IPL 2020 RRvKXIP : રાજસ્થાન રૉયલ્સના વિજય બાદ પૉઇન્ટ ટેબલમાં ફરી ઊથલપાથલ

બેન સ્ટોક્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, બેન સ્ટોક્સ
    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

રાજસ્થાન રૉયલ્સ વિશે એમ કહેવાય છે કે બેન સ્ટોક્સ ન ટકે તો સંજુ સેમસન છે, સેમસન ન ટકે સ્ટીવ સ્મિથ અને તે પણ ના ચાલે તો બટલર છે. કોઈને કોઈ ખેલાડી તો ટીમની નાવ કિનારે પહોંચાડી જ દે. શુક્રવારે આમ જ બન્યું હતું.

એક તરફ ક્રિસ ગેઇલનો ઝંઝાવાત હતો. ગેઇલે જે પ્રકારે પંજાબનો સ્કોર 200ની નજીક લાવી દીધો તે જોતાં એમ લાગતું નહોતું કે પંજાબ હારી શકે, પણ અંતે તેમનો પરાજય થયો.

આને કારમો પરાજય પણ કહી શકાય કેમ કે રાજસ્થાન રૉયલ્સે ટાર્ગેટ વટાવ્યો ત્યારે હજી 15 બૉલ બાકી હતા.

ક્રિસ ગેઇલે અત્યંત આક્રમક બેટિંગ કરીને 99 રન ફટકાર્યા, એ સાથે પંજાબે 20 ઓવરમાં ચાર વિકેટે 185 રન ખડક્યા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 17.3 ઓવરમાં ત્રણ વિકેટે 186 રન કરીને મૅચ જીતી લીધી હતી.

line

પૉઇન્ટ ટેબલમાં ઊથલપાથલ

ક્રિસ ગેઈલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, ક્રિસ ગેઈલ

આ મૅચ સાથે રાજસ્થાન રૉયલ્સ 13 મૅચમાં 12 પૉઇન્ટ સાથે 12મા ક્રમે આવી ગયું.

જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ પર ખાસ અસર નથી થઈ, તેઓ હજી ચોથા ક્રમે છે પણ ટુર્નામેન્ટ રોમાંચક બની ગઈ છે. આ મૅચના પરિણામથી પૉઇન્ટ ટેબલ પલટાઈ ગયું છે.

હવે પંજાબ, રાજસ્થાન અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ ત્રણ ટીમમાંથી કોઈ પણ ટીમ પ્લે-ઑફમાં સ્થાન હાંસલ કરી શકે છે.

ત્રણેયને એક-એક મૅચ રમવાની છે. જોકે એ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદને બે મૅચ રમવાની છે અને જીતે તો તેની પાસે પણ 14 પૉઇન્ટ સાથે આગેકૂચ કરવાની તક છે.

આમ રોમાંચક તબક્કામાં પ્રવેશેલી આઈપીએલની વર્તમાન સિઝનમાં હવે બાકીના બે દિવસમાં ચાર લીગ મૅચ રમાશે અને તેમાંથી પ્લે-ઑફ માટેની ટીમનો નિર્ણય થશે.

line

ગેઇલ સદી ચૂક્યા પણ 1000 સિક્સનો રેકૉર્ડ

સંજુ સેમસન

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, સંજુ સેમસન

શુક્રવારની મૅચની વાત કરીએ તો પ્રારંભિક તબક્કો ક્રિસ ગેઇલનો રહ્યો તો અંતિમ તબક્કો સ્ટોક્સનો રહ્યો હતો. અંતે બેન સ્ટોક્સના પ્રયાસ ટીમને લાભ કરાવી ગયા.

કિગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરી અને પહેલી ઓવરમાં જ મનદીપસિંઘ આઉટ થઈ ગયા. લોકેશ રાહુલ અને ક્રિસ ગેઇલે 13.4 ઓવરમાં 120 રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી.

રાહુલે વર્તમાન સિઝનમાં 600 રન પૂરા કર્યા અને 41 બૉલમાં 46 રન ફટકાર્યા હતા.

ક્રિસ ગેઇલને આ સિઝનની પ્રારંભની ઘણી મૅચમાં તક આપવામાં આવી ન હતી. ત્યાર બાદ તેઓ બીમાર પડ્યા અને હૉસ્પિટલમાં પણ રહી આવ્યા.

એ સમયે તેમને કૅરિયરની 1000 સિક્સર માટે 22 સિકસરની જરૂર હતી. અંતે તેમને રમવાની તક મળી અને છ મૅચમાં જ 22 સિકસર ફટકારી દીધી.

આમ ટી20 ક્રિકેટના ઇતિહાસમાં 1000 સિક્સર ફટકારનારા તેઓ એકમાત્ર બૅટ્સમૅન બની ગયા.

આ ઉપરાંત ગેઇલે આ સિઝનમાં સૌથી વધુ સિક્સરનો રેકૉર્ડ પણ તેમના નામે કરી લીધો પરંતુ તે રેકૉર્ડ ક્ષણિક પુરવાર થયો, કેમ કે એકાદ કલાક બાદ સંજુ સેમસને તેમનો આંક વટાવી દીધો હતો.

સેમસને આ સિઝનમાં 26 સિક્સર ફટકારી છે, તો ક્રિસ ગેઇલના નામે 23 સિક્સર છે વચ્ચે 25 સિક્સર સાથે નિકોલસ પૂરન બીજા ક્રમે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો