રામચંદ્ર ગુહા વિવાદ : ફિલિપ સ્પ્રાટ, એ અંગ્રેજ જેના ગુજરાતસંદર્ભથી ટ્વીટયુદ્ધ છેડાઈ ગયું

રામચંદ્ર ગુહા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રામચંદ્ર ગુહા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતની સંસ્કૃતિ વિશે ટ્વીટ કર્યું, જેનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપ્યો.

ગુહાએ મૂળ અંગ્રેજ બૌદ્ધિક ફિલિપ સ્પ્રાટને ટાંકતા ગુજરાતને સાંસ્કૃતિક દૃષ્ટિ'એ પછાત ગણાવ્યું.

ભાજપે ગુહાના તથ્ય તથા સ્પ્રાટના અભ્યાસ ઉપર સવાલ ઉઠાવ્યા, તો ગુજરાત કૉંગ્રેસે પણ લગભગ સમાન પ્રકારનો સૂર વ્યકત કર્યો.

સમગ્ર વિવાદે અંગ્રેજમાંથી ભારતીય બનેલા ફિલિપ સ્પ્રાટને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા.

line

વિવાદનો ઉદ્દભવ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુરુવારે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું, "ગુજરાત આર્થિક દૃષ્ટિએ સંપન્ન છે, પણ સાંસ્કૃતિક રીતે પછાત છે. આનાથી ઉલટું બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે."

આમ કહેવા માટે તેમણે વર્ષ 1939ના ફિલિપ સ્પ્રાટના લખાણને ટાંક્યું.

ફિલિપ સ્પ્રાટ અને બેન્જામિન ફ્રાન્સિસ બ્રાડલે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ગ્રૅટ બ્રિટનના પૉલીટ બ્યૂરોના સભ્ય હતા. Bengal Politics in Britain પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 57) ફારુક અહેમદ નોંધે છે :

"1920 તથા 1930ના દાયકા દરમિયાન જ્યોતિ બસુ, ઇન્દ્રજીત ગુપ્ત, પી. સી. નંદી, હાઝરા બેગમ જેવા અનેક નેતાઓ CPGBને કારણે સામ્યવાદી બન્યા."

આગળ જતાં જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા અને અઢી દાયકા કરતાં વધુ સમય સુધી શાસન કર્યું અને પશ્ચિમ બંગાળ સામ્યવાદનું ગઢ બની રહ્યું.

બ્રિટનના સામ્યવાદીઓ તેમની સરકારની સંસ્થાનવાદી નીતિઓનો વિરોધ કરતા હતા, સામ્યવાદના પ્રસાર માટે ફિલિપ સ્પ્રાટ ભારત આવ્યા અને અહીં રહ્યા. ગયા અને બહુચર્ચિત 'મેરઠ કૉન્સપિરસી'માં જેલવાસ પણ ભોગવ્યો.

ટ્વીટમાં તથ્યદોષનો આરોપ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુહાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે ગુજરાત સંદર્ભે આ વાત 1939માં કહી હતી. તેના ઉપર તથ્યાત્મક સવાલ ઉઠાવતા મૂળ ગુજરાતી અને અભિનેત્રી સ્વરૂપ રાવલે લખ્યું :

'ગુજરાતનું સર્જન 1960માં થયું અને જો તમને ગુજરાતીઓની વાત કરતા હો તો આપણે સોમનાથ, દ્વારકા, રાણકી વાવ, મોઢેરા વિશે વાત કરીએ. મેઘાણી અને નર્મદ જેવા કવિઓની વાત કરીએ.'

અંગ્રજોમાંથી આઝાદી મળી તે પછી ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન થયું, ત્યારે પહેલી મે 1960ના દિવસે તત્કાલીન બૉમ્બે સ્ટેટમાંથી ગુજરાતનું સર્જન થયું. એ પહેલાં ગુજરાત બૉમ્બે પ્રેસિડન્સી હેઠળ આવતું.

સમગ્ર દેશમાં બૉમ્બે, કલક્તા અને મદ્રાસ એમ ત્રણ પ્રેસિડન્સી દ્વારા અંગ્રેજો ભારતમાં (એ સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત) શાસન ચલાવતા.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું :

"પહેલાં અંગ્રેજો કે 'ભાગલા પાડો અને રાજ કરો' અજમાવ્યું. હવે કેટલાક બુદ્ધિજીવીઓનો સમૂહ છે, જે ભારતીયોને વિભાજીત કરવા માગે છે. ભારતીયો તેમની ચાલમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે. બંગાળ મહાન છે.... ભારત એક છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે અને આર્થિક આકાંક્ષાઓ ઊંચી છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનિલ દેવધરે લખ્યું કે 'તેમણે પોતાના દાવામાં સંદર્ભ નથી આપ્યો. ફિલિપ સામ્યવાદી હતા એટલે ભારતીય સંસ્કૃતિની સમજણથી દૂર હતા.... આ દેખાડે છે કે કૉંગ્રેસની ઇકૉ-સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, જે ગુહાને ઇતિહાસકાર ગણાવે છે.'

line

મેરઠ કૉન્સપિરસી કેસ

સામ્યવાદી વિરોધ પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રારંભિક કાળમાં ફિલિપ સ્પ્રાટ ભારતમાં સામ્યવાદનો આધારસ્તંભ હતા

ફિલિપ સ્પ્રાટ (1902-1971) બ્રિટનમાં જન્મયા હતા અને 24 વર્ષની ઉંમરે સામ્યવાદના પ્રસાર માટે ભારત આવી ગયા.

ભારત આવીને સ્પ્રાટ કૉમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક અને આધારસ્તંભ બન્યા. તેમના કારણે ભારતમાં સામ્યવાદીઓની પ્રથમ બેઠક મળી હતી. 1929માં 'મેરઠ કૉન્સપિરસી કેસ'એ તેમને ચર્ચામાં લાવી દીધા.

ભારતમાં સામ્યવાદીઓની વધતી જતી સક્રિયતાને ડામવા માટે માર્ચ-1929માં કલક્તા, બૉમ્બે, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં બ્રિટિશ સરકાર દ્વારા એકસાથે કાર્યવાહી કરવામાં આવી.

31 શ્રમિક નેતાઓની ધરપકડ કરવામાં આવી, જેમાંથી આઠ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય અને ત્રણ અંગ્રેજ પણ સામેલ હતા. જેમાં લેસ્ટર હચિસન, બેન્જામીન ફ્રાન્સિસ બ્રાડલે ઉપરાંત ફિલિપ સ્પ્રાટ હતા.

તમામની વિરુદ્ધ મેરઠમાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો, જે ચાર વર્ષ સુધી ચાલ્યો.

સામ્યવાદીઓ વિરુદ્ધ પુરાવા તરીકે પ્રચારસામગ્રી, પ્રકાશિત-અપ્રકાશિત લખાણ, પત્રો અને મૅગેઝિન સહિતની સામગ્રી રજૂ કરવામાં આવી.

જોકે, આ અમુક અંશે આ કાર્યવાહીની વિપરીત અસર થઈ. સામ્યવાદીઓ માને છે કે અગાઉ કાનપુરમાં સામ્યવાદીઓ વિરુદ્ધના ખટલાને કારણે ત્યાં સામ્યવાદનો જન્મ થયો. તો મેરઠમાં કેસ ચાલવાથી સામ્યવાદના પ્રચારની તક મળી.

કૉર્ટની સુનાવણી દ્વારા સામ્યવાદી વિચાધારા, તેના કાર્યક્રમ અને ઉદ્દેશને ફેલાવાની તક મળી. ગાંધી-નહેરુ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ મેરઠની જેલમાં સામ્યવાદીઓ સાથે મુલાકાત કરી. જેલમાં સામ્યવાદીઓએ સત્યાગ્રહીઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.

આ કેસમાં ફિલિપને પહેલાં ચાર વર્ષની અને અપીલ બાદ બે વર્ષની સજા થઈ.

સ્વતંત્રતા બાદ ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના વલણથી સ્પ્રાટનો મોહભંગ થઈ ગયો અને તેઓ ઉદારીકરણના હિમાયતી બન્યા. તેમણે સામ્યવાદીઓની નીતિનો સરાજાહેર વિરોધ કર્યો.

તેઓ પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા સ્થાપિત 'સ્વતંત્રતા પાર્ટી'ના સભ્ય બન્યા. પક્ષના અખબાર 'સ્વરાજ્ય'ના સંપાદક પણ બન્યા. ભારતીય મહિલા સાથે લગ્ન કર્યું, પિતા બન્યા અને અહીં જ મૃત્યુ પામ્યા.

'ટ્રૉલ્સને આકર્ષવા કર્યું'

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

કૉંગ્રેસના નેતા અહેમદ પટેલે આ મામલે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું, "આ ખોટી માહિતી સાથેનું નિવેદન છે."

"કચ્છથી વાપી અને શામળાજીથી દ્વારકા સુધી ગુજરાતની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે પણ અજય ઉદ્યોગસાહસિકતાથી એકમેવ છે."

"તમામ સંસ્કૃતિઓમાં એની અતુલ મહાનતા હોય છે અને આ હકીકતને ન સમજવાની નિષ્ફળતા આપણું પછાતપણું દર્શાવે છે."

ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ ગુહાના નિવેદનને વખોડી કાઢ્યું. પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુહાના નિવેદનને 'સમવાયી તંત્ર ઉપર પ્રહાર' ગણાવતા કહ્યું,

"ગુજરાત દેશમાં અગ્રેસર છે અને સંસ્કૃતિમાં ક્યાંય ઉતરતું નથી, જેના અનેક ઉદાહરણો ઇતિહાસમાં નોંધાયેલાં છે, જે ઇતિહાસકારે પોતે જોવાની જરૂર છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

વિવાદના ગણતરીના કલાકોમાં ગુહાએ લખ્યું, "કાયદાકીય ચેતવણી : મારા રિસર્ચ દરમિયાન મને જે કથન મળે છે, રસપ્રદ જણાય તો તેને ટાકું છું. એ જરૂરી નથી કે હું જેને ટાંકું છું એ વિચારો સાથે પણ સહમત હોઉં. આવામાં તમે તમારો પ્રેમ કે ગુસ્સો માત્ર એ જ વ્યક્તિ માટે રાખો, જેમનું એ કથન હોય"

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

પત્રકાર સ્વાતિ ચતુર્વેદી માને છે કે રામચંદ્ર ગુહાએ આ ટ્વીટ ટ્રૉલ્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે કર્યું છે. તેમણે ટ્વિટર ઉપર લખ્યું : "મોદી સરકાર અને તેમની ટ્રૉલ આર્મી દ્વારા ચીન દ્વારા આક્રમણની તૈયારી, બેકાબૂ કોવિડ ફેલાવો અને ડૂબતા અર્થતંત્ર અંગે જવાબ આપવા કરતાં ગુહા ઉપર પ્રહાર કરવા સરળ છે."

line

કોણ છે રામચંદ્ર ગુહા?

રામચંદ્ર ગુહા

ઇમેજ સ્રોત, Getty Images

રામચંદ્ર ગુહા ભારતીય ઇતિહાસકાર અને રાજકારણના અભ્યાસુ છે.

તેઓ પર્યાવરણ, સામાજિક અને રાજકીય સાંપ્રત પ્રશ્નો અને ક્રિકેટ જેવા વિષયો પર લખતા રહે છે.

તેઓ વિવિધ અખબારો અને સામયિકોમાં કટાર લેખક છે.

ગુહા ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કૅલિફૉર્નિયા, બર્કલી, યૅલ, સ્ટૅનફોર્ડ યુનિવર્સિટી, જર્મનીની યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરી ચૂક્યા છે.

તેઓ ગુજરાતનાં 2002નાં રમખાણો પરના પુસ્તક 'ગુજરાતઃ ધ મૅકિંગ ઑફ એ ટ્રૅજેડી' અને 'પૅટ્રિઓટ્સ ઍન્ડ પાર્ટીસન્સ' જેવાં પુસ્તકોના કારણે વિવાદમાં રહ્યા છે.

ગૌરી લંકેશની હત્યા વખતે પણ તેમણે સંઘને જવાબદાર ગણાવ્યો હતો. આ મુદ્દે ભાજપે તેમને નોટિસ પાઠવી હતી.

ઑક્ટોબર-2018માં ગુજરાતની અમદાવાદ યુનિવર્સિટીમાં 'ગાંધી વિન્ટર સ્કૂલ'ના ડાયરેક્ટર તથા હ્યુમાનિટીઝના પ્રાધ્યાપક તરીકે નિમવાની જાહેરાત થઈ હતી.

જોકે, રાષ્ટ્રીય સ્વયંસેવકની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'એ આ નિમણૂકનો લગભગ બે અઠવાડિયા સુધી વિરોધ કર્યો, બાદમાં ગુહાએ યુનિવર્સિટીને શુભકામના આપી તેની સાથે નહીં જોડાવાની જાહેરાત કરી હતી.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો