IPL 2020 : મલિંગાનો રેકર્ડ તોડવા માટે આ બે ભારતીય સ્પિનરો વચ્ચે જામશે ટક્કર

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને કારણે આ વખતે યુએઈમાં આઈપીએલ 2020નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટી20 ક્રિકેટમાં યુએઈની પીચો સ્પિનરોને મદદ કરે તેવી અપેક્ષા છે આ સંજોગોમાં દિલ્હીના સ્પિનર અમિત મિશ્રા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનારા પીયૂષ ચાવલા પાસે એક મોટી તક રહેલી છે.

36 વર્ષીય સ્પિનર અમિત મિશ્રાએ 147 આઈપીએલ મેચોમાં 157 વિકેટ લીધી છે.

આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોની યાદીમાં મિશ્રા બીજા ક્રમે છે અને તે લસિત મલિંગાથી ફક્ત 13 વિકેટ પાછળ છે, જે અંગત કારણોસર આ સિઝનમાં ભાગ નથી લઈ રહ્યા.

આવી સ્થિતિમાં મિશ્રા પાસે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાની એક મોટી તક છે.

આ ઉપરાંત ચાવલાએ 150 વિકેટ ઝડપી છે, મલિંગા આ સિરીઝમાં રમે જ નહી તો મિશ્રા અને ચાવલા પાસે 170ના આંક પાસે પહોંચવાની તક રહેલી છે.

આ ઉપરાંત હરભજનસિંઘ આ વખતે રમવાના નથી. જો તેઓ રમતા હોત તો તેણે પણ 150 વિકેટ ઝડપી છે.

આમ ત્રણ ભારતીય સ્પિનર પાસે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવવાની તક રહેલી હતી.

ચાવલાએ 157 મેચમાં 150 અને હરભજનસિંઘે 160 મેચમાં 150 વિકેટ ઝડપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો