ અને લાંબા ગાળા માટે શાંતિ નહીં સ્થપાય."

તેમણે એવું પણ કહ્યું હતું કે આઈડીએફ તમામ સરહદો પર તહેનાત છે અને ઇઝરાયલના નાગરિકો પરના હુમલાને સાંખી લેવામાં નહીં આવે.

જે બાદ પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ રૉકેટથી ઇઝરાયલમાં હુમલો કર્યો હતો. જે દરમિયાન ઇઝરાયલની દક્ષિણે આવેલાં શહેરોમાં સાઇરન ગૂંજી ઊઠ્યાં હતાં.

line

સંઘર્ષવિરામની અપીલો છતાં હિંસા યથાવત્

સંઘર્ષવિરામની અપીલ રહી બેઅસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા સહિતના દેશોની સંઘર્ષવિરામની અપીલ છતાં સંઘર્ષ જારી

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે બાઇડને ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુને કહ્યું છે કે ગાઝામાં હિંસા રોકવા માટે અમેરિકા અન્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે.

જો બાઇડને ઇઝરાયલને કહ્યું છે કે તેઓ નિર્દોષ લોકોના રક્ષણ માટે તમામ શક્ય પ્રયાસો કરશે.

તેમણે નિવેદનમાં કહ્યું છે કે "બંને નેતાઓએ ગાઝામાં હમાસ અને અન્ય ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ ઇઝરાયલની સૈન્યકાર્યવાહી પર ચર્ચા કરી હતી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો