You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ ફેસબુકે હઠાવી, ટ્વિટરે હાઇડ કરી
ફેસબુકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ હઠાવી દીધી છે, આ પોસ્ટમાં એમને દાવો કર્યો હતો કે કોવિડ-19 ફ્લુ કરતાં 'ઓછો ઘાતક' છે.
કોરોના વાઇરસ સંક્રમણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના ત્રણ દિવસ પછી હૉસ્પિટલમાં ઇલાજ થયો, એ બાદ તેઓ હવે વાઇટ હાઉસ આવી ગયા છે.
તેમણે લખ્યું કે અમેરિકાએ ફ્લુની સીઝન સાથે 'જીવતાં શીખી લીધું છે', એ જ રીતે 'આપણે કોવિડ સાથે જીવવાનું શીખી રહ્યા છીએ, આ ઓછો ઘાતક છે.'
ટ્રમ્પે ટ્વિટર પર પણ આ જ વાત લખી હતી, જે ટ્વીટને ટ્વિટરે હાઇડ કરી દીધું છે.
એમના આ ટ્વીટ પર ચેતાવણી લખેલી વાંચી શકાય છે કે આ ભ્રામક અને સંભવિત રીતે હાનિકારક જાણકારી હોઈ શકે છે.
યુઝર આ ચેતાવણી વાંચીને ટ્વીટ પર ક્લિક કરે તો જ તેમને ટ્વીટ દેખાય.
જ્યારે ફેસબુકના નીતિસંચાર પ્રબંધક એન્ડી સ્ટોને કહ્યું, "અમે કોવિડ-19ની ગંભીરતા અંગે ખોટી માહિતી હઠાવી દઈએ છીએ, અને અમે આ પોસ્ટને હવે હઠાવી દીધી છે."
હજી સુધી એ સમજી નથી શકાયું કે સચોટ મૃત્યુદર કેટલો છે, જૉહ્ન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે મનાય છે કે આ ફ્લુ અથવા સ્ટ્રેન કરતાં દસગણો અથવા એથી પણ વધારે હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે પ્રતિક્રિયા આપતાં વધુ એક ટ્વીટ કર્યું છે, "સેક્શન 230નું નિરસન!!!"
અહીં તેઓ એ કાયદાનો હવાલો આપી રહ્યા છે કે જેના પ્રમાણે સોશિયલ નેટવર્ક તેમના યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
જોકે કંપનીને અપમાનજનક, વાંધાજનક કે હિંસક 'કન્ટેન્ટને યુઝર્સના ભલા માટે બ્લૉક' કરવાની પરવાનગી હોય છે.
ફેસબુક-ટ્વિટરે પહેલાં પણ કરી છે કાર્યવાહી
આ બીજી વખત છે જ્યારે ફેસબુકે રાષ્ટ્રપતિની કોઈ પોસ્ટ હઠાવી દીધી છે. જ્યારે ટ્વિટર અનેક વખત ડિલીટ કરવા અને ચેતાવણી આપવા જેવી કાર્યવાહી કરી ચૂક્યું છે.
બંને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે કોરોના વાઇરસ અંગેના ફેક ન્યૂઝને રોકવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારની કાર્યવાહી અંગે વાંધો ઉઠાવી ચૂક્યા છે.
મે મહિનામાં ટ્વિટરે જ્યારે પહેલી વખત તેમની પોસ્ટ પર ચેતાવણી લગાવી દીધી હતી, ત્યારે ટ્રમ્પે એ પછી તરત સેક્શન 230ને નિરસ્ત કરવાના એક હંગામી નિર્દેશ પર સહી કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો