કોરોના વાઇરસ : સરકારે કહ્યું, ખાનગી હૉસ્પિટલોને મફત ઇલાજનો આદેશ આપવાની સત્તા નથી - Top News

મોદી

ઇમેજ સ્રોત, Reuters

ભારત સરકારે એક સોગંદનામું કરીને સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે ખાનગી હૉસ્પિટલો કે ચેરિટેબલ હૉસ્પિટલોને મફત કોરોનાનો ઇલાજ કરવાનું કહેવાની સત્તા તેની પાસે નથી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કોરોના વાઇરસમાં સારવારને અને અન્ય બાબતોને લઈને સુપ્રીમ કોર્ટમાં જે પિટિશનની સુનાવણી ચાલી રહી છે તેમાં ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ મુજબનું સોગંદનામું કર્યું રજૂ કર્યું છે.

આરોગ્ય વિભાગનું કહેવું છે કે ક્લિનિક્લ ઍસ્ટાબ્લિશમૅન્ટ (રજિસ્ટ્રેશન ઍન્ડ રૅગ્યુલેશન) ઍક્ટ 2010 મુજબ તેમની પાસે આવી કોઈ સત્તા નથી. આરોગ્ય મંત્રાલયે આને રાજ્યનો વિષય પણ ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પિટિશનની અગાઉની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જે ખાનગી હૉસ્પિટલોને સરકારી જમીન મફતમાં કે પછી ઓછા ભાવે આપવામાં આવી છે તે કોરોના વાઇરસ કોવિડ-19ની સારવાર મફતમાં કેમ ન કરી શકે?

એ નોટિસના જવાબરૂપે આરોગ્ય મંત્રાલયે આ પ્રતિભાવ રજૂ કર્યો છે.

line

લોન પર વ્યાજની રાહત નહીં - આરબીઆઈ

આરબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે લોનના હપ્તા ચૂકવવામાં રાહત આપી છે પણ વ્યાજ પર રાહત નહીં આપી શકાય.

આરબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ વાત કહી છે તેમ જનસત્તાનો એક અહેવાલ જણાવે છે.

આરબીઆઈએ મોરાટોરિયમની અવધિમાં વ્યાજ ચૂકવવાની રાહતને લઈને થઈ રહેલી સુનાવણીમાં આ વાત કરી છે. બૅન્કે કહ્યું કે આમ કરવાથી દેશની નાણાકીય સ્થિતિ બગડી શકે છે અને તેની અસર રોકાણકારો અને ફાઇનાન્સિયલ સેક્ટર ઉપર પણ પડી શકે છે. આરબીઆઈએ કહ્યું કે લોનની ચૂકવણીમાં રાહત એ માફી તરીકે ન લેવી જોઈએ અને જો વ્યાજમાં રાહત આપવામાં આવે તો બૅન્કોને 2 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે.

આરબીઆઈનું કહેવું છે કે આવી રાહત બૅન્કોની સ્થિરતા પર અસર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં મોરાટોરિયમના સમયમાં કરજ પર વ્યાજ લાગુ નહીં કરવા માટે અરજી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે આ મામલે આરબીઆઈને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા કહ્યું હતું.

line

હું એકલાહાથે ચૂંટણીઓ લડીશ - શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, Getty Images

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રમુખપદેથી હઠાવી દેવાયા પછી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ તેમણે ગાંધીનગરમાં કહ્યું કે તેઓ ભાજપ, કૉંગ્રેસ અને એનસીપી સામે મ્યુનિસિપાલિટી, જિલ્લા પંચાયત અને વિધાનસભાની પેટાચૂંટણી એકલા હાથે લડશે.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાને એનસીપીના પ્રમુખપદેથી હઠાવી દેવામાં આવ્યા છે અને ગુજરાત એનસીપીના પ્રમુખનું પદ જયંત પટેલને આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા તાજેતરમાં પૉલિટિક્લી ઍક્ટિવ જોવા મળી રહ્યાં છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપશે કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાનો બાકી છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો