લખીમપુર ખીરી : નરેન્દ્ર મોદીને પ્રિયંકા ગાંધીનો સવાલ, 'અન્નદાતાને કચડનારાની ધરપકડ કેમ નહીં?'
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા બાદ કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.
ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "નરેન્દ્ર મોદીજી, તમારી સરકારે કોઈ પણ પ્રકારનાં ઑર્ડર કે એફઆઈઆર વગર 28 કલાકથી મારી અટકાયત કરી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
"અન્નદાતાને કચળી નાખનારી વ્યક્તિની હજી સુધી ધરપકડ થઈ નથી. કેમ?"
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં એક ગાડી પ્રદર્શનકારીઓને કચડીને આગળ જતી જોવા મળે છે.
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા બાદ જ્યાં એક તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને ઘટનાસ્થળે જતાં અટકાવી દેવાયાં તો બીજી તરફ ખેડૂતનેતા રાકેશ ટિકૈત ત્યાં પહોંચવામાં સફળ રહ્યા છે.
રાકેશ ટિકૈતે લખીમપુર ખીરીમાં બીબીસીના સહયોગી પત્રકાર અનંત ઝણાણેને એક મૃતદેહ દેખાડતાં કહ્યું, "આ જુઓ, ગોળી વાગી છે...માત્ર ગાડીથી કચડ્યા નથી, ગોળીઓ પણ ચલાવી છે."
સરકાર સાથે સમજૂતીના સવાલ પર તેમણે કહ્યું, "આમાં શું સમજૂતી થાય. આનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે અને જેણે ભૂલ કરી છે એને સજા થશે. મંત્રી અને તેના પુત્ર બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરાશે."
તેમણે એવું પણ કહ્યું કે "મંત્રી વિરુદ્ધ 120બી અને તેના દીકરા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. જેણે ગોળી ચલાવી એના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANANT ZANANE/BBC
આ પહેલાં વિપક્ષના નેતા અને યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જતાં અકટાવવામાં આવ્યાં છે અને તેમની અટકાયત કરી લેવાઈ છે.
તો બીજી તરફ મામલાની ગંભીરતા જોતાં મૃતક ખેડૂતોના પરિવારોને સરકારી નોકરી તથા 45 લાખ રૂપિયાની આર્થિક સહાયની રાજ્યતંત્રે જાહેરાત કરી છે.
આ જનરલ ડાયરની સરકાર : કૉંગ્રેસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસે સોમવારે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાને તત્કાલ બરખાસ્ત કરવા અને તેમના પૂત્રની ધરપકડ કરવાની માગ કરી છે.
સમચાર સંસ્થા પીટીઆઈના મતે લખીમપુર ખીરીની હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઉત્તર પ્રદેશ પોલીસે ગૃહરાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
પક્ષે પ્રિયંકા ગાંધીને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી છે. કૉંગ્રેસનો આરોપ છે કે પ્રિયંકા ગાંધીને યુપી પોલીસે અટકાયતમાં રાખ્યાં છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વલ્લભે કહ્યું, "આ ઘટના કોઈ એકમાત્ર ઘટના નથી. આપ આની ક્રૉનોલૉજી સમજો."
"કેટલાક દિવસો પહેલાં યુપી ભાજપના હૅન્ડલ પર એક કાર્ટુન આવે છે. કાર્ટુનમાં રાકેશ ટિકૈત અંગે એવું લખવામાં આવે છે કે તેઓ યુપી આવશે તો ચામડી ઊતરડી નાખવામાં આવશે."
"સપ્તાહ પહેલાં ગૃહરાજ્યમંત્રી કહે છે કે સુધરી જાઓ, નહીં તો સુધારી દઈશું. એ બાદ હરિયાણાના મુખ્ય મંત્રી કહે છે કે આંદોલનકારી ખેડૂતોનાં માથાં ફોડો, જેલ જાઓ અને નેતા બનો."
"શું ભાજપ આ રીતે પોતાના નેતા તૈયાર કરે છે? આ જનરલ ડાયરની સરકાર છે, અને જનતા તેને ભગાડીને જ માનશે."

લખીમપુરની હિંસા મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતોના વિરોધપ્રદર્શનના મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી દરમિયાન ઍટર્ની જનરલ (એજી) કેકે વેણુગોપાલે લખીમપુર ખીરીની ઘટનાનો ઉલ્લેખ કર્યો.
તેમણે કોર્ટમાં ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન ઘટવી જોઈએ અને આને તત્કાલ રોકવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે કોઈ જવાબદારી લેતું નથી.
જસ્ટિસ એએમ ખનવિલકરના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું, "અમે જોઈશું કે વિરોધપ્રદર્શનના અધિકારનો મુદ્દો હકીકતમાં એક મૂળભૂત અધિકાર છે."
ખેડૂત મહાપંચાયતે સુપ્રીમ કોર્ટમાં જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની મંજૂરી માગી છે. એજીએ કહ્યું કે જો કોર્ટ ઇચ્છે તો આ મામલાને ટ્રાન્સફર કરીને સમાપ્ત કરી શકે છે.
ખેડૂત મહાપંચાયતન વકીલ અજય ચૌધરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પ્રદર્શનસ્થળની આસપાસના માર્ગો પર ઊભા કરાયેલા અવરોધોમાં ખેડૂતોની કોઈ ભૂમિકા નથી.

'પ્રિયંકાની હિંમતથી સરકાર ડરી'
લખીમપુર જઈ રહેલાં કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરથી અટકાયત કરાયા બાદ પાર્ટીના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પ્રિયંકાની હિંમતથી સરકાર ડરી ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "પ્રિયંકા, હું જાણું છું કે તું પીછેહઠ નહીં કરે, તારી હિંમતથી એ લોકો ડરી ગયા છે."
"ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાને જિતાડીને રહીશું.

અખિલેશની ધરપકડ અને કાર્યકરોનો હોબાળો

ઇમેજ સ્રોત, Getty Images
તો બીજી તરફ લખીમપુર ખીરી હિંસા મામલે લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણાં પર બેઠેલા યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી લીધી છે.
આ ઘટના પછી સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ધમાલ કરી જ્યાર બાદ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને પોલીસના કામમાં બાધા ન નાખવાનું કહ્યું.
આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ અને આશરે 150થી 200 સપા કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હતી.
સોમવારની સવારે નવ વાગ્યે અખિલેશ યાદવ લખીમપુર ખીરી જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ પોલીસે તેમને આગળ જવા ન દીધા જ્યાર બાદ તેઓ ઘરે જ ધરણાં પર બેસી ગયા હતા.

મૃતકના પરિવારોને સહાયની જાહેરાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તંત્ર દ્વારા પ્રદર્શનકારી ખેડૂતોની કેટલીક માગણીઓ સ્વીકારી લેવાઈ છે, મૃત્યુ પામનાર ચાર ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરાઈ છે.
આ સાથે જ ઈજાગ્રસ્તોને પણ આર્થિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે.
એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમાર જણાવે છે કે, "સરકાર લખીમપુર ખીરીમાં ગઈકાલે મૃત્યુ પામેલા ચાર ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની સહાય અને પરિવારજનોને સરકારી નોકરી આપશે."
"ઈજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. ખેડૂતોની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે."

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્ર તથા ખેડૂતો સામે એફઆઈઆર

ઇમેજ સ્રોત, @ajaymishrteni
સમાચાર સંસ્થા પીટીઆઈએ યુપી પોલીસના એક વરિષ્ઠ અધિકારીને ટાંકતાં માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર અને અન્ય લોકો સામે લખીમપુર ખીરી હિંસા મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
યુપીમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમારે કહ્યું છે કે લખીમપુર ખીરી હિંસા મામલે બે એફઆઈઆર નોંધાઈ છે.
એજન્સી અનુસાર એક અન્ય એફઆઈઆર ખેડૂતોની વિરુદ્ધ પણ થઈ છે.

ઇમેજ સ્રોત, Anant Jhanane/BBC
લખીમપુર ખીરીમાં પ્રશાસન સાથે વાત કરી રહેલા ખેડૂતોની કેટલીક માગોમાં એક માગ આશિષ મિશ્રાની ધરપકડની પણ હતી.
ખેડૂતોએ દાવો કર્યો કે રવિવારે પ્રદર્શનકારી ખેડૂતો પર ગાડી આશિષ મિશ્રાએ જ ચઢાવી હતી જ્યારે તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું કે તેમનો દીકરો ઘટનાસ્થળ પર નહીં પરંતુ કાર્યક્રમસ્થળ પર હતો.
તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા ચાર અન્ય લોકોમાં ભાજપ કાર્યકર્તાઓ અને એક કાર ડ્રાઇવર સામેલ છે.
તેમનો દાવો છે કે ખેડૂતોમાં કેટલાક લોકોએ ધારદાર હથિયારો અને લાકડીઓથી તેમના પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે લખીમપુર ખીરીમાં રવિવારે આ ઘટના કેશવપ્રસાદ મૌર્યના આવવા માટે બનાવવામાં આવેલા હૅલિપૅડની નજીક ઘટી હતી.
ખેડૂત ટેનીના એક જૂના નિવેદનથી નારાજ હતા અને તેઓ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા.
આ ઘટનામાં આઠ લોકોનાં મૃત્યુ થયાં જેમાં ચાર ખેડૂતો અને ચાર સામાન્ય લોકો સામેલ હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












