ઋષિ કપૂરની વિદાય : ચિંટુજીના અવસાન પર બોલીવૂડ સ્તબ્ધ, કોણે શું કહ્યું?

જાણીતા અભિનેતા ઋષિ કપૂર ચિંટુજી તરીકે પણ ઓળખાતા હતા. એમના અવસાન પર બોલીવૂડ સ્તબ્ધ છે.

અને કલાકારો અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બહુમુખી, પ્રિય અને જીવંત હતા ઋષિ કપૂરજી, પ્રતિભાનું પાવર હાઉસ હતા તેઓ. હું તેમની સાથેના સંવાદ, સોશિયલ મિડીયા પર થયા હોય તે પણ વાગોળુ છું. ભારત અને ફિલ્મોની પ્રગતિ વિશે તેઓ સતત ઉત્સાહી રહેતા. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને ચાહક વર્ગ પ્રત્યે સાંત્વના વ્યકત કરું છું. ઓમ શાંતિ.

સીમી ગરેવાલ...

ઋષિ કપૂર, મારો પ્રેમાળ ચિંટુ જતો રહ્યો. મારો વ્હાલો મિત્ર, મારો કો સ્ટાર, મારો પ્લેમેટ, એ મને ત્યાં સુધી હસાવતો જયાં સુધી મારી આંખમાં આંસુ ન આવી જતાં, હવે માત્ર આંસુ જ બચ્યા છે. છેલ્લી વિદાય નહી, અંતિમસંસ્કાર નહી, કોઈ ભેટીને આશ્વાસન નહી. મૌન. ખાલીપો, વેદના.

અક્ષય કુમાર..

અક્ષય કુમારે કહ્યું કે, લાગે છે કે કોઇ દુસ્વપ્ન જોઇ રહ્યો છું. હમણાં જ ઋષિ કપૂરજીએ અંતિમ વિદાય લીધી તે જાણ્યું. આ ખરેખર આંચકાજનક સમાચાર છે. તેઓ તેઓ દંતકથા સમાન ઉમદા અભિનેતા હતાં. સારા કો-સ્ટાર, મિત્ર અને એક પરિવાર સમાન હતાં. મારી પ્રાર્થના તેમના પરિવારની સાથે છે.

પ્રિયંકા ચોપરા..

મારું મન ભરાઈ ગયું છે. આ એક યુગનો અંત છે. ઋષિ સર તમારા જેવું નિખાલસ દિલ અને અદભૂત પ્રતિભા ફરી મળવી મુશ્કેલ છે. તમને જે થોડા ઘણા જાણવાનો અવસર મળ્યો હતો એ મારું સૌભાગ્ય છે. નિતુ મેમ, રિદ્ધિમા, રણબીર અને સમગ્ર પરિવારને મારો શોક વ્યકત કરું છું, રેસ્ટ ઇન પીસ સર.

વિરાટ કોહલી...

આ વાસ્તવિક નથી લાગી રહ્યું. ખરેખર માનવું અશક્ય છે. ગઇ કાલે ઇરફાન ખાન અને આજે ઋષિ કપૂરજી. આ સ્વીકારવું અશક્ય છે કે એક દંતકથાએ અંતિમ વિદાય લીધી. પરિવારને મારો શોક વ્યકત કરું છું. તેમના આત્માને શાંતિ મળે.

શરદ પવાર...

પીઢ કલાકાર ઋષિ કપૂરની ચિર વિદાયના સમાચાર જાણી આધાત લાગ્યો. ભારતીય ફિલ્મ જગતે એક બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યા છે. કપૂર પરિવારને મારો શોક વ્યકત કરું છું.

મનોજ બાજપાઈ...

હજુ તો ઇરફાનની વિદાયની વાત લખવાનું પૂર્ણ નથી થયુંને ઋષિ કપૂરજીના સમાચાર સાંભળી હું તૂટી ગયો છું. ના ખરેખર આ નથી બની રહ્યું. આ સ્વીકારવું કઠિન છે. તેમના આત્માને શાંતિ મળે.- મનોજ બાજપેયી

લતા મંગેશકર...

શું કહું? શું લખુ કશું સમજાતું નથી, ઋષિજીના નિધનથી મને ખૂબ દુ:ખ થયું છે. આ દુ:ખ સહેવું મારા માટે ખરેખર અશક્ય છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

લતા મંગેશકરે બાળ ઋષિ કપૂરનો ફોટો શૅર કરતા લખ્યું કે, થોડા સમય અગાઉ ઋષિજીએ મને આ મારી અને એમની તસવીર મોકલી હતી. એ દિવસો...બધી વાતો યાદ આવે છે. હું શબ્દહીન થઈ ગઈ છું.

રાહુલ ગાંધી...

આ ભારતીય સિનેમાનું ભયાનક અઠવાડિયું છે. વધુ એ દંતકથા સમાન કલાકાર ઋષિ કપૂરનું અવસાન થયું. અનેક પેઢીઓમાં ચાહકો ધરાવનાર તેઓ એક શાનદાર અભિનેતા હતા. એમને મહાન રીતે યાદ કરવામાં આવશે. એમના પરિવારજનો, મિત્રો અને ચાહકોને હું સાંત્વના પાઠવું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો