સ્ટેચ્યૂ ઑફ યુનિટી : 3000 કરોડના ખર્ચે બનેલી પ્રતિમા વરસાદમાં ડૂબી રહી છે? - ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, STATUEOFUNITY.IN
- લેેખક, ફૅક્ટ ચેક
- પદ, ટીમ બીબીસી ગુજરાતી, નવી દિલ્હી
છેલ્લા કેટલાંક દિવસથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
લોકો કહી રહ્યાં છે કે ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે કરોડોના ખર્ચે બનેલું સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાણીમાં ડૂબી રહ્યું છે.
વીડિયોમાં કૅપ્શન આપવામાં આવી રહ્યાં છે કે 'વાહ રે ગુજરાત મૉડલ... 3000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા પણ પાણીથી કેવી રીતે બચાવવું તેના પર ન વિચાર્યું. 3000 કરોડના ખર્ચે બનેલું સ્ટેચ્યુ ઑફ યુનિટી પૂરના પાણી વચ્ચે ઘેરાયેલું છે.'
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
એક ટ્વિટર યૂઝરે વીડિયો શેર કરતાં લખ્યું છે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગરીબીની વચ્ચે ઘેરાયેલું છે. વાહ મોદી જી વાહ."
આ પોસ્ટમાં જ તેમણે લખ્યું છે, "આ મુદ્દે ભાજપને દોષ આપીને કંઈ ફાયદો નથી, દોષ પોતાને આપવો જોઈએ જેણે ભાજપને મત આપ્યો. જો આપણે કોરોના હૉસ્પિટલ, સ્કૂલો, ફ્લડ મેનેજમૅન્ટ જેવી સુવિધાઓ પર 3000 કરોડ ખર્ચ્યા હોત, તો આ દૃશ્ય ન જોવા મળ્યું હોત."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એક ટ્વિટર યૂઝર લખે છે કે સ્ટેચ્યૂ બનાવતા સમયે અધિકારીઓએ ચોમાસાને કેમ ધ્યાનમાં ન રાખ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

X કન્ટેન્ટ પૂર્ણ, 3
અન્ય એક યૂઝરે લખ્યું છે કે શું આ માટે 3000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

વીડિયો પાછળની હકીકત
શું સરદાર પટેલની પ્રતિમા ખરેખર પાણીમાં ડૂબી રહી છે? શું ખરેખર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની અંદર પાણી ઘૂસી ગયું છે? આ સવાલોનો જવાબ છે ના.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સ્થળે હાલ શું સ્થિતિ છે તે અંગે જાણવા કેવડિયાના પૂર્વ સરપંચ નરેન્દ્ર તડવી સાથે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વાત કરી. નરેન્દ્ર ભાઈ તડવીએ કહ્યું કે સ્ટૅચ્યૂ ઑફ યુનિટીમાં કશું ડૂબાણ નથી. નીચે નાખેલા પથ્થરો પણ સાફ દેખાય છે.
નરેન્દ્ર ભાઈ સિવાયના અનેક સ્થાનિકોએ પણ બીબીસીને એમ જ કહ્યું.
બીબીસીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર જે વીડિયો હાલનો દર્શાવાઈ રહ્યો છે, તે ખરેખર એક વર્ષ જૂનો છે.
આ વીડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી 17 સપ્ટેમ્બર 2019ના રોજ શૅર કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
વડા પ્રધાને પોસ્ટમાં લખ્યું હતું કે, 'થોડીવાર પહેલાં જ કેવડિયા પહોંચ્યો છું. જુઓ ભવ્ય સ્ટેચ્યૂ ઑફ યુનિટી જે મહાન સરદાર પટેલના નામે ભારતની શ્રદ્ધાંજલિ છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો