ગુંદેચા બંધુ અને #MeToo : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ચર્ચાઈ રહેલા કેસની સમગ્ર કહાણી શું છે?

ગુંદેચા બંધુ

ઇમેજ સ્રોત, FACEBOOK/ GUNDECHA BROTHERS

ઇમેજ કૅપ્શન, રમાકાંત ધ્રુપદના પ્રખ્યાત પુરસ્કર્તા હતા અને ઉમાકાંત હજી પણ છે. ધ્રુપદ તે હિન્દુસ્તાની સંગીતની સૌથી જૂની શૈલીમાંની એક છે. જ્યારે અખિલેશ તાલવાદક છે. વર્ષ 2012માં, રમાકાંત અને ઉમાકાંતને સંગીતના યોગદાન બદલ ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત થયું હતું.
    • લેેખક, નિખિલ ઇનામદાર અને પૂજા અગ્રવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ

તેમની અસ્વસ્થતા અને ગભરાટ ઝૂમ સ્ક્રીન પર પણ સ્પષ્ટ દેખાતી હતી. તેમનું નામ સુરક્ષાના કારણસર બદલવામાં આવ્યું છે. પરંતુ મોનિકા તેમની વાત કહેવા માગે છે.

તેમનો આરોપ છે કે ભારતના રાજ્ય મધ્ય પ્રદેશમાં આવેલી ધ્રુપદ સંસ્થાનની શાળામાં તેઓ જ્યારે વિદ્યાર્થિની હતાં ત્યારે પ્રખ્યાત શાસ્ત્રીય ભારતીય સંગીતકાર રામકાંત ગુંદેચા દ્વારા તેમની પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

નવેમ્બર - 2019માં ગુંદેચાનું અવસાન થયું હતું, પરંતુ ત્યારબાદ તેમના ભાઈઓ ઉમાકાંત અને અખિલેશ પર મ્યુઝિક સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા જાતીય સતામણી અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણ મહિનાની તપાસ દરમિયાન, બીબીસીએ ત્રણેય ગુંદેચા ભાઈઓ વિરુદ્ધ અનેક આક્ષેપો સાંભળ્યા છે. જોકે, ઉમાકાંત અને અખિલેશ આ આરોપોને નકારે છે.

રમાકાંત ધ્રુપદના પ્રખ્યાત પુરસ્કર્તા હતા અને ઉમાકાંત હજી પણ છે. ધ્રુપદ તે હિન્દુસ્તાની સંગીતની સૌથી જૂની શૈલીમાંની એક છે. જ્યારે અખિલેશ તાલવાદક છે. વર્ષ 2012માં, રમાકાંત અને ઉમાકાંતને સંગીતના યોગદાન બદલ ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત થયું હતું.

ધ્રુપદ સંસ્થાન, જેની તેમણે સ્થાપના કરી હતી અને જ્યાં અધ્યાપન કરાવે છે, તે પ્રતિષ્ઠિત શાળા ગણાય છે અને તેણે વિશ્વભરના વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષ્યાં છે. તેણે યુનેસ્કોની સાંસ્કૃતિક હૅરિટેજ સમિતિની માન્યતા પણ પ્રાપ્ત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ યુનેસ્કોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનું શાળા સાથે કોઈ જોડાણ નથી અને કહ્યું કે, તેઓ આવા દાવાઓ પરત ખેંચવાની માગ સાથે સંસ્થાને નોટિસ મોકલશે.

મધ્ય પ્રદેશમાં આવેલી ધ્રુપદ સંસ્થાન

ઇમેજ સ્રોત, DEREK ECKLUND

ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશમાં આવેલી ધ્રુપદ સંસ્થાન

ગુંદેચા ભાઈઓ સામેના આક્ષેપોએ શાસ્ત્રીય સંગીત જગતમાં આંચકો આપ્યો છે, જ્યાં શિક્ષકો ખ્યાતિ અને દરજ્જો માણતા હોય છે. આ આક્ષેપોએ એક પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાને પણ આંચકો આપ્યો છે. આ પરંપરા એક અનૌપચારિક કરાર સમાન ગણાય છે જેમાં વિદ્યાર્થી સામાન્ય રીતે શિક્ષકની ઇચ્છાને સમર્પણ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ત્રણેય ભાઈઓ વિરુદ્ધના આરોપોમાં સેક્સ્યુઅલ સંબંધિત સંદેશાઓ મોકલવાથી લઈને ક્લાસ દરમિયાન છેડતી સુધીની કથિત બાબતોનો અને રામાકાંતના કિસ્સામાં બળાત્કાર ગુજારવાનો આરોપ સામેલ છે.

મોનિકાએ કહ્યું કે તેઓ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેના પહેલા અઠવાડિયામાં તેમને રમાકાંત તરફથી અયોગ્ય વૉટ્સએપ સંદેશાઓ મળવાનું શરૂ થયું. તેમણે આરોપ લગાવ્યો કે એક સાંજે રમાકાંત તેમને ડાર્ક કાર પાર્કિંગમાં લઈ ગયા અને કારની પાછળની સીટમાં તેમની સાથે છેડતી કરી.

મોનિકા કહે છે, "તેમણે મને ચુંબન કરવાનું શરૂ કર્યું. મેં તેમને ધક્કો મારી દીધો પણ તેઓ પ્રયાસ કરતા રહ્યા,"

"તેમણે મારા શરીરને સ્પર્શ કર્યો અને મારા વસ્ત્રો ઉતારવાના પ્રયત્ન કર્યો. તે સમયે, મને ખ્યાલ આવ્યો કે હું એક પથ્થર જેવી છું. એક તબક્કે તેમને ખ્યાલ આવ્યો કે હું જવાબ નથી આપી રહી. તેથી તેમણે મને પૂછ્યું, શું હું તમને ફરી સ્કૂલે મુકી દઉં? પણ હું જવાબ પણ ન આપી શકી."

મોનિકાએ કહ્યું કે તે ઘટનાની યાદો ભૂંસી નાખવા માંગતાં હતાં. તેમણે તુરંત જ શાળા છોડી ન હતી કારણ કે તેમને સંગીત પસંદ છે અને તેમને આગળ સંગીત શીખવું હતું. તેમણે નોકરી છોડી દીધી હતી અને સ્કૂલમાં ભણવા માટે તેમનાં તમામ નાણાંનું રોકાણ તેમાં કરી દીધું હતું.

પરંતુ ત્રણ મહિના પછી તેમણે આરોપ લગાવ્યો કે, રમાકાંતે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.

વીડિયો કૅપ્શન, પાર્કિન્સન : પૂણેની ફક્ત 14 વર્ષની છોકરીએ બનાવ્યું એ મશીન જે મોટી બીમારીનો ઇલાજ કરશે

મોનિકાએ કહ્યું, "[તેઓ] ઓરડામાં પ્રવેશ્યા, મારા પેન્ટને ખેંચીને બળજબરીથી મારી સાથે સેક્સ કર્યું. અને જ્યારે તે સમાપ્ત થઈ ગયું ત્યારે તેઓ તરત નીકળી ગયા. હું દરવાજા પાસે ગઈ અને બંધ કરી દીધો.પછી ત્રણ દિવસ સુધી હું જમી નહીં,"

સ્કૂલની અન્ય એક વિદ્યાર્થિની સારાહ, જેમનું નામ પણ બદલવામાં આવ્યું છે, તેમણે બીબીસીને જણાવ્યું હતું કે અખિલેશ ગુંદેચા દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, "હું ત્યાં હતી ત્યારે બીમાર પડી હતી અને હૉસ્પિટલમાં દાખલ થઈ હતી."

"અખિલેશ મને પાછા સ્કૂલે લેવા આવ્યા. તે મારી પાસે ગાડીમાં બેઠા અને મારા હાથને સ્પર્શવા લાગ્યા. મેં હાથ ખેંચી લીધો. તે મને ખૂબ વિચિત્ર લાગ્યું હતું."

કુલ મળીને પાંચ મહિલાઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ધ્રુપદ સંસ્થાન કૅમ્પસમાં દુર્વ્યવહાર અને સતામણીના સાક્ષી બની ચૂક્યાં છે.

કેટલાંક લોકોએ કહ્યું કે જ્યારે તેઓએ રમાકાંત ગુંદેચાની જાતીય સતામણીનો પ્રતિકાર કર્યો તો પછી તેમને ભણાવવામાં ગુંદેચાએ રસ લેવાનું બંધ કરી દીધું. તેઓએ આરોપ પણ લગાવ્યો હતો કે જો કોઈ વિદ્યાર્થિની ફરિયાદ કરતી, તો તેને વર્ગમાં જાહેરમાં અપમાનિત કરવામાં આવતી હતી.

હાલ સિએટલમાં રહેતા એક પ્રાથમિક શાળાની શિક્ષિકા, રશેલ ફેઅરબેંક્સે જણાવ્યું કે, જાતિય સતામણીની શરૂઆત સ્કૂલમાં તેમના પ્રથમ દિવસે જ માર્ચ-2017માં થઈ હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે, કૅમ્પસમાં ડ્રાઇવરે તેમને ઘેરી લીધાં હતાં,આ ડ્રાઇવર તેમનો સામાન પહોંચાડવા આવવાનો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

"મેં વિચાર્યું કે તે મને નુકસાન પહોંચાડશે. તેથી મેં રમાકાંતને અંદર આવવાનું કહ્યું."

પણ રશેલનો આરોપ છે કે મદદ કરવાની જગ્યાએ તેમણે સતામણી કરવાનું શરૂ કરી દીધું. તેમણે ચુંબન કરવાની કોશિશ કરી અને મૅસેજ મોકલ્યા.

તેમનો આરોપ છે કે, "એક રાત્રે તેમને કૅમ્પસ બહાર સૂમસામ જગ્યાએ લઈ જવાયાં અને તેમનું પૅન્ટ ઉતારીને તેમની યોનિને સ્પર્શ કરાયો હતો."

"મેં તેમને ધક્કો માર્યો. તેઓ મને સ્કૂલ પાસેના એક ગામમાં લઈ ગયા. પછી મારે ચાલતાં ચાલતાં ખેતરમાં સ્કૂલે પરત આવવું પડ્યું. પછી તરત મેં સ્કૂલ છોડી દીધી. હું રમાકાંતની હાજરીમાં રહી પણ નહોતી શકતી."

ગુંદેચા બંધુ
ઇમેજ કૅપ્શન, રમાકાંત, ઉમાકાંત અને અખિલેશ ગુંદેચા પર મ્યુઝિક સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા જાતીય સતામણી અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

રચેલ જેઓ નામ છુપાવવાની ના પાડે છે. તેમણે કહ્યું કેટલાંક વર્ષો પછી અવાજ ઉઠાવવાની તેમને હિંમત મળી છે. 2020માં સપ્ટેમ્બરમાં 'ધ્રુપદ ફૅમિલી યુરોપ' નામના જૂથ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરાયેલા કેટલાંક આરોપો બાદ તેમને પણ પોતાની વાત કહેવાની હિંમત મળી.

ગુંદેચા બંધુઓએ તેમના વકીલો મારફતે આ તમામ આરોપો ફગાવ્યા છે અને કહ્યું કે, "ગુંદેચા બંધુઓ તથા ધ્રુપદ સંસ્થાનની છબિ ખરડવાના પ્રયાસરૂપે હિતશત્રુઓએ પોતાના ઇરાદા પાર પાડવા માટે બહારનાં વિદ્યાર્થીઓ દ્વારા આ કરતૂત કરાવવામાં આવી છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જોકે છેલ્લા ચાર મહિનામાં સંસ્થાનની આંતરિક સમિતિએ પણ આ આરોપોની તપાસ કરી છે. ભારતીય કાયદા અનુસાર દરેક સંસ્થાએ જાતિય અને શારીરિક સતામણીની ફરિયાદ મામલે એક સમિતિ રાખવાની હોય છે.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, તેમણે સ્કૂલ પર દબાણ કર્યા બાદ જ સમિતિ નિમવામાં આવી હતી. કેટલાંક પૂર્વ વિદ્યાર્થીઓ જેઓ આ જૂથના સમર્થનમાં છે તેમનું કહેવું છે કે તેમને પણ આ સમર્થન બદલ ધમકીઓ મળી છે. જોકે પીડિતાઓ કાયદાના બંધનને કારણે તપાસનું પરિણામ જાહેર ન કરવા માટે બંધાયેલા છે.

પહેલી વાર એવું બન્યું છે કે #MeToo મામલો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિશ્વમાં પણ જોવા મળ્યો છે. ઘણાંનું કહેવું છે કે આવો કોઈ કિસ્સો બહાર આવવાનો જ હતો.

આ આરોપને પગલે ગુરુ-શિષ્ય પરંપરા ઉપર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. તસવીર, પ્રતીકાત્મક.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ આરોપને પગલે ગુરુ-શિષ્ય પરંપરા ઉપર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. તસવીર, પ્રતીકાત્મક.

એક તરફ કેટલાંક શાસ્ત્રીય સંગીતના સંગીતકારોનું કહેવું છે કે ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ આ શાસ્ત્રીય કળાને શીખવા જરૂરી છે, પણ બીજી તરફ કેટલાંકનું કહેવું છે કે આ સંબંધો શોષણનું માધ્યમ પણ બનતો હોય છે.

79 વર્ષીય ગાયિકા નીલા ભાગવત કહે છે, "ગુરૂઓને સંપૂર્ણ આત્મસમર્પણ જોઈતું હોય છે. જો પુરુષ હોય તો સમર્પણ ઓછું હોય છે. જો મહિલા હોય તો તે વધુ હોય છે. આથી મહિલાઓ વધુ જોખમમાં મૂકાય છે."

ભાગવત કહે છે કે મોટાભાગે તેમના ગીત તેઓ જ લખે છે કેમ કે પરંપરાગત રચનાઓમાં સ્ત્રી પ્રત્યેનો દ્વેષ જોવા મળે છે.

કર્ણાટકી શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત સંગીતકાર ટી. એમ. ક્રિષ્ના કહે છે કે, ગુરૂ-શિષ્ય પરંપરાને હંમેશાં માટે નાબૂદ કરી દેવી જોઈએ.

ગુંદેચા બંધુઓ સામેના આક્ષેપોનો મામલો સામે આવ્યા બાદ તાજેતરમાં તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખ્યો હતો.

જેમાં તેમણે લખ્યું હતું,"મોટાભાગના સંબંધોની જેમ ગુરુ-શિષ્યના સંબંધો એક અસંતુલન ધરાવે છે. પણ અહીં આ અસમાનતાને ઉજવવામાં આવે છે."

"મને ખબર છે કે એવો દાવો કરવામાં આવશે કે હું પ્રાચીન પરંપરાને નાબૂદ કરવા કહું છું. પણ ભૂતકાળની કહાણીઓ આ પ્રકારની ટીકાનો સામનો કરવા સક્ષમ નથી."

ક્રિષ્ના અને ભાગવત બંને કહે છે કે ગુરુને એક મનુષ્ય ગણવા જોઈએ અને એક ક્ષેત્રના નિષ્ણાત. તેમને ઇશ્વરની જેમ ન ગણવા કે તેઓ કંઈ ખોટું કરતા જ નથી.

શાસ્ત્રીય અને ઇન્ડી-પૉપ સંગીત સાથે સંકળાયેલા ગાયિકા શુભા મુદગલ કહે છે,"આટલા આક્ષેપો થયાં, પણ કોઈએ સંસ્થાનો સંપર્ક કરવાની કોશિશ કરી? દેશમાં આવા કેટલાય સંસ્થાનો હશે તેનું ઑડિટ થવું જોઈએ. તેમાં આંતરિક સમિતિ છે કે નહીં તે જાણવાની કોશિશ થઈ?"

શુભા મુદગલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુભા મુદગલ કહે છે,"દેશમાં આવા કેટલાય સંસ્થાનો હશે તેનું ઑડિટ થવું જોઈએ."

ભાગવત, ક્રિષ્ના અને મુદગલે આ મામલે અવાજ ઉઠાવ્યો છે. તેમના ક્ષેત્રમાં અન્યોએ આ મામલે મૌન સેવ્યું છે. વળી લોકોને એ પણ વિચાર આવે છે કે આ આરોપોને કારણે ગુંદેચા બંધુઓની કારકિર્દી પર અસર થશે કે નહીં.

કેમ કે વર્ષ 2020ના પ્રતિષ્ઠિત તાનસેન સમારોહમાં અખિલેશ ગુંદેચાને પરફૉર્મ કરવા આમંત્રિત કરાયા હતા. જોકે સોશિયલ મીડિયામાં આ મામલો વકરતા તેમને પડતા મૂકાયા હતા.

મોટાભાગની વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે ભારતીય ન્યાયતંત્રમાં ન્યાય મેળવવા મામલેની માન્યતાને પગલે તેમણે કાનૂની રીતે આ બાબતોને પડકારી નહોતી.

જોકે હવે તેઓ ભવિષ્યમાં આ વિશે શું કાર્યવાહી કરશે તે અસ્પષ્ટ છે કેમ કે મોટા ભાગની મહિલાઓ ભારત છોડી ચૂકી છે.

વળી મોટાભાગની મહિલાઓ કહે છે કે તેઓ સમિતિના નિષ્કર્ષ બહાર આવે અને ગુંદેચા જાહેરમાં માફી માગે તેવું ઇચ્છે છે. પણ હજુ આવું કંઈ થયું નથી.

રચેલે કહ્યું કે જો તપાસના તારણો જાહેર કરવામાં ન આવે તો પછી તપાસનો કોઈ અર્થ જ નથી રહેતો. તેમને એ વાતનું પણ દુખ છે કે આ સમગ્ર અનુભવોને કારણે ધ્રુપદ સાથેનો તેમનો સંબંધ પણ હવે તૂટવાના આરે આવી ગયો છે.

તેમણે કહ્યું, "મારી પાસે હાલ મારો તાનપૂરો છે. અને હું તેને વેચવા જઈ રહી છું. કેમ કે હવે હું જ્યારે પણ ગાવાની કોશિશ કરું મારી નજરો સમક્ષ એ યાદો તાજા થઈ જાય છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો