You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેહની આ હૉસ્પિટલ શું નરેન્દ્ર મોદીની મુલાકાત માટે તૈયાર કરાઈ હતી? - ભારતીય સેનાએ કરી આ વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લીધેલી લેહની મુલાકાતે તમામ લોકોને ચોંકાવી દીધા. વડા પ્રધાન 3 જુલાઈની સવારે અચાનક લેહ પહોંચી ગયા. ત્યાં તેમને સૈન્ય અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી અને સ્થિતિની સમીક્ષા કરી.
15-16 જૂનની રાત્રે ભારત-ચીન સરહદે ગલવાન ઘાટીમાં બંને દેશના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 સૈનિકોના મૃત્યુ થયા હતા.
આ ઘટનાના 17 દિવસ પછી ભારતના વડા પ્રધાન આ પ્રકારે અચાનક આ તે વિસ્તારમાં ગયા તેને મોટી વાત માનવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીએ સૈન્ય અધિકારીઓ સાથેની મુલાકાત પછી ઘાયલ સૈનિકોની પણ મુલાકાત કરી.
વડા પ્રધાન મોદીએ સૈનિકોની વચ્ચે જઈને તેમની સ્થિતિ જાણી અને તેમની સાથે વાતો પણ કરી. વડા પ્રધાને આ મુલાકાત અને વાતચીતનો વીડિયો પણ ટ્વિટર પર શૅર કર્યો.
આ મુલાકાતની તસવીરને ભાજપના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી પણ શૅર કરવામાં આવી હતી.
જોકે સૈનિકોની કંઈ જગ્યાએ રાખવામાં આવ્યા છે તેના પર સોશિયલ મીડિયામાં સવાલ ખડા કરતા અનેક લોકોએ વડા પ્રધાન મોદીની સૈનિકો સાથેની મુલાકાતને ફોટો સેશન કહી દીધું.
ઘણાં બધાં લોકોએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો અને શનિવારે #MunnaBhaiMBBS ટ્વિટર પર ટ્રેન્ડમાં રહ્યું. જોકે આ મામલો વધતાં સૈન્યએ એક નિવેદન જાહેર કરીને સ્થિતિની સ્પષ્ટતા કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર યૂઝર @aartic02એ લખ્યું, "દેશ સાથે મોટી ગદ્દારી? વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લેહ યાત્રા દરમિયાન માત્ર તસવીર માટે કૉન્ફરન્સ રૂમને હૉસ્પિટલમાં બદલી દેવામાં આવી."
આરતી વેરીફાઇડ ટ્વિટર યૂઝર છે અને તેમના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તે આમ આદમી પાર્ટીની નેશનલ સોશિયલ મીડિયા ટીમ સાથે જોડાયેલી છે.
@DrJwalaGએ ટ્વીટ કર્યું, "એક અસલી ડૉક્ટર બતાવી રહી છે કે અહીં શું શું નથી. દરદીઓના આઈડી બૅડ નથી. પલ્સ ઓક્સિમિટર નથી. ઈસીજીના વાયર નથી. મૉનિટર નથી. આઈવી કૈનુલા નથી. ઇમરજન્સી ક્રેશ કાર્ટ નથી. અને ઘણું બધું. ન કોઈ ડૉક્ટર દરદીની સ્થિતિની જાણકારી આપી રહ્યો છે. આ પ્રકારે ફોટોવાળી તક પહેલાં ડૉક્ટરને બોલાવી લો."
@SECULARINDIAN72 એ ટ્વીટ કરીને લખ્યું, "ન દવાઓના ટેબલ છે, ન ડૉક્ટર, ન બૅન્ડેજ, ન કોઈ દરદી સૂઈ રહ્યું છે, ન કોઈને ડ્રિપ લાગ્યું, ન ઓક્સિજન સિલિન્ડર છે, ન વૅન્ટિલેટર. એવું લાગે છે કે મુન્નાભાઈ એમબીબીએસનો સીન છે."
@Jijo_Joseph એ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને જોડીને ટ્વીટ કર્યું અને લખ્યું, "સાચી હૉસ્પિટલની સામે પીઆર એક્સરસાઇઝ"
આ તસવીરોમાં એક તરફ મોદી લેહમાં સૈનિકોને મળી રહ્યા છે. બીજી તસવીરમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ હૉસ્પિટલમાં ભરતી લોકોને મળી રહ્યા છે.
અંજલિ શર્માએ ટ્વિટર પર લખ્યું, "એક ક્રૂર સંઘર્ષનો આ પ્રકારે મજાક બનાવવામાં આવી રહ્યો છે. કેટલાંક દિવસ પહેલાં 20 સૈનિકોને ખોયા છે. પરંતુ અહીં કેટલીક તસવીરો માટે હૉસ્પિટલનું નકલી સેટઅપ તૈયાર કરાવવામાં આવ્યું છે અને કેટલાંક ભાડાના ઍક્ટરને અહીં બેસાડવામાં આવ્યા છે. એક દિવસ સત્ય સામે આવશે."
@ayyoramaaએ ટ્વીટ કર્યું, "થૅરેપી લેવી, પ્રોટોકૉલ અપનાવવો, યુદ્ધ જેવી સ્થિતિના સદમામાંથી ઉભરવા માટે સતત નિગરાનીમાં રહેવુ, જેથી સૈન્યના સૈનિકો ફરીથી સેવામાં સ્થિર મગજની સાથે આવી શકે, તમે તેને મુન્નાભાઈ એમબીબીએસ કહી રહ્યા છો. સૈન્યની ઇજ્જત કરો."
ભારતની સેનાએ જાહેર કર્યું નિવેદન
આ કેસમાં સૈન્યએ એક નિવેદન જાહેર કર્યું છે, "ત્રણ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી તેને લઈને અનેક પ્રકારની વાત ચાલી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા બહાદુર સૈનિકોનો જે પ્રકારે ખ્યાલ રાખવામાં આવ્યું છે તેના પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે જગ્યાની વડા પ્રધાને મુલાકાત લીધી છે તે જનરલ હૉસ્પિટલ કૉમ્પ્લેક્સનું ક્રાઈસિસ ઍક્સપેન્શન છે અને આમાં 100 બેડ છે."
"કોરોના વાઇરસના પ્રોટોકૉલના કારણે હૉસ્પિટલના કેટલાક વોર્ડને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યો છે. જે હોલ તો સામાન્ય રીતે ઓડિયો-વીડિયો ટ્રેનિંગ હોલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો તેને એક વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે. જ્યારથી હૉસ્પિટલને કોવિડ ટ્રીટમેન્ટ માટે અલગ મૂકવામાં આવ્યો છે. ગલવાનથી આવેલા ઘાયલ સૈનિકોને અહીં રાખવામાં આવ્યા છે અને ક્વૉરેન્ટીન કરવામાં આવ્યા હતા. સૈન્ય પ્રમુખ જનરલ એમએમ નરવણે અને આર્મી કમાન્ડરે પણ આ જગ્યાનો પ્રવાસ કર્યો હતો અને સૈનિકો સાથે મુલાકાત કરી હતી."
સૈન્ય પ્રમુખે 23 જૂને આ જગ્યાએ ગયા હતા અને સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આની તસવીર ભારતીય સૈન્યના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર શૅર કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો