You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવિડ હૉસ્પિટલમાં દાખલ થવા માટે પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત નહીં - કેન્દ્ર સરકાર
દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે અને મહત્ત્ત્વના આરટી-પીસીઆર ટેસ્ટ બાબતે પણ સવાલ કરવામાં આવે છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ સારવાર ફેસિલિટીમાં દાખલ થવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસના દરદીઓને કોવિડ ફેસિલિટીમાં દાખલ કરવાની પૉલિસીમાં ફેરફાર કરી પૉઝિટિવ રિપોર્ટની મર્યાદા દૂર કરી છે.
અગાઉ કોવિડ હેલ્થ ફેસિલિટીમાં દાખલ થવા માટે કોવિડ પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડના સંદિગ્ધ કેસને એ મુજબના વોર્ડમાં દાખલ કરવામાં આવશે. કોઈ પણ દરદીને સેવા આપવાનો ઇન્કાર નહીં થઈ શકે. જો દરદી અન્ય શહેરનો હોય તો પણ તેને ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરે પૂરા પાડવાના રહેશે.
આ ઉપરાંત પર કેન્દ્ર સરકારે અન્ય નિયમોમાં ફેરફાર કર્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ કેન્દ્ર સરકારે કહ્યું છે, જે તે સ્થળનું માન્ય ઓળખપત્ર ન હોવાને અભાવે કોઈને પણ દાખલ કરવા ઇન્કાર કરી શકાશે નહીં.
કેન્દ્ર સરકારે કહ્યું કે, હૉસ્પિટલમાં દાખલ થવાની એક માત્ર યોગ્યતા દરદીની જરૂરિયાત કેટલી છે એ રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં શનિવારે સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં 4 લાખ નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો કેસ લોડ 2.18 કરોડ થઈ ગયો છે જે પૈકી 37 લાખ ઍક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 4187 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે અને દેશમાં કુલ મરણાંક 2.38 લાખ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો