ભારતમાં કુંભમેળાએ ‘સુપર સ્પ્રેડર’ બની કોરોના ફેલાવ્યો હોવાની વાત કેટલી સાચી?

કુંભમાં આવેલા સાધુસંત

ઇમેજ સ્રોત, EPA/IDREES MOHAMMED

ઇમેજ કૅપ્શન, જ્યારે 15 માર્ચે કુંભ આયોજનમાં ભાગ લેવા મહંત શંકરદાસ હરિદ્વાર પહોંચ્યા ત્યારે દેશના બીજા ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા.
    • લેેખક, ગીતા પાંડેય
    • પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા

ગત મહિને જ્યારે એક તરફ ભારત કોરોના વાઇરસની ઘાતક બીજી લહેર સામે લડી રહ્યું હતું, ત્યારે બીજી તરફ કુંભમેળામાં ભાગ લેવા માટે લાખો હિંદુ શ્રદ્ધાળુઓ હિમાલયની તળેટીમાં આવેલા હરિદ્વાર શહેરમાં પહોંચી રહ્યા હતા.

એ સમયે ઘણાને એ વાતનો ડર હતો કે ક્યાંક કુંભમેળો કોરોના મહામારી ફેલાવનારી 'સુપર સ્પ્રેડર ઘટના' સાબિત ન થાય. એવું લાગે છે કે એ ડર હવે હકીકતમાં ફેરવાઈ ગયો છે.

કુંભમાંથી આવેલા લોકોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી રહ્યા છે અને સંભવતઃ દેશના ઘણા વિસ્તારોમાં હવે કુંભ સંક્રમણનું કારણ બની રહ્યો છે.

જ્યારે 15 માર્ચે કુંભ આયોજનમાં ભાગ લેવા મહંત શંકરદાસ હરિદ્વાર પહોંચ્યા ત્યારે દેશના બીજા ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા.

સત્તાવાર રીતે કુંભમેળો શરૂ થવાના ચાર દિવસ પહેલાં ચાર એપ્રિલ 80 વર્ષીય હિંધુ સાધુ મહંતદાસ કોરોના પૉઝિટિવ થયા. તેમને પોતાના ટેન્ટમાં ક્વૉરેન્ટીન રહેવાની સલાહ અપાઈ હતી.

પણ આઇસોલેશનમાં રહેવાને બદલે તેમણે પોતાનો સામાન બાંધ્યો અને ટ્રેન પકડીને એક હજાર કિલોમિટરની સફર ખેડીને વારાસણી પહોંચી ગયા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રેલવે સ્ટેશને તેમને તેમના પુત્ર નાગેન્દ્ર પાઠક લેવા આવ્યા હતા.

બંનેએ એક ટેક્સીમાં રેલવે સ્ટેશનથી લઈને વારાણસી પાસેના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા પોતાના ગામ સુધી 20 કિમીની સફર ખેડી.

પોતાના ઘરેથી તેમણે ફોન પર મને જણાવ્યું કે હવે તેમની તબિયત 'બિલકુલ સારી' છે અને જ્યારથી તેઓ ઘરે આવ્યા છે, ત્યારથી ક્વૉરેન્ટીનમાં છે. તેમણે કહ્યું કે કોઈને પણ તેમના કારણે કોરોના સંક્રમણ થયું નથી.

પરંતુ તેમના ઘરે પહોંચ્યાના કેટલાક દિવસો બાદ તેમના પુત્ર અને ઘણા ગામલોકોમાં કોવિડ-19નાં લક્ષણો જોવાં મળ્યાં. મહંતના પુત્ર નાગેન્દ્ર પાઠકે જણાવ્યું કે કોવિડ-19 સંક્રમણથી તેઓ હવે પૂરા સ્વસ્થ છે.

તેમણે કહ્યું, "ગત એક પખવાડિયામાં ગામમાં તાવ અને ખાંસીને કારણે 13 લોકોનાં મૃત્યુ થયાં છે."

line

કુંભમાંથી આવેલા લોકોમાં સંક્રમણ

કુંભમેળામાં શ્રદ્ધાળુ સ્નાન કરતા

ઇમેજ સ્રોત, XAVIER GALIANA

ઇમેજ કૅપ્શન, કોરોના સંક્રમણની આંશકાને જોતા ઘણી રાજ્ય સરકારોએ કુંભમાંથી આવેલા શ્રદ્ધાળુઓને 14 દિવસ ક્વૉરેન્ટીનમાં રહેવાનું જણાવ્યું

ગામમાં જે સંક્રમણ ફેલાયું એ મહંતદાસથી ફેલાયું હોય એવું બની શકે અને કદાચ ન પણ ફેલાયું હોય.

જોકે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમનો વ્યવહાર બહુ જ બિનજવાબદાર હતો અને ભીડવાળી ટ્રેન અને પછી ટેક્સીમાં સફર દરમિયાન તેમણે રસ્તામાં અનેક લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હોઈ શકે છે.

ઍપિડેમિયોલૉજિસ્ટ ડૉક્ટર લલિતા કાંત કહે છે, "મોટી સંખ્યામાં માસ્ક વિના ટોળી બનાવીને ગંગાકિનારે મહાનતા ગાનારા આ સમૂહો"એ કોરોના વાઇરસને ઝડપી ફેલાવવાનો માહોલ બનાવ્યો. આપણને પહેલેથી ખબર હતી કે ચર્ચો અને મંદિરોમાં ટોળી બનાવીને પ્રાર્થના કરનારી જેવી ઘટનાઓને સુપર સ્પ્રેડર ઘટના કહેવાય છે."

અધિકારીઓ અનુસાર, હરિદ્વારમાં કુલ કોરોના સંક્રમણના 2,642 કેસ નોંધાયા છે, જેમાં ઘણા વરિષ્ઠ હિંદુ ધાર્મિક નેતાઓ પણ સામેલ છે.

અહીંથી ઘરે પહોંચીને કોરોના પૉઝિટિવ થયેલા લોકોમાં પડોશી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ અને નેપાળના પૂર્વ રાજા અને રાણી જ્ઞાનેન્દ્ર શાહ અને કોમલ શાહ સામેલ છે.

કુંભથી પરત ફરીને મુંબઈની એક હૉસ્પિટલમાં બોલીવૂડના જાણીતા સંગીતકાર શ્રવણ રાઠોડનું મૃત્યુ થયું. એક અખાડાના નવ સાધુઓનાં પણ કોરોનાને કારણે મોત થયાં.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કોરોના સંક્રમણની આંશકાને જોતા ઘણી રાજ્ય સરકારોએ કુંભમાંથી આવેલા શ્રદ્ધાળુઓને 14 દિવસ ક્વૉરેન્ટીનમાં રહેવાનું જણાવ્યું અને પોતાની યાત્રા અંગે જાણકારી છુપાવનારાઓ પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી.

કેટલીક રાજ્ય સરકારોએ કુંભમાંથી આવનારા માટે આરટી-પીસીઆર ટેસ્ટ પણ અનિવાર્ય કરી દીધો.

પણ કેટલાંક જ રાજ્યો પાસે આવા યાત્રાળુઓની સૂચિ છે. એટલું જ નહીં કોઈ રાજ્ય પાસે તેમની સીમાઓ પર પ્રવેશ કરનારા લોકો માટે ટેસ્ટિંગ અને ટ્રૅસિંગ માટે ફુલ-પ્રૂફ વ્યવસ્થા પણ નથી.

ગત બે અઠવાડિયાંમાં આખા ભારતમાં કુંભમેળામાંથી આવેલા લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના સમાચારો મળી રહ્યા છે.

- રાજસ્થાનમાં પ્રશાસને કોવિડ-19 સંક્રમણ (ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં) ઝડપથી ફેલાવવા માટે કુંભથી આવેલા શ્રદ્ધાળુઓને જવાબદાર ઠેરવ્યા છે.

- દેશના પૂર્વમાં આવેલા ઓડિશામાં કુંભમાંથી આવેલા કમસે કમ 24 લોકો કોરોના પૉઝિટિવ આવ્યા હતા.

- ગુજરાતમાં એક ટ્રેનમાં મુસાફરી કરનારા 313 યાત્રાળુઓમાંથી કમસે કેમ 34 લોકો કોરોના પૉઝિટિવ મળ્યા હતા.

- મધ્યપ્રદેશના એક ગામમાં કુંભમાંથી આવેલા 61માંથી 60 એટલે કે 99 ટકા શ્રદ્ધાળુઓ સંક્રમિત મળ્યા હતા. અહીં અધિકારી હવે એ શ્રદ્ધાળુઓને શોધી રહ્યા છે, જે લાપતા ગણાવાઈ રહ્યા છે.

line

'ચૂંટણી થઈ શકે તો કુંભ કેમ નહીં'

કુંભમાં આવેલા સાધુસંત

ઇમેજ સ્રોત, MONEY SHARMA / AFP

ઇમેજ કૅપ્શન, કેટલીક રાજ્ય સરકારોએ કુંભમાંથી આવનારા માટે આરટી-પીસીઆર ટેસ્ટ પણ અનિવાર્ય કરી દીધો.

ડૉક્ટર લલિત કાંત કહે છે, "આ વિનાશકારી છે. આ આંકડાઓ તો હાથીની પૂંછડી જેટલા છે. ભીડવાળી ટ્રેનો અને બસોમાં સફર કરનારા શ્રદ્ધાળુઓને કારણે સંક્રમણ ફેલાયાના કેસ અનેક ગણા વધુ હશે. હું ખચકાટ વિના કહું છું કે ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધવા પાછળ એક મોટું કારણ કુંભમેળો છે."

મેં મહંત દાસને પૂછ્યું કે શું એ યોગ્ય ન રહેત કે કુંભમેળાનું આયોજન રદ કરી નાખ્યું હોત? ખાસ કરીને એવા સમયે જ્યારે દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ દિવસેદિવસે વધી રહ્યો છે અને બેડ અને ઓક્સિજન અને જરૂર દવાઓની કમીને કારણે હૉસ્પિટલ દર્દીઓને ભરતી કરી શકતી નથી?

આ સવાલના જવાબમાં મહંતદાસ બચાવની મુદ્રામાં આવી ગયા.

તેમણે સવાલ કર્યો, "જો એવું હોય તો સરકાર માટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી કરાવવી અને ચૂંટણી રેલીઓ કરાવવી શું યોગ્ય હતું? એવું કેમ કે અમારા જેવા ભગવાનના ભક્તોને કહેવાય છે કે અમારું મેળામાં જવું ખોટું હતું?"

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકારોનું કહેવું છે કે મહંત દાસ જેવા હિંદુ ધાર્મિક નેતાઓના સંભવિત વિરોધને કારણે મોદી આ મેળાનું આયોજન રદ કરવા માગતા નહોતા.

સાધુ-સંત અને હિંદુ ધાર્મિક નેતા સત્તાધારી પાર્ટીના સૌથી મોટા સમર્થકોમાં આવે છે અને ચૂંટણી સમયે હિંદુ મત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

line

ઝડપથી ફેલાતા સંક્રમણને રોકવામાં મોડું થયું

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

12 એપ્રિલે કુંભમેળાનો સૌથી મોટો દિવસ હતો, જ્યારે સોમવતી અમાસના દિવસે શાહીસ્નાન થવાનું હતું.

આ દિવસે 30 લાખથી વધુ લોકોએ એ વિચારીને ગંગામાં ડૂબકી લગાવી કે તેનાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થશે.

આ દિવસે ભારતમાં કોરોના સંક્રમણના 168,000 નવા કેસ નોંધાયા હતા. આ નવા આંકડાઓ સાથે ભારત બ્રાઝિલને પાછળ છોડીને કુલ કોરોના સંક્રમિતો મામલે દુનિયાનો બીજો દેશ બની ગયો હતો.

તેના એક અઠવાડિયા બાદ કુંભમેળામાં ભાગ લેવા પહોંચેલા એક મોટા સાધુનું કોરોનાને કારણે મૃત્યુ થયું ત્યારે સરકારે તેના આયોજનના સ્તરને ઓછું કરવા અંગે નિર્ણય કર્યો.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

વડા પ્રધાને અખાડાઓ અને સાધુઓને અપીલ કરી કે તેઓ કુંભમેળાને પ્રતીકાત્મક કાર્યક્રમમાં બદલી નાખે.

પણ જ્યારે આ અપીલ કરાઈ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

ગત અઠવાડિયે કુંભમેળાના આયોજકોએ જણાવ્યું કે કુંભમેળામાં 91 લાખ લોકોએ ભાગ લીધો. તો ઉત્તરાખંડ હાઈકોર્ટે કહ્યું કે "કોરોના મહામારીના ઝડપથી વધતા કેસ વચ્ચે કુંભમેળાના આયોજનને મંજૂરી આપવાથી રાજ્યની હાંસી ઉડાવાઈ રહી છે."

વાસ્તવમાં કુંભમેળાની શરૂઆતથી આંશકા વ્યક્ત કરાઈ હતી કે તેના કારણે જોખમ પેદા થઈ શકે છે.

માર્ચના શરૂઆતમાં જ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સરકારને ચેતવણી આપી હતી કે "દેશમાં એક નવો અને વધુ સંક્રામક કોરોના વાઇરસ વૅરિએન્ટ ઝડપથી પગ ફેલાવી રહ્યો છે."

તેમનું કહેવું હતું કે આવી સ્થિતિમાં માસ્ક વિના લાખો લોકોના એક સ્થળે ભેગા થવા જેવી ઘટનાઓ ખતરનાક સાબિત થઈ શકે છે.

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મને જણાવ્યું કે શરૂઆતથી તેમની યોજના "સીમિત અને પ્રતીકાત્મક રૂપે કુંભમેળાના આયોજનની હતી", કેમ કે એક્સપર્ટે તેમને જણાવ્યું હતું કે કોરોના મહામારી હજુ ખતમ થવાની નથી."

તેમણે જણાવ્યું, "કુંભમેળામાં દેશમાંથી જ નહીં પણ દેશની બહારથી પણ લોકો આવે છે. મને ચિંતા હતી કે કોઈ સ્વસ્થ વ્યક્તિ હરિદ્વાર પહોંચે તો ત્યાંથી સંક્રમણ લઈને પરત ન જાય."

line

ભીડને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બન્યું

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

પણ કુંભમેળાના કેટલાક દિવસો પહેલાં જ ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતને મુખ્ય મંત્રી બનાવી દેવાયા હતા.

મુખ્ય મંત્રી બન્યાના કેટલાક દિવસો બાદ તેમણે કહ્યું, "કુંભમાં મા ગંગાની અવિરલ ધારા છે, તેમના આશીર્વાદ લઈને જશો તો તેનાથી કોરોના ન ફેલાવવો જોઈએ."

નવા મુખ્ય મંત્રીએ કહ્યું, "કોઈને પણ કુંભમેળામાં આવતા રોકાશે નહીં" અને તેના માટે કોઈને કોવિડ-19 નૅગેટિવ રિપોર્ટની જરૂર નથી.

તેમનું કહેવું હતું કે માત્ર સુરક્ષાના કારણસર લાગુ કરેલા નિયમોનું પાલન કરવું જ પૂરતું હશે.

પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ શહેરમાં પહોંચવા લાગી અને સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત અધિકારીઓ માટે સુરક્ષાનિયમોનું પાલન કરાવવું લગભગ અશક્ય થઈ ગયું.

હરિદ્વારના મુખ્ય મેડિકલ ઑફિસર ડૉક્ટર શંભુકુમાર ઝાએ મને જણાવ્યું કે લોકોની ભીડને નિયંત્રિત કરવા "બેહદ મુશ્કેલ" થઈ ગયું હતું, કેમ કે લોકો કોરોનાના નૅગેટિવ રિપોર્ટ સાથે આવ્યા નહોતા અને "જે શ્રદ્ધાળુ આસ્થાને નામે લાંબી સફ ખેડીને પહોંચ્યા હતા, એમને અમે પરત મોકલી શકતા નહોતા."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેઓ સવાલ કરે છે, "ધાર્મિક આયોજનમાં સામેલ થવા આવેલા લોકોને તમે ફાંસીએ તો ન ચડાવી શકો ને?"

તેમણે કહ્યું કે તેમણે કેન્દ્ર સરકાર અને હાઇકોર્ટ દ્વારા જાહેર કરેલા દિશાનિર્દેશોનું પાલન કરવાની પૂરી કોશિશ કરી હતી.

ઉત્તરાખંડમાં હાજર થિન્કટેન્કના સંસ્થાપક અનુપ નૌટિયાલે મને કહ્યું, "જ્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થવા લાગી તો દિશાનિર્દેશોનું પાલન કરાવવું અશક્ય થઈ ગયું. આ દિશાનિર્દેશો કાગળ પર તો સારા લાગે છે, પણ તેને લાગુ કરવા અશક્ય છે."

line

શું હવે સ્થિતિ સુધારી શકાય તેમ છે?

કોરોના ટેસ્ટિગ

ઇમેજ સ્રોત, XAVIER GALIANA/Getty

ઇમેજ કૅપ્શન, સાધુ-સંત અને હિંદુ ધાર્મિક નેતા સત્તાધારી પાર્ટીના સૌથી મોટા સમર્થકોમાં આવે છે અને ચૂંટણી સમયે હિન્દુ મત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

ઉત્તરાખંડમાં 15 માર્ચ, 2020થી કોરોના સંક્રમણનો પહેલો કેસ આવ્યા બાદ નૌટિયાલ સતત સ્વાસ્થ્ય મંત્રાલયના જાહેર કરેલા આંકડાઓને એકત્ર કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે શ્રદ્ધાળુઓ આવવા શરૂ થયા બાદ 14થી 20 માર્ચ સુધી પ્રદેશમાં કોરોનાના 557 કેસ નોંધાયા હતા.

બાદમાં સંક્રમણ ઝડપથી વધ્યું અને 25 એપ્રિલથી 1 મે વચ્ચે કુંભના આખરી કેટલાક દિવસોમાં પ્રદેશમાં સંક્રમણના 38,581 કેસ નોંધાયા.

તેઓ કહે છે, "એ કહેવું ખોટું ગણાશે કે કોરોનાના બધા કેસ કુંભમેળાને કારણે આવ્યા હતા, પણ એ વાતનો ઇનકાર ન કરી શકાય કે કુંભ દરમિયાન કોરોનાના કેસમાં વધારો થયો."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

મેં ડૉક્ટર લલિત કાંતને પૂછ્યું કે કુંભને કારણે પેદા થયેલી સ્થિતિને નિવારવા માટે હવે શું કરી શકાય તેમ છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "કોઈએ કહ્યું હતું કે શ્રદ્ધાળુઓથી અહીં જતી વખતે પ્રસાદ તરીકે કોરોના વાઇરસ લઈને જશે અને બધાને વહેંચશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે હવે શ્રદ્ધાળુઓ અલગઅલગ સ્થળોએ સંક્રમણ લઈને ગયા છે."

"અત્યાર સુધીમાં જે થઈ ગયું છે અને તેને કારણે જે સ્થિતિ પેદા થઈ છે, તેને સુધારવા માટે મને કોઈ રસ્તો સૂઝતો નથી. તમે કહી શકો કે જહાજ લઈને આપણે દરિયામાં આવી ગયા છીએ. હવે આપણે કિનારા સુધી સુરક્ષિત પરત પણ ફરી શકતા નથી."

"આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. હું માત્ર એ પ્રાર્થના કરી શકું કે બધામાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જ હોય અને તેઓ જલદી સ્વસ્થ થઈ જાય."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો