આયુષ્માન ભારત : નરેન્દ્ર મોદીએ કરેલો એક કરોડ લાભાર્થીનો દાવો કેટલો સાચો?

મોદી
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને એક કરોડ થઈ ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમના ટ્વીટ બાદથી જ અભિનંદનવર્ષા શરૂ થઈ ગઈ.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અમિતાભ બચ્ચન, અજય દેવગન અને સરકારના મંત્રી તમામે વડા પ્રધાનના ટ્વીટને રિટ્વીટ કરવાની તક ન જવા દીધી.

કેન્દ્ર સરકાર ઘણા સમયથી એવો દાવો કરતી આવી છે કે આયુષ્માન ભારત એ માત્ર ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્કીમ છે.

વર્ષ 2018મા આ યોજનાની શરૂઆત રાંચીથી કરાઈ હતી. એ પહેલાં આ યોજનાની ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ યોજના અંતર્ગત જન્મ લેનાર બાળકી 'કરિશ્મા'ને આ યોજનાની પ્રથમ લાભાર્થી માનવામાં આવે છે.

નોંધનીય છે કે આ યોજના હેઠળ ગરીબ પરિવારના તમામ સભ્યોનાં આયુષ્માન કાર્ડ બનાવાય છે, જેમાં હૉસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં 5 લાખ સુધી મફત સારવારનો લાભ મળે છે.

line

આયુષ્માન ભારતના એક કરોડ લાભાર્થી નથી

યોજનાની જાહેરાત

ઇમેજ સ્રોત, PMJAY

ઇમેજ કૅપ્શન, યોજનાની જાહેરાત

પરંતુ જે લોકો આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડ ગણાવી રહ્યા હતા, ખરેખર તો આ સંખ્યા ઇલાજની છે.

આ બંને વાતોમાં ઘણો ફરક છે.

આ ફરક બીબીસીને આયુષ્માન ભારતના સીઈઓ ઇંદૂ ભૂષણે જ સમજાવ્યો. તેમણે આ યોજના અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, 'આ યોજનાના લાભાર્થીઓએ એક કરોડ વખત આ યોજનાનો લાભ લીધો છે.'

'તેનો અર્થ એ નથી થતો કે આ યોજનાના એક કરોડ લાભાર્થી થઈ ગયા છે.'

'તેઓ લાભાર્થીઓની સંખ્યા ઓછી માને છે. એક કરોડની સંખ્યા તો આ યોજના હેઠળ થયેલા ઇલાજની છે.'

જે રાજ્યોમાં આ યોજના હેઠળ જે રાજ્યોમાં સૌથી વધુ સારવાર અપાઈ ચૂકી છે, તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને ઝારખંડ સામેલ છે.

આયુષ્માન ભારત યોજના પર અત્યાર સુધી સરકાર 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આંકડા અનુસાર, જે પૈકી સાત હજાર કરોડ રૂપિયા ગંભીર બીમારીઓની સારવાર પાછળ લાગ્યા છે.

મોટા ભાગના દર્દીઓએ કૅન્સર, હૃદયરોગ, હાડકાં અને પથરીની બીમારીનો ઇલાજ કરાયો છે.

line

આયુષ્માનમાં કોરોનાની સારવાર

ઇંદુ ભૂષણ

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ દેશમાં હાલ કોરોના મહામારીની ચાલી રહી છે, તો શું આ યોજના અંતર્ગત કોરોનાનો ઇલાજ નથી થઈ રહ્યો?

આયુષ્માન યોજનામાં કોરોનાની સારવાર પણ કવર થાય છે.

આ યોજના અંતર્ગત લગભગ 2100 લોકોએ કોરોનાની સારવાર પણ મેળવી છે. તેમજ આ યોજના અંતર્ગત જ લગભગ ત્રણ હજાર લોકોના કોરોના ટેસ્ટ પણ કરાયા છે.

દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા એક લાખ 12 હજારને પાર કરી ગઈ છે.

આવી પરિસ્થિતિમાં 2100ના આંકડાથી આપણે ખુશ થઈ જવું જોઈએ?

આ પ્રશ્નના જવાબમાં ઇંદૂ ભૂષણ જણાવે છે કે, 'એક લાખ 12 હજાર કોરોનાના દર્દીઓ પૈકી માત્ર છ ટકા દર્દીઓને આઈસીયુની જરૂર પડે છે.'

'તેથી આપ માની શકો છો કે માત્ર 10થી 20 ટકા લોકોને જ હૉસ્પિટલમાં સારવાર મેળવવાની જરૂર પડતી હોય છે.'

'તેથી જો 20 હજાર દર્દીઓ પૈકી 2100 લોકોનો આ સ્કીમ હેઠળ ઇલાજ કરાયો તો આ સંખ્યા ઓછી તો ન જ કહી શકાય.'

'હાલ મોટા ભાગે કોરોનાનો ઇલાજ સરકારી હૉસ્પિટલોમાં કરાઈ રહ્યો છે. અમે જે આંકડા આપને આપી રહ્યા છીએ તે મોટા ભાગે ખાનગી હૉસ્પિટલોના છે.'

આયુષ્માન ભારત સ્કીમ હેઠળ જે કોરોનાના દર્દીઓના ઇલાજની સંખ્યા બાબતે મહારાષ્ટ્ર અને તમિલનાડુ આગળ છે.

line

અમુક રાજ્યોએ નથી કર્યો આયુષ્માન ભારત યોજનાનો સ્વીકાર

યોજનાની જાહેરાત

ઇમેજ સ્રોત, MOHFW_INDIA/TWITTER

પરંતુ દેશમાં હજુ પણ ચાર એવાં રાજ્યો છે જ્યાં આયુષ્માન યોજના લાગુ નથી કરી શકાઈ.

આ રાજ્યો છે દિલ્હી, તેલંગણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ.

આયુષ્માન ભારત દિલ્હીમાં ચૂંટણીનો એક મુદ્દો હતો. ચૂંટણી બાદ દિલ્હી સરકારે સ્કીમ લાગુ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવા છતાં આ સ્કીમ હજુ લાગુ નથી થઈ શકી.

તેલંગણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ સ્કીમ લાગુ થવાનું હજુ મુશ્કેલ લાગી રહ્યું છે.

line

પ્રવાસીઓ માટે સુવિધા

યોજના

ઇમેજ સ્રોત, Getty Images

આયુષ્માન ભારત યોજનામાં દિલ્હીના સામેલ થવાના સમાચાર અન્ય લાભાર્થીઓ માટે સારા સમાચાર સાબિત થશે.

ખરેખર તો આ યોજનાની એક ખાસિયત છે. જો આયુષ્માન યોજના હેઠળ આપનું કાર્ડ ઉત્તર પ્રદેશમાં બનાવાયું છે અને આપ મુંબઈમાં કામ કરો છો. તો આવી પરિસ્થિતિમાં આપ મુંબઈમાં પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો, તમારા ઇલાજનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ હિસાબે આ યોજના પ્રવાસી મજૂરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આટલું જ નહીં જો આપ સારવાર માટે દિલ્હી જાઓ છો અને જો દિલ્હી સરકાર પણ આ યોજનાને લાગુ કરી દે, તો ઘણા બધા લોકોની મોટી સમસ્યાનું નિરાકરણ મળી જશે.

આયુષ્માન ભારત યોજનાએ ઘણી અન્ય યોજનાના લાભાર્થીઓને પણ સામેલ કરી લીધા છે. કેટલાક લોકો આ બાબતને સારી પણ માને છે અને કેટલાક જાણકારોના મતે તે એક ખામી છે.

line

આયુષ્માન ભારત યોજના અંતર્ગત એક કરોડમી સારવાર

પૂજા થાપા

ઇમેજ સ્રોત, POOJA THAPA/BBC

ઇમેજ કૅપ્શન, પૂજા થાપા

આ યોજના અંતર્ગત એક કરોડમો ઇલાજ કરાવનાર પૂજા થાપા સાથે પણ કંઈક આવું જ થયું. પૂજા થાપા, મેઘાલયનાં રહેવાસી છે.

ભારત સરકારના દાવા પ્રમાણે પૂજાના ઇલાજ દ્વારા આ યોજના અંતર્ગત એક કરોડ ઇલાજની સિદ્ધિ હાંસલ થઈ છે.

પૂજા કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યાથી પીડિત હતાં. પેટમાં દુખાવાની સમસ્યાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં અને 18 મે એટલે કે સોમવારના રોજ તેમનું ઑપરેશન કરાયું. પૂજા હજુ હૉસ્પિટલમાં જ છે અને સારવાર લઈ રહ્યાં છે.

પૂજાના પતિ આર્મીમાં છે. પરંતુ તેમણે આર્મીના હૉસ્પિટલમાં સારવાર ન કરાવીને આ યોજના અંતર્ગત ઇલાજ કરાવ્યો.

આયુષ્માન ભારત અંતર્ગત માત્ર એ લોકો જ સારવારનો લાભ મેળવી શકે છે જેઓ વર્ષ 2011ના SECC એટલે કે સોશિયલ ઇકોનૉમિક કાસ્ટ સેન્સસમાં વંચિત તરીકે નોંધાયેલા છે.

પરંતુ આ હેલ્થ સ્કીમનો લાભ પૂજાને કેમ અને કઈ રીતે મળ્યો?

આ પ્રશ્નના જવાબમાં આયુષ્માન ભારતના સીઈઓ ઇંદૂ ભૂષણે બીબીસીને જણાવ્યું કે, 'પૂજા જ્યાં રહે છે, ત્યાં નજીકમાં ક્યાંય આર્મીની હૉસ્પિટલ નથી. તેઓ પહેલાંથી જ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનાં લાભાર્થી હતાં અને આયુષ્માન યોજનાના આગમન બાદ આ બંને યોજનાને એક કરી દેવાઈ છે. તેથી તેમને આ યોજનાનો લાભ મળી શક્યો.'

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે એ વાત સ્વીકારી કે આયુષ્માન ભારત યોજના કેટલીક અન્ય યોજનાઓ સાથે ઓવરલૅપ કરે છે અને આ ખામીને દૂર કરવા માટે તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.

બીબીસીએ મેઘાલયમાં પૂજા સાથે વાત કરી. તેમના અનુસાર, 'તેઓ ક્યારેય આર્મી હૉસ્પિટલમાં ગયાં જ નથી. તેમના પતિ હાલ મણિપુરમાં તહેનાત છે. તેથી જ્યારે તેમને પેટમાં દુખાવાની સમસ્યા થઈ ત્યારે તેઓ તેમનાં પાડોશી સાથે હૉસ્પિટલ આવી ગયાં.'

પૂજા પ્રમાણે, 'તેમની જ્યાં સારવાર થઈ રહી છે એ હૉસ્પિટલ તેમના ઘરથી 30-35 કિલોમિટરના અંતરે છે.'

આયુષ્માન ભારતમાં આ એક અન્ય સમસ્યા છે.

ઇંદૂ ભૂષણ આ સમસ્યા સ્વીકારે છે. પરંતુ આ યોજના શરૂ થયા બાદ દોઢ વર્ષમાં તેમાં ઘણા ફેરફાર થયા છે. હવે વધુને વધુ ખાનગી હૉસ્પિટલો પણ આ યોજના સાથે જોડાવા લાગી છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો