કોરોના વાઇરસ : આંતરરાજ્ય મુસાફરી પહેલાં આ બાબતો જાણવી જરૂરી

કોરોના વાઇરસના ભય વચ્ચે સોમવારથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ શરૂ થઈ છે, અમદાવાદ ઍરપૉર્ટ પર દેશના વિવિધ ભાગોમાંથી ફ્લાઇટોનું આગમન થવા લાગ્યું છે.

જોકે, નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરીનું કહેવા છે કે હાલમાં આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત નહીં થાય.

જોકે, ફ્લાઇટથી આવતા મુસાફરો માટે ક્વોરૅન્ટીન અને સૅલ્ફ આઇસોલેશના નિયમો પાળવા ફરજિયાત છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

ફ્લાઇટમાં ચઢતા અને ઊતરતા મુસાફરો માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન હોવા, છતાં કેટલાંક રાજ્યોએ પોતાના નિયમો બનાવ્યા છે.

જેમ કે કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતા મુસાફરો માટે અનિવાર્ય રૂપે સાત દિવસ માટે સરકારી ક્વોરૅન્ટીન અને પછી હોમ ક્વોરૅન્ટીનનો નિયમ બનાવ્યો છે. કેન્દ્રે પોતાની માર્ગદર્શિકામાં રાજ્યોને જરૂર મુજબ ફેરફાર કરવા છૂટ આપી છે.

મેઘાલય અને પંજાબમાં બહારથી આવતા મુસાફરો માટે સ્વૅબ-ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.

રવિવારે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગાઇડલાઇન મુજબ મુસાફરોને તાવ જેવાં લક્ષણ દેખાતાં જ તેમને ક્વોરૅન્ટીન સુવિધામાં લઈ જવામાં આવશે.

માર્ગદર્શિકાના મુદ્દા

  • મુસાફરોએ મોબાઇલમાં આરોગ્યસેતુ ઍપ ડાઉનલૉડ કરવી.
  • ઍરપૉર્ટ, રેલે સ્ટેશન તથા બસ સ્ટેશન પર કોવિડ-19 અંગે જાગૃતિ લાવતી જાહેરાતો કરવી.
  • ફ્લાઇટ દરમિયાન, ટ્રેનમાં અને બસમાં કોવિડ-19 અંગે સતર્કતા લાવતી જાહેરાતો કરવી.
  • જો કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણ જણાય તો તેને નજીકના આરોગ્યકેન્દ્ર ખાતે લઈ જઈને તેની તબીબી તપાસ કરાવવી.
  • આગમન અને નિર્ગમન સમયે તપામાનની ચકાસણી થશે.
  • લક્ષણ વગરની વ્યક્તિને જ પ્રવાસ કરવાની છૂટ.
  • લક્ષણ વગરના મુસાફરે ગંતવ્ય ખાતે પહોંચીને 14 દિવસ સુધી આરોગ્યની સ્વસમીક્ષા કરવી, જો કોઈ ચિહ્ન દેખાય તો નેશનલ હેલ્પલાઇન (1075) કે જિલ્લાકક્ષાએ જાણ કરવી.
  • જો કોઈમાં કોરોનાના હળવા લક્ષણ દેખાય તો તે હોમ આઇસોલેશનનું પાલન કરશે, તેમની પાસે સરકારી કે ખાનગી કોવિડ કૅર સેન્ટરમાં જવાનો વિકલ્પ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો