Guru Nanak Jayanti : ગુરુ નાનકે જ્યારે જનોઈ પહેરવાનો ઇનકાર કર્યો

આજે (27 નવેમ્બર, 2023) શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકની 554મી જયંતી 'ગુરુપરબ' છે. તેમનો જન્મ કાર્તિક પૂનમના દિવસે થયો હતો.

નાનકે શીખ ધર્મમાં હિંદુ અને ઇસ્લામની સારી બાબતોને સામેલ કરી છે. જોકે શીખ ધર્મ હિંદુ અને ઇસ્લામનું માત્ર સંકલન જ નથી.

ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ કવિતાની શૈલીમાં પ્રસ્તુત કર્યા. આ શૈલી શીખોના ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહેબની પણ છે.

ગુરુ નાનકના જીવન વિશે ઘણા બધા લોકોને ખ્યાલ નથી.

જોકે શીખ પરંપરાઓ અને જન્મ-સખીઓમાં તેમના વિશે ઘણી જાણકારી છે. ગુરુ નાનકના મહત્ત્વના ઉપદેશ પણ જન્મ-સખીઓ દ્વારા જ પહોંચ્યા છે.

નાનકનો જન્મ 1469માં લાહોરથી 64 કિલોમીટર દૂર થયો હતો.

શીખ પરંપરાઓમાં એમ કહેવામાં આવ્યું છે કે નાનકના જન્મ અને શરૂઆતનાં વર્ષો અનેક રીતે ખાસ રહ્યાં. કહેવામાં આવે છે કે ઇશ્વરે નાનકને કંઈક અલગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

નાનકની એક વિદ્રોહી આધ્યાત્મિક લાઈન

નાનકનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો પરંતુ તેમણે જલદી ઇસ્લામ અને વ્યાપક રીતે હિંદુ ધર્મનું અધ્યયન શરૂ કર્યું.

આનું પરિણામ એ આવ્યું કે નાનકે બાળપણમાં જ કવિ અને દર્શનની અદ્ભુત ક્ષમતા જન્મી હતી.

ગુરુ નાનક વિશે એક પ્રસિદ્ધ કહાણી છે કે તેઓ 11 વર્ષની ઉંમરમાં વિદ્રોહી થઈ ગયા હતા. આ ઉંમરમાં હિંદુ છોકરા પવિત્ર જનોઈ પહેરવાની શરૂ કરે છે પરંતુ ગુરુ નાનકે આને પહેરવાની ના પાડી દીધી હતી.

તેમણે કહ્યું હતું કે લોકોએ જનોઈ પહેરવાની જગ્યાએ પોતાના વ્યક્તિગત ગુણોને વધારવા જોઈએ.

નાનકે એક વિદ્રોહી આધ્યાત્મિક લાઈનને ખેંચવાની ચાલુ રાખી.

તેમણે સ્થાનિક સાધુઓ અને મૌલવીઓ પર સવાલ કરવાનું શરૂ કર્યું. તેઓ સમાન રીતે હિંદુ અને મુસ્લિમ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા.

નાનકનું જોર આંતરિક પરિવર્તન પર હતું. તેઓ બહારના દેખાડાને બિલકુલ પસંદ નહોતા કરતા.

ગુરુ નાનકે થોડો સમય માટે મુનશી તરીકે કામ પણ કર્યું હતું પરંતુ નાની ઉંમરથી જ તેમણે પોતાની જાતને આધ્યાત્મિક વિષયોના અધ્યયનમાં લગાવી દીધી હતી.

નાનક આધ્યાત્મિક અનુભવથી ઘણા પ્રભાવિત હતા અને તે પ્રકૃતિમાં ઇશ્વરની તલાશ કરતા હતા.

નાનકનું કહેવું હતું કે તેઓ ચિંતન દ્વારા જ આધ્યાત્મના રસ્તે આગળ વધી શકે છે. તેમનું માનવું હતું કે પોતાની જીવનશૈલી દ્વારા દરેક માણસ પોતાની અંદરના ઇશ્વરને જોઈ શકે છે.

નાનકે કેવી રીતે શીખ ધર્મનો માર્ગ પણ કંડાર્યો?

1496માં નાનકનાં લગ્ન થયાં હતાં. તેમનો પરિવાર પણ હતો.

નાનકે ભારત, ટિબેટ અને અરબસ્તાનથી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી અને આ યાત્રા 30 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન નાનકે ઘણું અધ્યયન કર્યું અને ભણેલા-ગણેલા લોકો સાથે ચર્ચાઓ કરી.

આજ ક્રમમાં નાનકે શીખ ધર્મનો માર્ગ પણ કંડાર્યો અને સારા જીવન માટે આધ્યાત્મની સ્થાપના કરી.

ગુરુ નાનકના જીવનનો છેલ્લો સમય પંજાબના કરતારપુરમાં પસાર થયો.

અહીં જ તેમણે પોતાના ઉપદેશથી મોટી સંખ્યામાં અનુયાયીઓને આકર્ષિત કર્યા.

ગુરુ નાનકે સૌથી મોટો સંદેશ આપ્યો હતો કે ઇશ્વર એક છે અને દરેક માણસ ઇશ્વર સાથે સીધો પહોંચી શકે છે.

આના માટે કોઈ રિવાજ અને પુજારી અથવા મૌલવીની જરૂરિયાત નથી.

ગુરુનાનકે સૌથી ક્રાંતિકારી સુધારો જાતિવ્યવસ્થાને પૂર્ણ કરી કર્યો. તેમણે એ વાતને મુખ્ય રીતે સ્થાપિત કરી કે દરેક માણસ એક છે, પછી તે કોઈ પણ જાતિનો હોય કે લિંગનો હોય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો