You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રિવેન્દ્રસિંહ રાવત : ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ આપ્યું રાજીનામું
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું છે.
અગાઉ તેઓ રાજીનામું આપશે એવી ચર્ચાઓ છેડાઈ હતી. આ દરમિયાન એમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લાંબી મુલાકાત પણ કરી હતી.
મંગળવારે બપોરે 4 વાગ્યે તેમણે રાજ્યપાલ બેબી રાની મોર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે.
રાજીનામાં બાદ એમણે કહ્યું કે આ પાર્ટીનો સામૂહિક નિર્ણય છે.
એમણે કહ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક બુધવારે થશે. રાજીનામાંના કારણ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આનો જવાબ દિલ્હીથી મળશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાં દિવસોથી તેઓના રાજીનામાંની અટકળો ચાલી રહી હતી.
ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે મુખ્ય મંત્રી કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને પાર્ટી અધ્યક્ષ સાથે એમને વાત થઈ છે.
વર્ષ 2000માં ગઠન પછી ઉત્તરાખંડમાં આઠ મુખ્ય મંત્રી બદલાયાં છે. 70 ધારાસભ્યોની સંખ્યાવાળી વિધાનસભામાં હાલ ભાજપના 56 ધારાસભ્યો છે અને કૉંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. વિધાનસભામાં બે અપક્ષ છે અને એક બેઠક ખાલી પડેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતમાં યુકે અને દક્ષિણ આફ્રિકન સ્ટ્રેઇનના ત્રણ નવા કોરોના કેસ
સુરતમાં બે યુકે સ્ટ્રેઇન અને એક સાઉથ આફ્રિકન સ્ટ્રેઇનના કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બન્છાનીધિ પાનીએ મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સુરતમાં બીજા ત્રણ દરદીઓ મળ્યા છે જેમાંથી બે યુનાઇટેડ કિંગડમના બી 1.1.7 અને સાઉથ આફ્રિકાના બી 1.1.351 સ્ટ્રેઇનનો કોરોના વાઇરસ મળ્યો છે.
તેમણે લોકોને અપીલ કરી હતી કે તમામ લોકો માસ્કનો ઉપયોગ કરે અને જાહેર જગ્યાઓએ ગયા વિના તમામ પ્રકારના સાવચેતીના પગલાં લે.
સુરતમાં સોમવારે કોરોના વાઇરસના 100 કેસ નોંધાયા હતા. હાલ સુધીમાં સુરતમાં હાલ 688 કેસ ઍક્ટિવ છે. 52995 દરદી સાજા થઈ ગયા છે. જ્યારે 976 દરદીનાં મૃત્યુ થયાં છે.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનું રાજીનામું
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું છે.
અગાઉ તેઓ રાજીનામું આપશે એવી ચર્ચાઓ છેડાઈ હતી. આ દરમિયાન એમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લાંબી મુલાકાત પણ કરી હતી.
મંગળવારે બપોરે 4 વાગ્યે તેમણે રાજ્યપાલ બેબી રાની મોર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે.
રાજીનામાં બાદ એમણે કહ્યું કે આ પાર્ટીનો સામૂહિક નિર્ણય છે.
એમણે કહ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક બુધવારે થશે. રાજીનામાંના કારણ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આનો જવાબ દિલ્હીથી મળશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાં દિવસોથી તેઓના રાજીનામાંની અટકળો ચાલી રહી હતી.
ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે મુખ્ય મંત્રી કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને પાર્ટી અધ્યક્ષ સાથે એમને વાત થઈ છે.
વર્ષ 2000માં ગઠન પછી ઉત્તરાખંડમાં આઠ મુખ્ય મંત્રી બદલાયાં છે. 70 ધારાસભ્યોની સંખ્યાવાળી વિધાનસભામાં હાલ ભાજપના 56 ધારાસભ્યો છે અને કૉંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. વિધાનસભામાં બે અપક્ષ છે અને એક બેઠક ખાલી પડેલી છે.
ગુજરાતમાં દારૂબંધી છે એટલે મહિલાઓ સલામત છે : વિજય રૂપાણી
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિધાનસભાને સંબોધતાં રૂપાણીએ કહ્યું કે દારૂબંધીમાં કોઈ પણ પ્રકારની છૂટ મહિલાઓની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.
તેમણે જણાવ્યું, "મહિલાઓની સુરક્ષા અને સલામતી એ રાજ્ય સરકારની જવાબદારી છે. દારૂ એક સામાજિક બદી હોવાથી અમે ક્યારેય પણ દારૂબંધીના નિયમમાં છૂટ આપી નથી. જે દિવસે અમે છૂટ આપીશું, તે દિવસથી મહિલાઓ સુરક્ષિત નહીં રહે."
રૂપાણીએ વધુમાં જણાવ્યું, "અમારી દારૂબંધીની નીતિનો આભાર કે મહિલાઓ કોઈ પણ જાતના ભય વગર રાત્રે એકલાં મુસાફરી કરી શકે છે."
કૉંગ્રેસમાં રહ્યા હોત તો સિંધિયા મુખ્યમંત્રી બની શક્યા હોત : રાહુલ ગાંધી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીમાં રહ્યા હોત તો મુખ્ય મંત્રી બની શક્યા હોત, આજે તેઓ ભાજપમાં બૅક-બૅન્ચર બનીને રહી ગયા છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર યુથ વિંગ વર્કર્સને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે કૉંગ્રેસના કાર્યકરો સાથે કામ કરીને પક્ષને મજબૂત કરવાનો વિકલ્પ હતો.
મેં તેમને કહ્યું હતું કે એક દિવસ તમે મુખ્ય મંત્રી બનશો પણ તેમને અલગ રસ્તો પસંદ કર્યો. તમે લખી રાખો કે તેઓ ક્યારેય પણ મુખ્ય મંત્રી નહીં બની શકે. એ માટે તેમને અહીં પાછા આવવું પડશે.
અહેવાલ અનુસાર રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે કૉંગ્રેસ એક દરિયા જેવો છે. પક્ષના સિધ્ધાંતને અનુસરતી કોઈ પણ વ્યક્તિનું અહીં સ્વાગત છે અને જે લોકો પક્ષના સિધ્ધાંતને માનતા નથી, તેઓ ગમે ત્યારે પક્ષ છોડીને જઈ શકે છે.
ઉત્તરાખંડમાં રાજકીય સંકટ : મુખ્ય મંત્રી રાવત દિલ્હી પહોંચ્યા
ઉત્તરાખંડમાં રાજકીય સંકટની સ્થિતિ સર્જાઈ છે અને મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પોતાના બધા કાર્યક્રમોને પડતા મૂકીને દિલ્હી આવી ગયા છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર શનિવારે ભાજપના ઓબ્સર્વર રમણ સિંહ દહેરાદુનમાં પક્ષના ઘણા ધારાસભ્યોને મળ્યા હતા અને તેમણે ઉત્તરાખંડના નેતૃત્વને બદલવા વિશેનો તેમનો અભિપ્રાય જાણ્યો હતો.
ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ રમણ સિંહે પોતાનો રિપોર્ટ પક્ષપ્રમુખ જે.પી. નડ્ડાને સોંપી દીધો છે.
અહેવાલ અનુસાર રાજ્યના પ્રવાસનમંત્રી સતપાલ મહારાજ, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશાંક, પૂર્વ ભાજપ પ્રમુખ અને સંસદસભ્ય અજય ભટ્ટ, પૂર્વ મુખ્ય મંત્રી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, રાજયકક્ષાના મંત્રી ધનસિંહ રાવત, ઉત્તરાખંડથી રાજ્યસભાના સાંસદ અનિલ બાલુની અને આર.એસ.એસ જનરલ સેક્રેટરી સુરેશ ભટ્ટ મુખ્ય મંત્રીની રેસમાં છે.
આ મુદ્દે ચર્ચા માટે દહેરાદુનમાં મુખ્ય મંત્રીના ઘરે મંગળવારે સાંજે ભાજપની સંસદીય સમિતિની બેઠકનું અયોજન કરવામાં આવ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો