કોરોના વાઇરસથી ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો કેવી રીતે ફાયદો થયો?
કોરોના વાઇરસે દુનિયામાં ચાર હજાર જેટલા લોકોનો ભોગ લઈ લીધો છે અને વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે ત્યારે ગુજરાતમાં મોરબીમાં એક ઉદ્યોગ ફૂલી-ફાલી રહ્યો છે.
ચીનની બહાર કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત થનાર દેશ યુરોપમાં આવેલ છે.
ચીનમાં કોરોના વાઇરસના કારણે કેટલાક ઉદ્યોગો અત્યારે બંધ છે અને ત્યાંથી નિકાસ થતા કેટલાક ઉત્પાદો હાલ બંધ પડ્યા છે.
ચીન અને મોરબીમાંથી સિરામિક ઉત્પાદો કેટલાક દેશોમાં નિકાસ કરવામાં આવે છે જેમાં અત્યાર સુધી ચીન આગળ હતું.
પરંતુ હવે ચીનમાં સિરામિક ઉદ્યોગ પર કોરોના વાઇરસના ગ્રહણની આ પરિસ્થિતિનો લાભ ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગને થઈ રહ્યો છે.
મોરબીના મૃતપ્રાય પડેલા સિરામિક ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂકાઈ ગયાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો