સોનિયા ગાંધી કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે

સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ કાર્યસમિતિએ સોનિયા ગાંધીને આગામી વ્યવસ્થા થવા સુધી કાર્યકારી અધ્યક્ષ બની રહેવા વિનંતી કરી છે, જેમનો તેમણે સ્વીકાર કરી લીધો છે.

પક્ષ કાર્યસમિતિના સભ્ય પી. એલ. પુનિયાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે આગામી કૉંગ્રેસનું અધિવેશ છ મહિનાની અંદર બોલાવી શકાય છે એમ છે, ત્યારે નવા અધ્યક્ષને ચૂંટવામાં આવશે.

પી. એલ. પુનિયાએ કહ્યું કે કાર્યસમિતિની બેઠકમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પત્રની વાત અખબારમાં પ્રકાશિત થવા પર ચિંતા વ્યક્ત કરાઈ.

તેમણે કહ્યું, "પોતાની વાત કરી શકે છે. એમની સ્વતંત્રતા છે. આના પર ચર્ચા થવી જોઈએ પણ તે પક્ષ-ફોરમ પર થવી જોઈએ, જાહેર ફોરમ પર નહીં."

આ પહેલાં પક્ષની કાર્યસમિતિની બેઠક દરમિયાન રાહુલ ગાંધીના કથિત નિવેદન પર મોટા નેતાઓએ સ્પષ્ટતા અને વખોડી કાઢતાં નિવેદનો જાહેર કર્યાં.

line

રાહુલ ગાંધીએ નથી કરી ભાજપ સાથે સાઠગાંઠની વાત : ગુલામ નબી આઝાદ

કોરોના વાઇરસ ફર્નિચર

ઇમેજ સ્રોત, Eap

કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે રાહુલ ગાંધીએ એવું બિલકુલ નથી કહ્યું કે કૉંગ્રેસના જે નેતાઓએ પક્ષમાં સુધારા માટે પત્ર લખ્યો એની ભાજપ સાથે સાઠગાંઠ છે.

આ પહેલાં પક્ષના નેતા કપિલ સિબ્બલે રાહુલ ગાંધીની આ કથિત ટિપ્પણી પર ટ્વિટર પર ભારે વાંધો નોંધાવ્યો હતો. જોકે, બાદમાં એવું કહેતાં ટ્વીટ પરત લઈ લીધું હતું કે રાહુલ ગાંધીએ આવું કંઈ નથી કહ્યું.

વાત એમ હતી કે સોમવારે એક તરફ જ્યાં પક્ષની કાર્યસમિતિની બેઠક ચાલી રહી હતી ત્યાં બીજી તરફ એવા સમાચાર પણ આવવા લાગ્યા હતા કે રાહુલ ગાંધીએ બેઠકમાં પત્ર લખવા મામલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે નેતાઓએ આ પત્ર લખ્યો છે, ભાજપ સાથે તેમની સાઠગાંઠ છે.

એ બાદ કપિલ સિબ્બલની આ ટિપ્પણીને રિટ્વીટ કરતાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે મીડિયામાં રાહુલ ગાંધીને લઈને જે વાત કહેવાઈ રહી છે, એ વાત તેમણે નથી કરી.

કપિલ સિબ્બલ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના નેતૃત્વને લઈને દિલ્હીમાં સોમવારે શરૂ થયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કૉંગ્રેસનો વિખવાદ સપાટી પર આવી ગયો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધીએ આ બેઠકમાં કહ્યું કે જે કૉંગ્રેસ નેતાઓએ પક્ષમાં સુધારા માટે જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો તેમની ભાજપ સાથે સાંઠગાંઠ છે.

રાહુલની આ કથિત ટિપ્પણી પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આપત્તિ વ્યક્ત કરી હતી.

કપિલ સિબ્બલે કહ્યું, "રાહુલ ગાંધી કહે છે કે અમારી ભાજપ સાથે સાંઠગાંઠ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં કૉંગ્રેસનો સફળતાપૂર્વક બચાવ કર્યો. મણિપુરમાં ભાજપની સરકાર પાડવા માટે પક્ષનો બચાવ. છેલ્લાં 30 વર્ષોમાં કોઈ પણ મુદ્દે ભાજપના બચાવમાં નિવેદન નથી આપ્યું. છતાં પણ અમારી ભાજપ સાથે મિલિભગત છે."

કપિલ સિબ્બલ

ઇમેજ સ્રોત, KAPIL SINAL/TWITTER

કપિલ સિબ્બલની આ ટિપ્પણીને રિટ્વીટ કરતા કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું કે મીડિયામાં રાહુલ ગાંધીને લઈને જે વાતો કહેવામાં આવી રહી છે, તે તેમણે કહી જ નથી.

સૂરજેવાલાએ એક ટ્વીટમાં લખ્યું, "રાહુલ ગાંધીએ એવું કંઈ પણ કહ્યું નથી. આ સંદર્ભમાં કોઈ વાત થઈ નથી. કૃપા કરી ખોટા મીડિયા રિપોર્ટ પર ભ્રમિત ના થશો અથવા ખોટી સૂચના ના ફેલાવશો. હાં. એ વધારે જરૂરી છે કે ક્રૂર મોદી શાસન સામે એકજૂટ થઈને લડીએ ના કે અંદરોઅંદર ઝગડતા રહીએ."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, સૂરજેવાલાના ટ્વિટ કર્યા બાદ કપિલ સિબ્બલે પોતાનું ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.

જે બાદ સિબ્બલે બીજું ટ્વિટ કર્યું અને તેમાં કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની સાથે વ્યક્તિગત વાત કરીને કહ્યું છે કે તેમના નામે જે નિવેદનની વાત થઈ રહી છે એવું તેમણે કહ્યું નથી. જેથી હું મારુ ટ્વિટ પરત લઉં છું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સોનિયા ગાંધી રાજીનામું આપવાની વાત કરી શકે છે.

પક્ષમાં નેતૃત્વના મુદ્દા પર પક્ષમાં ભાગલા પડી ગયા છે. એક સમૂહ સામૂહિક નેતૃત્વની માગ કરી રહ્યો છે તો બીજો પક્ષ નેહરુ ગાંધી પરિવાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સુત્રોના હવાલાથી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી બેઠકમાં પોતાના રાજીનામાની રજૂઆત કરી શકે છે.

લગભગ 20 નેતાઓએ તેમને પૂર્ણકાલિન અધ્યક્ષ બનાવા માટેની માગ કરતો પત્ર લખ્યો છે. પત્રમાં એના સિવાય પક્ષમાં ઉપરથી લઈને નીચે સુધી અનેક પ્રકારના બદલાવની માગ રાખવામાં આવી છે.

કૉંગ્રેસમાં નેતૃત્વ બદલાવની માગ બાદ રવિવારે કૉંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા ગાંધી પરિવારના સમર્થનમાં આવતા દેખાયા.

અલગ અલગ રાજ્યોમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રીઓએ જ્યાં સુધી રાહુલ ગાંધી જવાબદારી ના લે ત્યાં સુધી સોનિયા ગાંધીને અધ્યક્ષ બન્યાં રહેવાની અપીલ કરી છે.

line

સોનિયા ગાંધીના નામનું સમર્થન

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

સોમવારે થનારી બેઠક પહેલાં રવિવારે મીડિયામાં એ સમાચાર આવવા લાગ્યા કે સોનિયા ગાંધી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપી શકે છે.

જોકે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોડી સાંજે આ વાતનું ખંડન કરતાં કહ્યું કે સોનિયા ગાંધીના રાજીનામાના સમાચાર ખોટા છે.

રવિવારે સોશિયલ મીડિયામાં કૉંગ્રેસના ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરી કે તેઓ પાર્ટીનાં અધ્યક્ષ રહે, તો ઘણાએ કહ્યું કે આ પદ માટે જો રાહુલ ગાંધીનું નામ આગળ કરવામાં આવે તો તેઓ તેમના નામનું પણ સમર્થન કરે છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ટ્વીટ કર્યું કે "જો પાર્ટીના 23 નેતાઓએ કાર્યકારી અધ્યક્ષને પત્ર લખ્યાની વાત સાચી હોય તો આ અવિશ્વસનીય છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે મીડિયા પાસે જવાની કોઈ જરૂર નહોતી."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તેઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "એક એવા સમયે જ્યારે આપણું લોકતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી રાખવી જોઈએ. પરંતુ જો તેઓ કોઈ કારણસર પાર્ટીનું નેતૃત્વ કરવા નથી માગતા તો કમાન રાહુલ ગાંધીને સોંપવી જોઈએ."

પશ્ચિમ બંગાળના કૉંગ્રેસ ધારાસભ્ય બી. મણિકરામ ટાગોરે પત્ર લખીને સોનિયા ગાંધીને કહ્યું, "તેમના નેતૃત્વ પર પાર્ટીનો પૂરો વિશ્વાસ છે અને તેમના અને રાહુલ ગાંધીના હાથમાં પાર્ટી સુરક્ષિત રહેશે."

line

ગાંધી પરિવાર પર ભરોસો દર્શાવતા નેતા

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

કર્ણાટક કૉંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે "કર્ણાટક કૉંગ્રેસ ગાંધી પરિવાર અને સોનિયા ગાંધીના નેતૃત્વની સાથે છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

તેમણે કહ્યું, સોનિયા ગાંધીએ મુશ્કેલ સમયમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું છે અને પાર્ટીને બચાવી છે."

તો આસામ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરા, મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ બાબાસાહેબ થોરાટ અને પંજાબના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા અમરિન્દર સિંહે રાહુલ ગાંધીને નેતૃત્વની કમાન સોંપવાનું સમર્થન કર્યું છે.

રિપુન બોરાએ એક પત્રમાં લખ્યું, "પાર્ટીનું સુકાન રાહુલ ગાંધીને સોંપાય જે ન માત્ર પાર્ટીનું નેતૃત્વ કરે, પણ ભાજપ અને આરએસએસ સામે પણ આગળ વધીને લડાઈ લડે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

બાલાસાહેબ થોરાટે લખ્યું, "હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી પાર્ટીનું સુકાન પોતાના હાથમાં લઈ લે. અમે ઇચ્છીએ છીએ કે રાહુલજી તમે પરત આવો અને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં કામ કરો. સોનિયાજી વચગાળાનાં અધ્યક્ષના રૂપમાં માર્ગદર્શન આપે."

અમરિન્દર સિંહે કહ્યું કે જ્યાં સુધી સોનિયા ગાંધી ઇચ્છે પાર્ટીનું સુકાન સંભાળે, બાદમાં આ જવાબદારી રાહુલ ગાંધીને સોંપવી જોઈએ, જે આ જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષના પદે રહે કે ના રહે, તેમને પાર્ટીનું પૂરું સમર્થન છે.

line

ચૂંટણીઓમાં હાર અને પક્ષ છોડતા નેતા

સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Hindustan Times

ગત બે લોકસભામાં પાર્ટીની મોટી હાર થઈ હતી અને પહેલી વાર 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 100થી ઓછી સીટો આવી.

2019ની લોકસભા ચૂંટણીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું, બાદમાં સોનિયા ગાંધી એક વર્ષ માટે પાર્ટીનાં વચગાળાનાં અધ્યક્ષ બન્યાં હતાં.

આ સિવાય કૉંગ્રેસે છેલ્લાં વર્ષોમાં ઘણાં રાજ્યોમાં પોતાની સરકાર ગુમાવી છે. મધ્ય પ્રદેશમાં તો કૉંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને જતા રહેતા તેમના મુખ્ય મંત્રી કમલનાથે રાજીનામું આપવું પડ્યું હતું. જેના કારણે ત્યાં ભાજપ પોતાની સરકાર બનાવવામા સફળ રહ્યો હતો.

ગાંધી પરિવારની નજીક ગણાતા અને મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

તાજેતરમાં જ રાજસ્થાનમાં યુવા નેતા સચિન પાઇલટ પણ નારાજ હતા. જોકે, કૉંગ્રેસ તેમને મનાવવામાં સફળ રહી અને પાઇલટ ફરીથી પક્ષમાં આવી ગયા.

આ સિવાય ગુજરાતમાં પણ અનેક દિગ્ગજ નેતાઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. જે બાદ ગાંધી પરિવારના નેતૃત્વ સામે સતત સવાલો ઊભા થતા રહ્યા છે.

રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિને પદ પર બેસાડવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, એ સમયે સોનિયા ગાંધીએ ફરીથી પક્ષને ઊભો કરવા માટે વચગાળાનાં અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.

દરમિયાન પાર્ટીમાં નવા પૂર્ણકાલીન અધ્યક્ષની માગ થવા લાગી. જોકે પાર્ટીને ગાંધી પરિવારથી અધ્યક્ષ મળશે કે કોઈ અન્યના નામે મહોર લાગશે એ સોમવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થનારી કાર્યસમિતિની બેઠક બાદ જ ખબર પડશે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો