You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઋષિ કપૂરે છેક છેલ્લે સુધી હૉસ્પિટલ સ્ટાફને મનોરંજન આપ્યું
જાણીતા બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂરનું અવસાન થયું છે.
67 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
ઋષિ કપૂર દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના બીજા પુત્ર હતા.
એમણે 1973માં બૉબી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત તેમણે બાળકલાકાર તરીકે શ્રી 420 અને મેરા નામ જોકરમાં પણ કામ કર્યું હતું.
27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ફરી એક વાર ફિલ્મ '102 નૉટઆઉટ'માં પિતાપુત્રના રોલમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ઉંમર 102 વર્ષ અને ઋષિ કપૂરની ઉંમર 75 વર્ષની હતા.આ ફિલ્મ લેખક-કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીના સફળ ગુજરાતી નાટક '102 નૉટઆઉટ' પરથી બની હતી.
એમણે છેલ્લે ઇમરાન હાશમીની સાથે ધ બૉડી ફિલ્મ કરી હતી.
તાજેતરમાં એમણે બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સાથે આગામી ફિલ્મ કરવાની જાહેરાત કરી હી. આ ફિલ્મ હોલીવૂડની ધ ઇંટર્ન ફિલ્મની રિમેક ગણાવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઋષિ કપૂર બે વર્ષથી કૅન્સર સામે લડી રહ્યા હતા. 2018માં તેઓ સારવાર માટે અમેરિકા ગયા હતા અને 2019માં ભારત પાછા ફર્યા હતા.
જોકે, ભારત પાછા ફર્યા પછી પણ તેમને સતત સારવાર લેવી પડી રહી હતી.
ફેબ્રુઆરીમાં તેમને બે વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષિ કપૂરના અવસાન પર અનેક નામાંકિત વ્યકિતઓ અને કલાકારો શોક વ્યક્ત કરી રહ્યા છે.
67 વર્ષના ઋષિ કપૂરને બુધવારે સવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રણધીર કપૂરે અગાઉ કહ્યું હતું કે, તેઓ હાલ હૉસ્પિટલમાં દાખલ છે. એમને કૅન્સર અને શ્વાસની તકલીફ છે.
અમેરિકામાં એક વર્ષ કૅન્સરનો ઇલાજ કરાવીને ઋષિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની તબિયત ખરાબ થતા બે વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા ઋષિ કપૂરે 2 એપ્રિલ પછી ટ્વીટર પર કોઈ માહિતી શૅર નથી કરી. એક પોસ્ટમાં તેમણે દીપિકા પાદુકોણે સાથેની આગામી ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો.
ચિંટુજીની વિદાય પર કપૂર પરિવારનો સંદેશો
આપણા લાડીલા ઋષિ કપૂરે આજે સવારે હૉસ્પિટલમાં 8.45 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેઓ બે વર્ષથી લ્યુકેમિયા સામે ઝઝૂમી રહ્યા હતા. હૉસ્પિટલના ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે તેમના અંતિમ સમય સુધી તેમણે એ લોકોને મનોરંજન પૂરું પાડયું હતું.
બે વર્ષના એ સમયગાળામાં બિમારી સામે ઝઝૂમીને પણ તેમણે આનંદદાયક જીવન જીવવાનું પસંદ કર્યું હતું. પરિવાર, મિત્રો, ભોજન અને ફિલ્મો પર તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ સમય દરમિયાન તેમને જે કોઇ પણ મળતું તે જાણીને આશ્ચર્ય અનુભવતું કે આવી કપરી બીમારીમાં પણ આંસુ સાર્યા વગર તેઓ કેવી બેફિકરાઇથી આનંદથી જીવન વ્યતિત કરી રહ્યા છે.
પોતાના ચાહકોના પ્રેમ બદલ તેઓ કૃતજ્ઞ હતા. તેમની અંતિમ વિદાય સાથે ચાહકો એ સમજી શકશે કે ઋષિ પોતાને સ્મિત સાથે યાદ કરવામાં આવે એવું પસંદ કરશે, નહી કે આંસુઓ સાથે.
આ અંગત ખોટના સમયે અમે સજાગ છીએ કે વિશ્વ પણ એક કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. જાહેરમાં લોકોનાં ભેગા થવા પર અને એ સિવાય પણ ઘણી પાબંદીઓ છે.
તેથી તેમના ચાહકો, હિતેચ્છુઓ, મિત્રો અને પરિવારના અન્ય મિત્રોને અમારી વિનંતી છે કે હાલ નિયમોનું પાલન કરવું જોઇએ.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો