You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત-બંગાળને લઈને રૂપાણી-ગુહા વચ્ચે કેવી ચડસાચડસી થઈ?
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ગુજરાત અને બંગાળ અંગેનાં ટ્વિટને લઈને પલટવાર કર્યો છે.
વિજય રૂપાણી ટ્વીટ કર્યું, "પહેલાં અંગ્રેજો કે જેણે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો અને રાજ કર્યું. હવે કેટલાક બુદ્ધિજીવીઓનો સમૂહ છે જે ભારતીયોને વહેંચવા માગે છે. ભારતીયો તેમની ચાલમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે. બંગાળ મહાન છે.... ભારત એક છે."
રૂપાણીનું આ ટ્વીટ હકીકતમાં ગુહાના ટ્વીટના જવાબમાં આવ્યું છે. ગુહાએ પોતાના ટ્વીટમાં એક બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટ 1939માં લખેલી કેટલીક પંક્તિઓને ટાંકી હતી.
ગુહાએ લખ્યું હતું, "ગુજરાત આર્થિક રીતે મજબૂત છે પણ સાંસ્કૃતિક રીતે પછાત છે. આનાથી ઉલટું બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે."
જોકે, રૂપાણી દ્વારા નિવેદન અપાતાં ગુહાએ બીજું એક ટ્વીટ કર્યું અને સ્પષ્ટતા કરી.
તેમણે લખ્યું, "હું કોઈ કથનને ટાંકું છું જે મને મારા રિસર્ચ દરમિયાન મળે છે. તો હું આવું એવા માટે કરું છું કે મને તે રસપ્રદ લાગે છે. એ જરૂરી નથી કે હું જેને ટાંકું છું એ વિચારો સાથે પણ સહમત હોઉં. આવામાં તમે તમારો પ્રેમ કે ગુસ્સો માત્ર એ જ વ્યક્તિ માટે રાખો, જેમનું એ કથન હોય"
કૉંગ્રેસના નેતા અહેમદ પટેલે આ મામલે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે લખ્યું, "આ ખોટી માહિતી સાથેનું નિવેદન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કચ્છથી વાપી અને શામળાજીથી દ્વારકા સુધી ગુજરાતની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે પણ અજય ઉદ્યોગસાહસિકતાથી એકમેવ છે."
"તમામ સંસ્કૃતિઓમાં એની અતુલ મહાનતા હોય છે અને આ હકીકતને ન સમજવાની નિષ્ફળતા આપણું પછાતપણું દર્શાવે છે."
ગુજરાત સરકારની પાણીયોજનામાં SC-ST સાથે ભેદભાવ
જળશક્તિ મંત્રાલયે જળ જીવન મિશન હેઠળ ગુજરાત સરકારની એસસી/એસટી ઘરોમાં પાણી પહોંચાડવાની યોજનાની સમીક્ષા કરવાનું કહ્યું છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય સરકારની યોજના નબળા વર્ગ તરફ તેની સંવેદનશૂન્યતા દર્શાવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પ્રમાણે કેન્દ્ર સરકારના જળ જીવન મિશન (જેજેએમ) હેઠળ ગુજરાત સરકારે 10.62 લાખ એસસી/એસટી ઘરોમાંથી 5.84 ટકા ઘરોમાં ચાલુ વર્ષે પાણીના કનેક્શન આપવાની યોજના બનાવી છે.
જળ જીવન મિશનના ઉચ્ચ અધિકારીએ આ અંગે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે.
કેન્દ્ર સરકારના અધિકારીએ ગુજરાત સરકારને સમીક્ષા પછી દસ દિવસમાં ફરીથી યોજના મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવાનું કહ્યું છે.
ગુજરાત સરકારે ચાલુ વર્ષમાં 11.15 લાખ ઘરોના ટાર્ગેટમાંથી માત્ર 62,043 એસસી/એસટી ઘરોમાંજ પાણીના કનેક્શન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં 26.82 લાખ ઘરોમાં પાણીના નળનું કનેક્શન નહોતું જેમાં 10.62 એસસી/એસટી પરિવારો છે.
ગીરના સિંહોની સંખ્યામાં વધારો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ ગુજરાતના ગીરમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધીને 674 થઈ છે અને સિંહોની સંખ્યામાં સૌથી મોટો એટલે કે 28.87 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
2015માં ગીરમાં સિંહોની સંખ્યામાં 27 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 523 સિંહો હતા.
એ સિવાય ગુજરાત વનવિભાગે જણાવ્યું છે કે એશિયાઈ સિંહો પહેલાં 22,000 વર્ગ કિલોમિટરમાં ફેલાયેલા હતા હવે આ વિસ્તાર વધીને 30 હજાર વર્ગ કિલોમિટરનો થઈ ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ સામુદાયિક સહયોગ, ટેક્નોલૉજી, વન્ય જીવો માટે આરોગ્ય સેવા, માનવ-સિંહ વચ્ચે સંઘર્ષ ઘટાડવા અને હૅબિટેટ મૅનેજમેન્ટને કારણે સંભવ થયું છે.
તેમણે એમ પણ કહ્યું કે સિંહોના ફેલાવના વિસ્તારમાં 36 ટકાનો પણ વધારો નોંધાયો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.
ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના સંકેત?
હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ ભારત અને ચીનના ઍરફૉર્સ ફાઇટર્સની ગતિવિધિઓમાં છેલ્લા બે દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે.
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી જતાં બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી.
એ બાદ બંને દેશો વચ્ચે ઉચ્ચ સેનાધિકારી સ્તર પર વાતચીત થઈ હતી અને તણાવ ઓછો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ચીનની પીએલએ ઍરફૉર્સ ફાઇટર્સની ગતિવિધિ છ જૂને બંને દેશો વચ્ચે સેનાના કમાંડરના સ્તર પર વાતચીત પછી ઘટી છે.
મંગળવારે ચીની ઍરફૉર્સ તરફથી લદ્દાખમાં કોઈ ગતિવિધિ ન જોવા મળી ત્યારે અક્સાઈ ચીનમાં ઍરફૉર્સની ગતિવિધિઓ જોવા મળી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ ગલવાન નલ્લાના 14 કેન્દ્રો પર ચીની વાહનોનું પેટ્રોલિંગ પણ ઓછું થયું છે.
એ સિવાય સેનાધિકારીઓ મુજબ પાંગૉંગ ટ્સો સેક્ટરમાં ફિંગર 4 જ્યાં તણાવની પરિસ્થિતિ હતી ત્યાં પણ ચીની સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવી છે.
વરિષ્ઠ સેનાધિકારીના હવાલાથી હિંદુસ્તાન ટાઇમ્સ અખબારે લખ્યું છે કે આનો અર્થ એવો છે કે બંને તરફના સેનાધિકારીઓ સંપર્કમાં રહે તો આવનારા દિવસોમાં તનાવ ઘટશે.
ચીનના જિન્ઝિયાંગ રાજ્યમાં ગ્રીષ્મકાલીન વાર્ષિક મિલિટરી કવાયત ચાલી રહી છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો