લૉકડાઉન 4.0 : ગુજરાતમાં કોરોનાના કેસ હવે વધારે ઝડપથી ફેલાશે?

રાજકોટની પરાબજારમાં ભેગા થયેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકોટની પરાબજારમાં ભેગા થયેલા લોકો
    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લૉકડાઉન 4.0 શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતરજિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા, બજાર અને કૉમ્પલેક્સમાં દુકાનો, હૅર સલૂનો અને ચાની કીટલી ખોલવાની જાહેરાત કરી.

જોકે, આરોગ્યનિષ્ણાતોનું માનવું છે કે લૉકડાઉનનો હેતુ કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન 4.0માં કેન્દ્રીય નિર્દેશોમાં કોઈ ઢીલ રાજ્ય સરકારો નહીં આપી શકે, જો રાજ્ય સરકારો ઇચ્છે તો લૉકડાઉનમાં વધારે કડકાઈ કરી શકે છે.

મેના પહેલા અઠવાડિયામાં લૉકડાઉન 3.0 શરૂ થયું ત્યારે પણ અમુક છૂટછાટ આપવામાં આવી હતી, હાલ એ બધી છૂટછાટ યથાવત રહેશે.

line

લૉકડાઉનમાં રાહતની કેવી અસર પડશે?

આરોગ્ય કર્મી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરોગ્ય કર્મી

આરોગ્યનિષ્ણાતો માને છે કે લૉકડાઉનમાં આટલી છૂટછાટ વધારે મુશ્કેલીને નોતરી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં હજી કોરોના સંક્રમણની સંખ્યા વધશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના 11 હજારથી વધારે કેસ છે અને કોવિડ-19ને કારણે થતાં મૃત્યુનો દર પણ વધારે છે.

અમદાવાદમાં વરિષ્ઠ ડૉક્ટર પ્રવીણ ગર્ગ ચેતવણી આપે છે કે લૉકડાઉનમાં છૂટછાટ મળી જાય તો પણ કોરોના વાઇરસને લઈને બહુ સતર્ક રહેવાની જરૂર છે.

તેમનું કહેવું છે, "ઍસિમ્પટોમૅટિક કૅરિયર્સ એક મોટું જોખમ છે. લોકો બજારમાં અને જાહેર વાહનોનો ઉપયોગ કરે તો તેને વાઇરસનો ચેપ લાગી શકવાની સંભાવના છે અને પરિવારમાં વૃદ્ધો તથા બાળકોને ખતરામાં નાખી શકે છે."

અમદાવાદના અન્ય કન્સલટિંગ ફિઝિશિયન ડૉ. રાકેશ શર્માનું કહેવું છે કે લૉકડાઉન લંબાવવું અને તેમાં આટલી છૂટછાટ આપવી એ બંને વિપરીત વાતો છે. કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે પરંતુ છૂટછાટ આપવાથી મુશ્કેલીઓ વધી શકે છે.

તેમના મતે ગુજરાતમાં પહેલાથી સંક્રમણ વધારે છે ત્યારે અહીં આપવામાં આવેલી છૂટછાટ આવનારા દિવસોમાં મુશ્કેલીને નોતરી શકે છે.

ડૉક્ટર શર્મા કહે છે કે "કોરોના સંક્રમણના 80 ટકા કૅરિયર ઍસિમ્પટૉમેટિક હોય છે. દાખલા તરીકે આવા લોકો બહાર જઈને 50 લોકોના સંપર્કમાં આવે અને તેમને સંક્રમણ ફેલાવે, તેમાંથી બે લોકોની હાલત ગંભીર થાય અને તેઓ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે. પરંતુ બાકીના લોકો લક્ષણ વગર કોરોના વાઇરસના કૅરિયર બનીને અન્ય લોકોને ચેપ લગાડી શકે છે."

ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે અત્યારે ગુજરાત કમ્યુનિટી ટ્રાંસમિશનના ફેઝમાં પહોંચી રહ્યું છે. હજી ભારત કોરોના સંક્રમણના ચરમ પર પહોંચ્યું નથી એટલે આગળ કેસ વધવાના છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આર્થિક ગતિવિધિ પણ રાજ્ય માટે જરૂરી છે એટલે સરકારે એ બાબતે પણ વિચારવું પડે.

જોકે લૉકડાઉનમાં છૂટછાટની શરૂઆત મંગળવારથી થઈ ત્યારે રાજકોટની મુખ્ય બજારમાં ટ્રાફિક જામ અને ભીડભાડનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

એટલું જ નહીં રાજ્યનાં કેટલાંય શહેરોમાં દુકાનો ખૂલતાની સાથે લોકોની ભીડ ઊમટી પડી હતી. જેને પગલે મુખ્ય મંત્રીને અપીલ કરવી પડી હતી કે લોકો સ્વયંશિસ્ત જાળવે.

line

ઝોનમાં નિયમ અલગ પરંતુ...

રાજકોટની બજારમાં ટ્રાફિક જામ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટની બજારમાં ટ્રાફિક જામ

ગુજરાત સરકારે લૉકડાઉન 4.0માં કન્ટેઇનમેન્ટ અને નૉન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અલગઅલગ નિયમ બનાવ્યા છે.

જેમાં નૉન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આંતરજિલ્લા સ્તરે એસટી બસનું સંચાલન અને સિટી બસની પણ પરવાનગી આપવામાં આવી છે.

એ સિવાય ચાની કીટલી, હોટલો, બજાર અથવા કૉમ્પલેક્સોમાં શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી થઈ શકે છે અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પ્રવૃત્તિને છૂટ નથી આપવામાં આવી.

ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે આ પહેલા તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા લોકો અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું આક્રમક અભિગમે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. અને એ આધારે કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ અન્ય જગ્યાઓમાં પણ ફેલાઈ ચૂક્યો છે.

તેઓ કહે છે કે પહેલાં કોરોના વાઇરસ માટે ટેસ્ટિંગની ગાઇડલાઇન કડક નહોતી. પરંતુ હવે આઈસીએમઆરે જે ગાઇડલાઇન્સ આપી છે તેમાં તાવનો કોઈ દર્દી ખાનગી ડૉક્ટર પાસે આવે તો તેનો કોરોના ટેસ્ટ કરાવવા માટે સરકારી તંત્રની મંજૂંરી જોઈએ.

તે પ્રમાણે નૉન કન્ટેનમેન્ટ ઝોનમાં તાવ વગેરે લક્ષણ ધરાવતા દરદીઓનો કોરોના ટેસ્ટ કરાવી ન શકાય જ્યાં સુધી સરકારી તંત્ર તરફથી ટેસ્ટિંગની પ્રક્રિયા આગળ ન વધારવામાં આવે.

ડૉ રાકેશ શર્માનું કહેવું છે કે કન્ટેઇનમેન્ટ ઝોનને પૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ. રેડ ઝોનને આઇસોલેટ કરીને ત્યાં ભરપૂર ટેસ્ટ કરવા જોઈએ. રેડ ઝોન વિસ્તારોમાં જે ગંભીર રીતે બીમાર હોય તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને આઇસોલેશન કડક બનાવી ઍસિમ્પટૉમેટિક કૅરિયરને વધારે સંક્રમણ ફેલાવાથી રોકી શકાય. પરંત આ છૂટછાટ આપીને ખતરો વધવા જઈ રહ્યો છે.

હાલ ગુજરાતમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી અમદાવાદ પૂર્વ સિવાય ચાની કીટલી, માર્કેટ અને કૉમ્પલેક્સમાં (એક બેકી અને સમયના નિષેધ સાથે) ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ફોર વ્હિલર, ટૂ વ્હિલર અને ટૅક્સી-રિક્ષા (અમદાવાદ પૂર્વ સિવાય) શરત સાથે ચાલુ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે.

line

જ્યાં કોરોનાનો પ્રકોપ સીમિત છે ત્યાં વધવાની શક્યતા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ્યમાં અમદાવાદ સિવાય આંતરજિલ્લા એસટી બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

નિષ્ણાતો માને છે કે રાજ્યના એ જિલ્લાઓમાં જ્યાં અત્યાર સુધી કોરોના સંક્રમણ સીમિત રહ્યું, ત્યાં અન્ય જિલ્લાઓમાંથી આવેલા લોકો પોતાની સાથે કોરોના સંક્રમણ લઈને પહોંચી શકે છે.

ડૉ. પ્રવીણ ગર્ગનું કહે છે, "અમરેલીના કેસમાં આપણે જોયું કે એક મહિનાથી વધારે સમય સુધી અમરેલીમાં કોવિડ-19નો એક પણ કેસ નહોતો આવ્યો પરંતુ હવે ત્યાં પણ કેસ આવ્યા છે."

નિષ્ણાતોનું કહેવું છે કે લૉકડાઉનના અગાઉના તબક્કામાં સરકારે આરોગ્ય સેવાઓને ચુસ્ત કરવાની જરૂર હતી. લૉકડાઉન છતાં ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે અને ગુજરાતમાં કોરોના સંક્રમણના 11 હજારથી વધારે કેસ આવ્યા છે.

અલબત્ત અનેક લોકો એવું પણ કહી રહ્યાં છે કે લૉકડાઉનને કારણે ભારત કેસોની સંખ્યા પર અંકુશ રાખી શક્યું છે. ડૉ. રાકેશ શર્માનું કહેવું છે કે ઇટાલીમાં સ્વાસ્થ્યસુવિધાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ત્યાં 70 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોને વૅન્ટિલેટર આપવા વિશે પુનર્વિચાર કરવો પડ્યો હતો.

લૉકડાઉનમાં જ્યારે વધારે છૂટછાટ આપતા કેસ વધશે અને તેમાં વૅન્ટિલેટર પર મૂકવા પડે તેવા ગંભીર દરદીઓની સંખ્યા પણ વધશે. તેના માટે સરકારની તૈયારીઓ પૂરતી હોય તેવું નથી લાગતું.

નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણ સામે અસલી લડાઈ તો હવે શરૂ થઈ છે કારણકે લાખો શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, લોકોને અનેક પ્રકારની છૂટ મળી રહી છે એવામાં ગાઇડલાઇન્સનું પાલન કરવું અને સાવચેતી રાખવી દરેક વ્યક્તિની જવાબદારી બની જશે.

ડૉ પ્રવીણ ગર્ગનું કહેવું છે કે "લૉકડાઉન 4.0માં ભલે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ લોકોએ સાવચેતી વર્તવી જરૂરી છે, બહાર ગયા હો ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર છે. ઘરમાં પણ જો વૃદ્ધ લોકો અથવા ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન અથવા અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકો હોય તો તેમની પાસે પણ માસ્ક પહેરીને જ જવું જોઈએ."

line

સરકાર શું કહે છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

લૉકડાઉનમાં છૂટછાટ વધારતાં આવનારી મુશ્કેલીઓ માટે શું સરકાર તૈયાર છે તે પ્રશ્નના જવાબમાં ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાર્ગવ પરીખને કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પગલાં લેવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું, "લગ્નમાં 50 લોકોથી વધારે લોકોને મંજૂરી નથી આપી, દુકાનો ખોલવામાં ઑડ-ઇવન પ્રક્રિયા વાપરવામાં આવશે. રેસ્ટોરાં અને હોટેલમાંથી હોમ-ડિલિવરી કરનારા કર્મીઓને ટેસ્ટ કર્યા પછી જ મંજૂરી આપવામાં આવશે."

નીતિન પટલે કહ્યું, "કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ઔદ્યોગિક એકમો જેમ કે ડાયમન્ડ પૉલિશિંગ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વીવિંગ અને પાવર લૂમ યુનિટ્સમાં પચાસ ટકા કર્મીઓને જ રાખવામાં આવે તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે."

તેમણે કહ્યું કે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. જોકે ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કેસ વધે તો આરોગ્યતંત્ર કેટલું તૈયાર છે તે પ્રશ્નનો જવાબ તેમની પાસેથી નહોતો મળ્યો.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો