દીપિકા, શ્રદ્ધા અને સારાની એનસીબીના કાર્યાલયમાં પૂછપરછ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલે ડ્રગ ઍંગલની તપાસ કરી રહેલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આજે બોલીવૂડના કેટલાક કલાકારોની પૂછપરછ કરી રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન એસસીબીના કાર્યાલય પહોંચી ચૂક્યાં છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.

આ પહેલાં દીપિકા પાદુકોણ એનસીબીના કાર્યાલય પહોંચ્યાં હતાં.

આ પહેલાં શુક્રવારે અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને દીપિકાનાં મૅનેજેર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરાઈ હતી.

એનસીબી આજે પણ કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી શકે છે.

પહેલાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરવા માટે 25 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો, બાદમાં 26 સપ્ટેમ્બરે તેઓ એનસીબી સમક્ષ હાજર રહેશે એવા સમાચાર આવ્યા.

આ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનના નિર્દેશક ક્ષીતિજ રવિ પ્રસાદ અને અનુભવ ચોપડાની પણ પૂછપરછ કરી છે.

સુશાંતસિંહના કેસમાં ડ્રગની વાત સામે આવ્યા બાદ એનસીબી દ્વારા બોલીવૂડ-ડ્રગ નૅક્સસની તપાસ કરાઈ રહી છે.

એનસીબીની તપાસમાં ડ્રગ ખરીદવાના મામલે અત્યાર સુધી બોલીવીડના કેટલાય સ્ટારનાં નામ આવી ચૂક્યાં છે. કેટલાકને સમન્સ પણ મોકલાયા છે.

આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આઠ સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તની પણ આ મામલે પૂછપરછ કરાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો