ભારતમાં કોરોનાનો કેર : ફરી એક લાખ કરતાં વધુ કેસ નોધાયા, દેશમાં કેવી છે સ્થિતિ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ગત દિવસોમાં કોરોના વાઇરસના કેસ 1 લાખની આસપાસ આવી રહ્યા છે

કેન્દ્રીય આરોગ્યમંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 1,26,789 કેસ નોંધાયા છે.

આ દરમિયાન 60 હજાર લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 685 લોકોનાં કોવિડ-19થી મૃત્યુ થયાં છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારી આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધી કોરોનાના લીધે 1,66,862 લોકોનાં મૃત્યુ થયાં છે.

હાલમાં દેશભરમાં કોરોનાના 9,10,000થી વધુ સક્રિય કેસ છે.

આરોગ્યમંત્રાલય અનુસાર અત્યાર સુધી દેશમાં કોરોનાની રસીના નવ કરોડ એક લાખ 98 હજારથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

line

બુધવારે પણ 1 લાખ કરતાં વધુ કેસ નોંધાયા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતમાં બુધવારે કોરોના વાઇરસના 1 લાખ 15 હજાર 736 નવા કેસ સામે આવ્યા હતા.

આ નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 8 લાખ 43 હજાર 473 થઈ ગઈ હતી.

આ દરમિયાન કોવિડ-19ને કારણે 630 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેની સંખ્યા ઉમેરતા ભારતમાં કોવિડથી મરનારનો આંકડો 1 લાખ 66 હજાર 177 થઈ ગયો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, બુધવાર સુધીમાં ભારતમાં 1 કરોડ 28 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા હતા અને 8 કરોડ 70 લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી.

line

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેવી સ્થિતિ છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. ગત દિને મહારાષ્ટ્રમાં લગભગ 60 હજાર નવા કેસ નોંધાયા, જે સમગ્ર દેશમાં નોંધાયાયેલા કોરોનાના નવા કેસ કરતાં અડધા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 59907 કેસ નોંધાયા, જે સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 31,73,261 થઈ ગઈ છે.

તો આ દરમિયાન 322 દરદીઓનાં મૃત્યુ થયાં, જે સાથે જ રાજ્યમાં કુલ મૃતાંક 56,652 થઈ ગયો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિની ગંભીરતાને જોતાં કેન્દ્રના વિશેષજ્ઞોની ટીમ મોકલવામાં આવી હતી.

બીજી તરફ દિલ્હીમાં પણ પરિસ્થિત કથળી રહી છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાઇરસના નવા 5,506 કેસ નોંધાયા, જ્યારે 20 દરદીઓનાં મૃત્યુ થયાં.

આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ સક્રિય કેસોની સંખ્યા 19,455 થઈ ગઈ છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

ગુજરાતમાં કેવી સ્થિતિ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કોરોના વાઇરસના નવા કેસ ત્રણ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે

ગુજરાતમાં કોરોના વાઇરસથી સ્થિતિ વકરી રહી છે અને બુધવારે 3575 નવા કેસ સામે આવ્યા તો 22 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં.

ગુજરાત સરકારની અખબારી યાદી મુજબ આ દરમિયાન 2217 દરદીઓ સાજા થયા. બુધવારે સામે આવેલા કેસોમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદમાં નોંધાયા.

અમદાવાદ શહેરમાં 804, સુરત શહેરમાં 621, રાજકોટ શહેરમાં 395 અને વડોદરા શહેરમાં 351 કેસ સામે આવ્યા.

રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 18684 છે. જે પૈકી 175 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 18509 દરદીઓની સ્થિતિ સ્થિર ગણાવાઈ રહી છે.

સરકારની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં 1 લાખ 75 હજાર 660 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો