ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વિટરે ટ્રમ્પની ટ્વીટ પર ફૅક્ટ ચેકનું લેબલ માર્યું એનો સમગ્ર વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને પહેલીવાર ટ્વિટર દ્વારા ફૅક્ટ-ચેકનું લેબલ આપવામાં આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ પુરાવા આપ્યા વિના ટ્વીટ કર્યું હતું કે : "એવો કોઈ રસ્તો નથી જેને લીધે મેલ-ઇન બેલેટમાં ચોક્કસ છેતરપિંડી ન થઇ શકે."
ટ્વિટરએ આ પોસ્ટ સહિત તેની નીચેની પોસ્ટમાં ચેતવણીનું લેબલ મૂક્યું છે. ગેરમાર્ગે દોરતા ટ્વીટસ અંગેની તેમની નવી પૉલિસી અંતર્ગત તેમણે આ પગલું લીધું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા જાયન્ટ "સંપૂર્ણ રીતે અભિવ્યક્તિની આઝાદીને દબાવી રહ્યું છે."
આ પૉલિસી અંતર્ગત ટ્વિટરની નોટિફિકેશનમાં ટ્વીટ્સની નીચે વાદળી એક્સકલેમેટરી સાઇન (ઉદ્ગાર ચિહ્ન) આવે છે, જેમાં વાચકોને સૂચવવામાં આવે છે "મેલ-ઇન બેલેટ વિશેના તથ્યો મેળવો."

ટ્રમ્પની પોસ્ટ્સ વિશે ટ્વિટર શું કહે છે?
ટ્વિટરની લિંક વપરાશકર્તાઓને એક પેજ પર દોરી જાય છે જેના પર મેલ-ઇન બેલેટ વિશે ટ્રમ્પના દાવાને "અસમર્થિત" તરીકે વર્ણવવામાં આવે છે.
સોશિયલ મિડીયા કંપનીએ તેની સાથે CNN, વૉશિંગ્ટન પોસ્ટ અને અન્યો દ્રારા કરવામાં આવેલા અહેવાલોને પણ ટાંકયા છે.

આ પછી "તમારે જે જાણવાની જરૂર છે" તે વિભાગ આવે છે જ્યાં ટ્વિટર જે દાવો હોય તે અંગે વિગતો આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા કંપનીએ તેની સાઇટ પર ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ હેઠળ ચેતવણી લેબલો વધારવાનું વચન આપ્યું હતું. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ સામે પગલાં લેવામાં તેમની ગતિ ધીમી રહી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે ટ્વીટર પર આરોપ મૂકતાં લખ્યું છે કે, 3 નવેમ્બર 2020ના યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ દખલ કરવા માંગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપની "સંપૂર્ણ રીતે અભિવ્યક્તિની આઝાદીને દબાવી રહી છે અને રાષ્ટ્રપતિ તરીકે તે હું નહીં થવા દઉ."
ટ્રમ્પના ચૂંટણી અભિયાનના મૅનેજર બ્રાડ પાર્સકલે પણ ટ્વિટરની ટીકા કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પાર્સકલે ટ્વીટ કર્યું હતું કે "પક્ષપાતી નકલી સમાચારોની વાત કરનારા 'ફૅક્ટ ચેકરો' સાથે ભાગીદારી એ ટ્વિટરની ધૂંધળી બાજુ દેખાડે છે જે સ્પષ્ટ રીતે ટ્વીટરની રાજકીય યુક્તિઓ છે. ઘણા બધા કારણો છે જેને લીધે મહિનાઓ પહેલાં અમે ટ્વિટર પરથી અમારી બધી જ જાહેરાત ખેંચી લીધી છે, સ્પષ્ટ રાજકીય પક્ષપાત તેમાંનું એક કારણ છે."

ટ્વિટર માટે પહેલી પરીક્ષા

બીબીસીના ટેકનૉલૉજી પત્રકાર ઝોઇ થોમસનું વિશ્લેષણ:
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટરનો ઉપયોગ અન્ય રાજકારણીઓ અને હસ્તીઓ સાથે ઝઘડા કરવાના પ્લૅટફૉર્મ તરીકે કર્યો છે અને હવે તેઓ સ્વયં પ્લેટફોર્મ સામે લડી રહ્યા છે.
ગેરમાર્ગે દોરતા તેમના ભ્રામક ટ્વીટસને ચિહ્ન કરવાના કંપનીના નિર્ણય બાદ તેમણે કંપની પર એવો આરોપ મૂક્યો છે કે કંપની અભિવ્યક્તિની આઝાદીને દબાવી રહી છે અને તેઓ એમ નહીં થવા દે.
એક ખાનગી કંપની તરીકે તેના પ્લૅટફૉર્મ પર શું કરવું તે અંગે ટ્વીટર પોતે નક્કી કરી શકે છે. જોકે, મંગળવાર સુધી મુશ્કેલી એ હતી કે જયારે અમેરિકાના પ્રમુખ અથવા અન્ય વૈશ્વિક નેતાઓની વાત આવે ત્યારે કંપની તેના નિયમો લાગુ કરે તેવું લાગતું નહોતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટર પર દાવો કર્યો હોય અને ઓછા શક્તિશાળી લોકોને સાઇટ પરથી બ્લૉક કરી દેવામાં આવ્યા હોય એવું અગાઉ અનેક વાર થયું છે.
પરંતુ, ટ્રમ્પની વેધક ટિપ્પણીઓને કારણે જ તેમના 80 મિલિયન કરતા વધુ ફોલોઅર્સમાંથી કેટલાકને સાઇટ પર લઈ આવે છે એ પણ હકીકત છે જેને કંપની ગુમાવવા માંગતી નથી.
એથી, એવું લાગે છે કે નવી લેબલિંગ પ્રણાલી બંને પક્ષને સંતુલિત કરે છે. અર્થાત રાષ્ટ્રપતિ સહિતના ટ્વિટર વપરાશકર્તાઓને તેઓને શું ગમે છે તે કહેવાની આઝાદી મળે છે અને તે સાથે જ તે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરતી માહિતીથી પણ રક્ષણ આપે છે. આ પ્રણાલી મોટે ભાગે કોવિડ -19 વિશેના ટ્વીટ્સ માટે કામ આવે છે.
જોકે, નવેમ્બરમાં અમેરિકામાં ચૂંટણી હોવાને લીધે, ટ્વિટર પર સંભવિત ભ્રામક માહિતીવાળી ઘણી વધુ ટ્વીટ્સની શક્યતા છે. આ સંજોગોમાં તેની નવી પૉલિસીની પહેલી પરીક્ષા હશે.

મેલ-ઇન બેલેટ શું છે?

મેલ-ઇન બેલેટ એ મતદાન કરવાના બુલેટિન્સ છે જે વહેંચવામાં આવે છે ત્યારબાદ પોસ્ટથી પરત મળે છે.
પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભિપ્રાય સર્વેક્ષણમાં 66% અમેરિકનોએ જણાવ્યું હતું કે તેઓ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં જોખમ વચ્ચે મતદાન કરવા માટે મતદાનમથકે જવાનું યોગ્ય નથી ગણતાં.
આ પ્રકારની ચિંતાઓએ રાજ્યો પર મતદારો માટે મેલ-ઇન-બેલેટની સુવિધા વધારવાનું દબાણ ઊભું કર્યું છે.
અમેરિકામાં દરેક રાજય કોઈ રીતે રિમોટ વોટિંગની સુવિધા આપે છે પરંતુ, તે યોગ્ય હોવાની જરૂરિયાતો અલગ અલગ છે.
વૉશિંગ્ટન, ઓરેગોન અને કોલોરાડો સહિત પશ્ચિમ અમેરિકાના પાંચ રાજ્યો, મેઇલ-ઇન બેલેટ દ્વારા સંપૂર્ણ રીતે તેમની ચૂંટણીઓ યોજે છે. અન્ય રાજય જેમ કે કૅલિફોર્નિયા જો કોઈ વિનંતી કરે તો તેમને પોસ્ટલ બેલેટ પૂરા પાડે છે.
આ સિવાય 17 રાજ્યોમાં જો મતદાનમથકે ગયા સિવાય પોસ્ટલ મતદાન કરવું હોય તો મતદારે પોતે અસમર્થ હોવાનું કારણ જણાવવું પડે છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













