You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રવાસીશ્રમિકોનો અને પરદેશમાં રહેતા ભારતીયોનો પ્રશ્ન કેટલો ગંભીર?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં એક તરફ સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ શ્રમિકોની ધીરજ જવાબ દઈ રહી છે. પોલીસ અને તંત્ર સાથે ઘર્ષણની અનેક ઘટનાઓ બની છે.
સુરતમાં તો શ્રમિકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો અને અનેક લોકો સામે પોલીસ ફરિાયદ પણ નોંધાઈ છે.
અમદાવાદમાં પણ વતન જવા ઇચ્છતા શ્રમિકોની ખૂટી રહી છે અને તે સુરત જેવું તોફાન લાવશે એમ કહેવાય છે. સરકારે જુદાંજુદાં રાજ્યોમાં શ્રમિકોને મોકલવા માટે આઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓનાં નામ જાહેર કર્યાં છે, પણ તેમને ફાળવેલાં રાજ્યોમાં ક્યારે શ્રમિકોને બસ કે ટ્રેન મારફત મોકલાશે તેની કોઈ માહિતી નથી મળતી એટલે શ્રમિકોનો રોષ વધી રહ્યો છે એવું સ્થાનિક મીડિયા જણાવે છે.
આને પરિણામે વતન જવા ઇચ્છુક શ્રમિકોની મૂંઝવણ વધતી જાય છે અને આ અકળામણ ક્યારે વિસ્ફોટક બને તે કળવું મુશ્કેલ છે.
એક અહેવાલ મુજબ ગુજરાતમાંથી પોતાના વતન જવા ઇચ્છતા લોકોની સંખ્યા 22 લાખ સુધી પહોંચી ગઈ છે અને મળતાં ફૂડપૅકેટનો આહાર ખાઈને તેમની ધીરજ હવે ખૂટી ગઈ છે.
એક વ્યાપક ફરિયાદ છે કે આ આઠ આઈએએસ અધિકારીઓના ફોન લાગતા નથી અને કંટ્રોલ રૂમમાં પણ કોઈ ભાગ્યે જ ફોન ઊંચકીને જવાબ આપે છે.
દેશની અંદર શ્રમિકોને પરત એમના ઘરે મોકલવાની શરૂઆત તો થઈ છે પણ લોકોની સંખ્યા જોતા તે વ્યવસ્થા ખૂબ પાંખી જણાય છે.
ભારતમાં ઘણી વખત અર્થવ્યવસ્થા લડખડાઈ પણ એને કારણે સંકટ ભારતમાં ઘેરાયું છે પણ આ વખતનું સંકટે તો સમગ્ર વિશ્વને ઝપટમાં લઈ ચૂક્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગભગ દરેક દેશ પછી તે વિકસિત હોય કે વિકાસશીલ- રોજગારીને લઈને સંકટની સુનામી ઊઠી છે.
દુનિયાના જુદાજુદા દેશોમાં ભારતના કરોડો લોકો રોજગાર મેળવી રહ્યા છે. ગુજરાતમાં તો કહેવત છે કે “ડાહ્યો દીકરો દેશાવર ભોગવે”.
હવે એમની રોજગારી પર પણ આંચ આવવાની શરૂ થઈ ગઈ છે અને આ કરોડો લોકો ભારત આવી જાય તો ભારત શું કરશે?
ભારત પણ વિદેશમાં વસી રહેલા જે ભારતીયો પરત ફરવા માગતા હોય તેના માટે વ્યવસ્થા કરી રહ્યું છે.
આ વખતે આવનાર સંકટ ભયાનક હશે. આ સંકટ માત્ર મજૂરોનું જ નહીં ભણેલા-ગણેલા લોકોનું છે જેમનું દુનિયામાં માન છે.
અત્યાર સુધી આ લોકોએ ભારતનું સંકટ માત્ર બહારથી જોયું છે, એમની રોજીરોટીને કાંઈ વાંધો આવ્યો આવ્યો નથી. હવે જ્યારે ત્યાં એમની નોકરીઓ જઈ રહી છે એટલું જ નહીં માર્ચ કે એપ્રિલનું તેમનું પૅમેન્ટ નથી થયું. હવાઈ સેવાઓ શરૂ થશે ત્યારે તેઓ દેશોમાં પરત ફરવા ચાહશે.
વિદેશમાં ભારતીય કામદારો
ભારતમાંથી એ સૌથી વધુ લોકો કામદારો તરીકે દુનિયાના કોઈ પણ દેશમાં પહોંચ્યા છે તેમાં ભારતીયો અવ્વલ નંબરે એટલે કે સૌથી વધુ છે. મજૂરી કરીને એ લોકો પૈસા કમાય છે પણ હવે નોકરીઓ જઈ રહી છે.
દુનિયાભરમાં ભારતના અંદાજે 2 કરોડ 81 લાખ 98 હજારથી વધુ લોકો છે. જેમાં પાસપૉર્ટ સાથે દુનિયાના જુદાજુદા દેશોમાં રહે છે એમાંનો એક ભાગ એન.આર.આઈ. એટલે કે નૉન-રૅસિડન્ટ ઇન્ડિયન તરીકે ઓળખાય છે અને બીજો ઇન્ડિયન ઓરિજિનના મજૂરો તરીકે ઓળખાય છે.
આમાં સૌથી મોટી સંખ્યા અરબ દેશોમાં ગઈ છે. આ દેશોમાં આશરે 80 લાખ ભારતીયો રહે છે જે મજૂરી કરે છે. અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાં બે-ત્રણ કામોને છોડીને બાકીનાં કામ ઠપ્પ થઈ ગયાં છે.
ગૅસનું કામ થાય છે, તેલનું કામ અને કંઈક અંશે બાંધકામનું કામ ચાલે છે, બાકી બધાં કામ બંધ છે. આ કામમાં 21 લાખ 90 હજાર (તેલ, ગૅસ, નિર્માણ) મજૂરો કામ કરે છે, બાકીના પાસે કોઈ કામ નથી. તેમની સ્થિતિ શું થશે?
યુનાઇટેડ આરબ અમિરાતમાં 3425144 ભારતીય છે. યુએઈએ હમણાં કાયદો કર્યો છે કે કંપનીઓ ચાહે તો ગેરનાગરિક વ્યક્તિઓને પેઇડ અથવા અનપેઇડ લીવ પર મોકલી શકે છે. ગેરનાગરિકને કોઈ પણ ભથ્થું નહીં મળે. વિવિધ અખાતી દેશોમાં જે ભારતીય નાગરિકો વસે છે તે નીચેના કોઠામાં આપ્યું છે.
અખાતી દેશોમાં ભારતીય નાગરિકોની સંખ્યા
અખાતમાં કુલ ભારતીય નાગરિકોની સંખ્યા 89,03526 છે. માત્ર અખાતના દેશોની સંકટ છે તેવું નથી. આ સંકટ તો દરેક જગ્યાએ સરખું ફેલાયેલું છે. અમેરિકા, બ્રિટન, સિંગાપુર, મલેશિયા, ઇટાલી, ફિલિપાઇન્સ વિગેરેમાં પણ કોરોનામાં ભારતીય નાગરિકો ફસાયા છે.
નીચેના કોઠા ઉપરથી અખાત સિવાયના દેશોમાં જે ભારતીય નાગરિકો વસે છે તેની વિગતો આપી છે.
અમેરિકા અને અન્ય દેશોમાં વસતા ભારતીય નાગરિકોની સંખ્યા
દુનિયામાંથી આ લોકો જે કમાઈ શકતા હતા ત્યાં એક જ મહિનામાં 100 બિલિયન ડૉલરની કમી આવી.
યુનાઇટેડ નેશન માઇગ્રેશન રિપોર્ટ 2018 અનુસાર કુલ 690 બિલિયન કમાણીમાંથી 1.75 કરોડ ભારતીય માઇગ્રન્ટસ 78.6 બિલિયન ડૉલર કમાતા હતા. 2020 આ સંખ્યા 714 બિલિયન ડોલર કમાઈ તે ઘટીને 572 બિલિયન ડૉલર થઈ. (માર્ચના અંતે).
એપ્રિલ-મે-જૂન મહિનામાં ફક્ત અમેરિકામાં 3 કરોડ 70 લાખ નોકરીઓ જશે. વૉક્સ રિપોર્ટ મુજબ 3.5 કરોડ લૉ ઇન્કમ છે, જેમાં ઇન્ડિયનની સંખ્યા સહુથી વધુ છે.
કાલે ઊઠીને જ્યારે પણ હવાઈ સેવાઓ શરૂ થશે. આ બધા ભારત પરત આવશે.
અમેરિકામાં સૌથી વધુ નોકરી આપતા ગ્રૂપ વિશે વિગતવાર માહિતી આપેલ છે, જેમાં ભારતીયો પણ મોટા પ્રમાણમાં નોકરી કરે છે.
લૉકડાઉનને કારણે અસર પામેલા એ ક્ષેત્રો જેમાં ભારતીયોની નોકરી ખતરામાં છે
ચાઇનીઝ ઓયો (OYO) – નોકરીઓમાં 60થી 70 ટકા ગિરાવટ આવી. આ ચાઇનીઝ ચેઇને 4 મહિના એમને પગાર વગર રજા આપી.
બાંગ્લાદેશમાં પણ ભારતના 10,000 લોકો કામ કરે છે. ત્યાં 3 અબજ 17 લાખ ડૉલરના ઑર્ડર્સ રદ થયા છે.
આ બધા લોકો દેશમાં પાછા આવશે. આપણે નવી રોજગારી નથી ઊભી કરી શકતા. આપણી પાસે કોઈ પ્લાન નહીં હોય તો રાજકારણીઓ તેમને બીજા મુદ્દાઓ ઉપર ડાયવર્ટ કરાશે. આવું થાય તો મીડિયાની શું ભૂમિકા હશે? ઘણા બધા પ્રશ્નો અનુત્તર છે.
હેરોલ્ડ જીનીને કહ્યું છે કે "ગવર્નમેન્ટ મસ્ટ ગવર્ન."
અત્યારે મોટી તકલીફ "ગવર્નન્સ"ની છે. ભારત સરકાર એકસાથે ઘણા મોરચે લડી રહી છે. જોઈએ શું થાય છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો