કોરોના વાઇરસ : આર્થિક સંકટ વચ્ચે ગોલ્ડલૉનની ચમક વધી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
- લેેખક, નિધિ રાય
- પદ, બિઝનેસ રિપોર્ટર, મુંબઈ
ગોલ્ડલૉન હંમેશાં ભારતમાં ફંડ એકઠું કરવા માટે પસંદગીનું સાધન રહ્યું છે. મોટા ભાગના ભારતીયોમાં તેનું ભાવનાત્મક મૂલ્ય હોય છે અને તેને વેચવાની ઇચ્છા નથી.
તેઓ મુશ્કેલીના સમયમાં સંપત્તિ તરીકે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને ધીરનાર દ્વારા સુરક્ષિત પણ માનવામાં આવે છે.
બૅન્કો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે. મન્નાપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ અને મુથૂટ ફાઇનાન્સ જેવી નૉન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) વધુ લૉન આપવા અને તેમાંથી વ્યાજ મેળવવા માટે આ તકનો ઉપયોગ કરી રહી છે.
આખા ભારતમાં માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા કોવિડ-19 લૉકડાઉનથી ભારે નુકસાન થયું, જેના લીધે ઘણાં નાનાં ઉદ્યોગોના માલિકો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો નુકસાનની ભરપાઈ માટે સોનાની લૉન લઈ રહ્યા છે.

'વાઇરસને કારણે બધું પાટા પરથી ઊતરી ગયું'
દક્ષિણ મુંબઈમાં અમિતા પ્રશાંત તાવડે વર્લી વિસ્તારમાં બ્યુટી-પાર્લર ચલાવે છે.
તેમણે તેમનાં ઘરેણાંમાંથી બે સોનાની ચેઇન અને ચાર સોનાની બંગડી સામે ત્રણ લાખ રૂપિયાની ગોલ્ડલૉન લીધી છે.
તેઓ કહે છે, "મારું પાર્લર માર્ચથી ત્રણ મહિનાથી બંધ છે. મારે પગાર ચૂકવવાની અને ઘર ચલાવવાની જરૂર છે. મને પૈસાની જરૂર હતી. મારી પાસે આ શ્રેષ્ઠ વિકલ્પ હતો."
અમિતાને બે પુત્રી છે અને તેઓ 2005થી સૌંદર્ય પ્રસાધનના ધંધામાં છે અને અન્ય બે મહિલાઓને રોજગારી આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હું તેમને દર મહિને પગારરૂપે દસ હજાર ચૂકવીશ. મેં તેમનો પગાર રોક્યો નથી. હું તેમને મારી બચતમાંથી ચૂકવી રહી છું."
અમિતા સાત લોકોના સંયુક્ત કુટુંબમાં રહે છે અને તેમનાં વૃદ્ધ સાસુના તબીબી ખર્ચ સહિત સારસંભાળ રાખે છે.
તેઓ કહે છે, "હું સામાન્ય રીતે દર મહિને લગભગ એક લાખ રૂપિયા કમાતી હતી. હું મારા વ્યવસાયમાં ખરેખર સારું કમાતી હતી, પરંતુ આ વાઇરસથી હમણાં બધું જ પાટા પરથી ઊતરી ગયું છે."
અમિતા પાસે એક ઘર અને તેમની દુકાન છે. જેને તેઓ એક 'આશીર્વાદ સમાન માને છે.'
તેમના પતિ કે જેઓ મુંબઈના ઍરપૉર્ટ સાથે કામ કરે છે, તેમને અડધા પગારે પેરોલ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઍરપૉર્ટ્સ અને ઍરલાઇન્સ બિઝનેસમાં લૉકડાઉનની અસરને લીધે ભવિષ્યની સંભાવના વિશે સ્પષ્ટતા નથી.
અમિતાએ ઉમેર્યું, "ભગવાનની કૃપાથી મારા પતિને તેમનો અડધો પગાર મળી રહ્યો છે, તેથી અમને થોડી રાહત છે."

ટિફિનની માગ પણ ઘટી

નજીકમાં આવેલા પુણે શહેરમાં અન્ય નાના ધંધાકીય માલિક દિશા દિનેશ પરબની પણ આવી જ એક કહાણી છે.
તેઓ કહે છે, "હું છેલ્લાં 10 વર્ષથી ટિફિનના ધંધામાં છું. હું દરરોજ 80 રૂપિયામાં 40-50 ટિફિન આપતી હતી. હવે મેં ટિફિનની કિંમત ઘટાડીને 60 રૂપિયા કરી દીધી છે અને હું એક દિવસમાં માત્ર 10-15 ટિફિન આપી રહી છું, જે મારી આવક માટે દરિયામાં એક ટીપું સમાન છે."
"હું બાંધકામ કામદારોને પણ ટિફિન આપતી હતી. હવે તે બધા ચાલ્યા ગયા છે. હવે મારાં ટિફિન્સની માગ નથી."
દિશાને બે પુત્ર છે જે અભ્યાસ કરે છે અને તેમના પતિ બાંધકામના ધંધામાં હતા.
જોકે લૉકડાઉનને કારણે તેમના પતિ પાસે હવે નોકરી નથી. તેમની પાસે રોડ પર એક દુકાન પણ છે, જે તેઓ મહિનાના પંદર હજાર રૂપિયામાં ભાડે આપતા હતા. તે આવક પણ અટકી ગઈ છે, કારણ કે કોવિડ -19 લૉકડાઉનને કારણે દુકાનના કોઈ ખરીદનાર નથી.
આવકના તમામ સ્રોતો બંધ થતાં દિશાએ સ્થાનિક સહકારી બૅન્ક પાસેથી ગોલ્ડલૉન લેવાનું નક્કી કર્યું.
તેમણે તેમની ચાર સોનાની બંગડી, એક નથ અને એક ટીકાના બદલામાં અઢી લાખ રૂપિયા રોકડા લીધા છે.
દિશાએ ઉમેર્યું, "મધ્યમ વર્ગને સૌથી વધુ ફટકો પડ્યો છે. સરકાર ગરીબોને સહાય કરે છે અને શ્રીમંતો પાસે પહેલાંથી પૈસા હોય છે. અમે મદદ માટે ભીખ નથી માગી શકતા. અમારી પાસે કોઈ વિકલ્પ નથી. ગોલ્ડલૉન અમારા માટે ઉપલબ્ધ સૌથી ઝડપી અને સસ્તો વિકલ્પ હતો."

ખેતી માટે લૉન લીધી

ચોમાસાની સિઝનની શરૂઆતમાં કેટલાક ખેડૂતો ખેતી માટે પણ લૉન લઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ખેડૂત હૌસિલાલ માલવિયા પણ તેમાંના એક છે.
માલવિયાએ તેમના ખેતરોની વાવણી માટે 4 લાખ રૂપિયા સોનાની લૉન તરીકે લીધા છે.
તેઓ સિઝન પ્રમાણે તેમના ખેતરમાં સોયાબીન, ચણા અને કપાસ ઉગાડે છે. તેમનો ચાર લોકોનો પરિવાર છે.
તેમણે કહ્યું કે "વાઇરસ આવ્યો અને લૉકડાઉન શરૂ થયું ત્યારથી મંડી (જથ્થાબંધ બજાર) બંધ થઈ ગઈ છે. કંઈ પણ વેચવું મુશ્કેલ છે. ત્યારબાદ વેરહાઉસિંગની પણ સમસ્યા છે. અમને પ્રાથમિક પ્રવૃત્તિઓ માટે પૈસાની જરૂર હતી અને સોનાની લોને સમજદારી આપી."
હૌસિલાલ માલવિયાએ જણાવ્યું હતું કે, "અમે બૅન્કો પાસેથી લૉન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ઘણા પ્રશ્નો પૂછ્યા અને તેઓ અનિચ્છુક હતા. જ્યારે સ્થાનિક સહકારી બૅન્ક મદદ કરવા તૈયાર હતી."

હવે લૉનમાં મુશ્કેલી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અર્થવ્યવસ્થાની મંદી અને વિકરાળ મહામારીને કારણે બૅન્કો ધિરાણમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે.
સ્થાનિક રેટિંગ એજન્સી 'ક્રિસિલ' એક નોંધમાં જણાવે છે કે બૅન્ક તમને જે ગતિએ લૉન આપે છે, તે ગત નાણાકીય વર્ષના 6.14 ટકાની સરખામણીમાં વર્ષ 2020-21માં 1 ટકા જ ઘટશે.
મન્નાપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઈઓ વી.પી. નંદકુમારે કહ્યું હતું કે, 'અમે આશા રાખીએ કે આ વર્ષે સોનાની લૉન 10-15% વધશે.'
નંદકુમારે ઉમેર્યું હતું કે, "અમને લાગે છે કે એક વાર લોકોને સમજ પડી જાય કે સોનાના ભાવ થોડા સમય માટે ઊંચા રહેશે તો તેઓ સારી કિંમત મેળવવા માટે સંપૂર્ણ વેચવાને બદલે વધુને વધુ સોનાની લૉનનો લાભ મેળવશે."
બીજી એક ખાનગી આઈઆઈએફએલ ફાઇનાન્સ દ્વારા મે 2020માં 700 કરોડથી વધુની ગોલ્ડલૉનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે 15% હાલના સમયમાં ટોચ પર હતું.
ફેડરલ બૅન્ક અને ઇન્ડિયન બેન્કની ખાસ કરીને નાનાં શહેરો અને ટાઉનમાંથી થતી સોનાની લૉનની માગમાં દસ ગણો વધારો થયો છે.

સોનાના ભાવ વધતા કરજદારોને મદદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સોનાની ઊંચી કિંમત ઉધાર લેનારને લૉન મેળવવામાં મદદ કરે છે.
ઍસોસિયેશન ઑફ ગોલ્ડલૉન કંપની (AGLOC) LTV (loan-to-value)ના ડેટા અનુસાર, માર્ચ મહિનાથી સોનામાં 11.3%નો વધારો થયો છે.
તે 24 માર્ચના રોજ પ્રતિગ્રામ 2875 રૂપિયાથી વધીને 10 જૂને રૂપિયા 3197 થઈ ગયું.
સરળ શબ્દોમાં કહીએ તો તમે વર્તમાન સોનાના ભાવના 75% મૂલ્ય મેળવી શકો છો.
24 કૅરેટ સોનાના 10 ગ્રામદીઠ ભાવ 50,000ની આસપાસ છે.
સોનાના ભાવમાં વધારા થતાં ઉધાર લેનારા હાલમાં વર્તમાન લોનમાં ટોચ પર છે, કેમ કે તેમને વર્તમાન કોલાટેરલ પર વધુ પૈસા મળે છે.
ભારતના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુંદારામ પીઆરે બીસીસીને જણાવ્યું હતું કે "સોનાના ઊંચા ભાવ ઉધાર લેનારા અને આપનારા બંનેને ખુશ કરે છે. લેનારાને કોલાટેરલ મૂલ્યમાં 20% વધારો મળે મળે છે. ધિરાણકારો સોનાની લૉન પસંદ કરે છે, કેમ કે તેમને સામાન્ય રીતે ખૂબ જ ઓછું નુકસાન થાય છે."

ગોલ્ડ સિલ્વર લાઇનિંગ લૉન

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે વિશ્વની અનેક અર્થવ્યવસ્થાઓ રોગચાળાને કારણે અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. એમાં ભારતનું ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ઝડપથી ઘટવાની ધારણા છે.
આ સમયે સોનું એકમાત્ર એવી ધાતુ છે, જેનું બજાર ઊંચકાઈ રહ્યું છે અને તે અર્થવ્યવસ્થા સાથે સંબંધિત નથી.
બૅન્કો પર્સનલ, બિઝનેસ અને હોમ લોન આપવામાં સાવધાની રાખી રહી છે, કારણ કે તે પહેલેથી જ ખરાબ લોનનો સામનો કરી રહી છે.
એનબીએફસીને વધુ સારી રીતે મૂકવામાં આવે છે, કારણ કે તે ગોલ્ડ લૉનમાં નિષ્ણાત છે અને તેમની પાસે બૅન્ક જેવા પડકારો નથી.
સોનાના ભાવ ધીરનારને ખૂબ જરૂરી રાહત આપી રહ્યા છે, કારણ કે આ બહુ સારી કોલાટેરલ સિક્યૉરિટી છે. કેમ કે જો કોઈ લોનમાં ચૂક કરે તો તેમની પાસે નુકસાનને પહોંચી વળવા પૂરતું ધિરાણ હોય છે.
ઐતિહાસિક રીતે એવું જોવામાં આવે છે કે ગોલ્ડ લૉન ડિફોલ્ટના બહુ ઓછા કેસો છે, કારણ કે સોનું પણ ઉધારા લેનારા માટે ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે અને તેને તેઓ પાછું લેવા માગે છે.
ઋણદાતા પણ સોનાની લોન આપવામાં ખુશ હોય છે, કેમ કે લોન પર મૂકેલા સોનાની કિંમત ઋણદાતાને આપેલી સોનાની કિંમત કરતાં વધુ હોય છે.
તેથી વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં સોનાની લૉન ધીરનાર અને લેનાર બંને માટે એક સિલ્વર લાઇન બની ગઈ છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















