લૉકડાઉન : લોકોને મફતમાં શાકભાજી વહેંચતાં એ ખેડૂત મહિલા

- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસના કારણે લૉકડાઉન થવાથી અનેક લોકોને સામાન મળવામાં અને કમાણીને લઈને મુશ્કેલી વધી રહી છે.
એવામાં અનેક લોકો જે બીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. તે લોકોમાં એક છે ઓરિસ્સામાં રહેનારા છાયારાની સાહૂ.
છાયારાની સાહૂ એક ખેડૂત છે જે આજકાલ પોતાના ખેતરની શાકભાજીને ગામડે ગામડે જઈને મફતમાં લોકોને વેચી રહ્યા છે.
લૉકડાઉનમાં બજાર બંધ હોવાના કારણે શાકભાજી ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. એવામાં તેમણે લોકોને શાકભાજી આપીને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
56 વર્ષના છાયારાની સાહૂ ભદ્રક જિલ્લામાં કુરુદા ગામમાં રહે છે.
તેમની આઠ એકર જમીન છે જેમાં મુખ્યત્વે ભીંડા, રિંગણ, ટામેટાં, મરચાં, આદું અને કોથમીર જેવાં શાકભાજી ઉઘાડવામાં આવે છે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો


ત્રણ કિલો શાકભાજીનું પૅકેટ

સામાન્ય રીતે તે શાકને વાસુદેવપુર બજારમાં વેચે છે. સાથે જ ગામે ગામ ગાડી લઈને શાકભાજી વેચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બજારમાં ગામના બીજા લોકો પણ શાકભાજી ખરીદે છે. પરંતુ, લૉકડાઉન પછી આ બજાર બંધ થઈ ગયું હતું.
છાયારાની સાહૂના નાના દીકરા માનવ કુમાર સાહૂ કહે છે, "અમારો બ્લૉક રેડ ઝોનમાં છે તો ત્યાં શાકમાર્કેટ બંધ હતું. આ બ્લૉકના અનેક ગામમાં લોકો પોતાના ખેતરોમાં શાકભાજી ઊગાડે છે પરંતુ આની આગળના ગામમાં લોકો પાસે એટલી જમીન નથી કે તે શાકભાજી ઊગાડી શકે. એટલા માટે તે બજારમાંથી શાકભાજી ખરીદે છે."
"પરંતુ, લૉકડાઉનના કારણે આ શાકભાજી ખરીદી શકતાં ન હતા. એવા પણ પરિવાર છે. જેમાં ચારથી પાંચ લોકો છે પરંતુ તેમની પાસે રૅશનનું ખાવા-પીવાનું નથી. એવામાં મમ્મીએ તેમનાં સુધી શાકભાજી પહોંચાડવાનો નિર્ણય કર્યો."
માનવ સાહૂએ કહ્યું, "અમે અંદાજે ત્રણ કિલો શાકભાજીના એક પૅકેટ બનાવીએ છીએ અને તેને ઘરે-ઘરે પહોંચાડીએ છીએ. આ પૅકેટમાં અલગ-અલગ પ્રકારની શાકભાજી હોય છે. અમે એક દિવસ છોડીને અલગ-અલગ ગામમાં પંચાયતનો સંપર્ક કરીને જરૂરિયાતમંદ સુધી શાક પહોંચાડીએ છીએ."
છાયારાની સાહૂએ આ કામ ચાર એપ્રિલે શરૂ કર્યું હતું. હાલ સુધી ભદ્રક જિલ્લાના 20 થી 25 ગામમાં લગભગ 20 હજાર કિલો શાકભાજી વહેંચી ચૂક્યા છે.
હાલ તો તેમના નાના દીકરા પણ તેમને આ કામમાં મદદ કરી રહ્યા છે. છાયારાની સાહૂને બે છોકરાઓ અને બે છોકરીઓ છે. છોકરીઓ અને મોટા છોકરાંના લગ્ન થઈ ગયા છે. મોટો છોકરો સુરતમાં કામ કરે છે. નાનો દીકરો માનવ સાહૂ ગામની બહાર પીએચડી કરી રહ્યો છે.
છાયારાની ત્રીસ વર્ષથી ખેતી કરી રહ્યા છે. વાવણીથી લઈને, કીટનાશકોનો છંટકાવ, પાકની કાપણી અને સૉર્ટિંગ પ્રકારના તમામ કામમાં તેઓ પોતે સામેલ હોય છે.
તે અને તેમના પતિ માત્ર ઉડિયા ભાષા જ સમજે છે અને બોલે છે. એવામાં અમે તેમના નાના દીકરા કે જેઓ હિંદી સમજે અને બોલે છે તેમનાં દ્વારા સાથે વાત કરી.

'ઉંમર મહત્ત્વની નથી'

પોતાની આ પહેલ વિશે છાયારાની સાહૂનું કહેવું છે, "હું જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે સાસરે આર્થિક રીતે ઘણી તકલીફ હતી. એટલા માટે હું જાણું છું કે અસહાય હોવું એ શું હોય છે. ત્યારથી જ અમે ઘણી મહેનત કરી છે. એક-એક એકર જમીન એકઠી કરી અને તેના પર દિવસ-રાત કામ કર્યું. એટલા માટ હવે હુ એ કોની મદદ કરવા ઇચ્છું છું, જે આ સમયગાળામાં અસહાય થઈ ગયા હોય. હું હવે તે લોકોને શાકભાજી આપું છું તો મને અંદરથી ઘણું સારું લાગે છે."
આ ઉંમરમાં પણ આટલું કામ કરવા અંગે તે કહે છે, "માણસ ઉંમરથી ઘરડો નથી થતો પરંતુ મગજથી હોય છે. કામ તો માનસિક મજબૂતીથી કરવાનું હોય છે અને હું પોતાના કામ માટે માનસિક રીતે ઘણી મજબૂત છું. મને લાગે છે કે હું જે નક્કી કરું છું તે કરી શકું છું. "
છાયારાનીના પતિ સર્વેશ્વર સાહૂ પણ તેમને ખેતીના કામમાં મદદ કરે છે. માનવ સાહૂ કહે છે કે ખેતીનું મોટાભાગનું કામ મા જોવે છે. તેમના પિતા ખેતીથી વધારે સામાનની અવર-જવર પર ધ્યાન રાખે છે. તે બજારમાં દૂધ પણ પહોંચાડે છે.
પોતાની પત્નીની પહેલ પર સર્વેશ્વર સાહૂ કહે છે, "અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારા નાના પ્રયત્નોને આટલું મહત્ત્વ મળશે. આ ઘણી મોટી વાત છે. સાથે અમે એ પણ નહોતા જાણતા કે કેટલાં પરિવારોને અને ક્યાં સુધી અમારે શાક આપી શકીશું. બસ સારુ લાગ્યું તો શરૂ કરી દીધું. મારી પત્ની આમાં મારાં કરતાં વધારે કામ કરે છે અને દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહ્યું છે. આ મારા માટે ગર્વની વાત છે."
માનવ સાહૂ કહે છે કે તેમને ખેતીથી દર વર્ષે અંદાજે પાંચ થી છ લાખ રૂપિયાની આવક થાય છે. હા તો શાકભાજી વેચી રહ્યા નથી છત્તાં પણ તેમનું ઘર ચાલી રહ્યું છે. હવે ગત સાત-આઠ દિવસથી બજાર ખુલવા લાગ્યું છે કે પરંતુ તે પણ અમુક કલાક માટે જ ખુલે છે.
આ સિવાય જિલ્લામાં બનેલાં એક ક્વોરૅન્ટીન સેન્ટરમાં તેમના ઘરેથી ખાવાનું જાય છે.
માનવ સાહૂનું કહેવું છે, "અમે સાધારણ પરિવારના સભ્યો છીએ. મારાં મમ્મી લોકોને મદદ કરી રહ્યા છે, મીડિયા તેમની સારી પ્રશંસા કરી રહ્યું છે, આ જોઈને મને ઘણું સારું લાગે છે. તે આ ઉંમરમાં પણ આટલી જવાબદારી નિભાવે છે એ અમારા માટે પ્રેરણાની વાત છે."
તેમનો પરિવાર ક્યાંય સુધી આ પ્રકારના લોકોની મદદ કરવા વિચારી રહ્યા છે તો આ અંગે માનવ સાહૂ કહે છે કે હાલ કાંઈ વિચાર્યું નથી. જ્યાં સુધી મદદ કરી શકીશું ત્યાં સુધી કરતા રહીશું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












